નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનોને ખાતાઓની ફાળવણી કરી હતી. મોદી સહિત ૫૮ પ્રધાનોએ ગઈકાલે શપથ લીધા હતા. મોદીએ ધારણા પ્રમાણે જ અમિત શાહને મોટી જવાબદારી સોંપી હતી. અમિત શાહને દેશના નવા ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે રાજનાથ સિંહને દેશના નવા સંરક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે. નવા નાણામંત્રી સામે કયા પડકારો છે તે નીચે મુજબ છે.
અર્થવ્યવસ્થામાં મંદી
દેશના આર્થિક વિકાસ દળ પાંચ ત્રિમાસિક ગાળામાં નિચલા સ્તર સુધી પહોચી ગયો છે. અર્થશા†ીઓ માની રહ્યા છે કે, તેલની કિંમતોમાં ધીમી ગતિથી વધારાને લીધે તકલીફ ઉભી થઈ શકે છે. ગ્રામીણ માંગમાં ઘટાડો થઈ રહ્યો છે. સીતારામનની સામે સૌથી મોટો પડકાર વિકાસની ગતિને સાત ટકા અથવા તો તેમનાથી વધુ રાખવાની રહેશે.
તેલથી ખાદ્યચીજવસ્તુ સુધી મોંઘવારીની અસર
મોદી સરકારને ૨૦૧૪થી લઈને ૨૦૧૯ સુધી મોંઘવારીના મોરચા પર કોઈ તકલીફ પડી નથી. પરંતુ હવે આવી સ્થિતિ રહેશે નહીં કારણ કે ફ્યુઅલ અને ખાદ્યચીજવસ્તુઓની કિંમતોના ભાવ વધવા લાગી ગયા છે. પશ્વિમ અશિયા દેશોમાં બદલાઈ રહેલી સ્થિતિના લીધે તેલ કિંમતો વધશે. જેથી સાવચેતી રાખવી પડશે.
રોજગાર સંકટ
નવા નાણાંમંત્રી તરીકે નિર્મલા સીતારામનને રોજગારીના મોરચા પર ખુબ કામ કરવુ પડશે. મોદી સરકારની પ્રથમ અવધી દરમિયાન રોજગાર એક મોટા મુદ્દો રહ્યો હતો. રોજગારના મુદ્દાએ ૨૦૧૪માં મોદીને સત્તા અપાવી હતી. પરંતુ રોજગાર સંકટને લઈને વિરોધ પક્ષો આક્રમક રહ્યા હતા. આર્થિક મંદીના લીધે રોજગારીની તકો ઉભી કરવાનો વધુ એક પડકાર રહેશે.
મેન્યુફેક્ચરીંગમાં ઘટાડો
મેન્યુફેક્ચરીંગ સેકટરમાં મંદી આવી છે. ઓદ્યોગિક ઉત્પાદનમાં માર્ચમાં ૨૧ મહિનાની નીચે સપાટી જાવા મળી છે. જાણકાર લોકોનું કહેવુ છે કે, ભારતને પણ ચીનની જેમ જ મેન્યુફેક્ચરીંગ પર ધ્યાન આપવાની જરૂર છે.
માંગમાં ઉદાસીનતા
આગામી સરકાર માટે એક મોટો પડકાર માંગમાં ઘટાડો પણ છે. જેના લીધે વધુ તકલીફ ઉભી થઈ શકે છે. એફએમસીજીથી લઈને યાત્રી વાહનો સુધી ગ્રાહક માંગમાં ઘટાડો થયો છે. જેના પરિણામ સ્વરૂપે અર્થતંત્રને ફટકો પડ્યો છે. ૨૦૧૮ના છેલ્લા ત્રણ મહિનામાં એફએમસીજી સેકટરમાં વધારોનો દર ૧૦૦ ટકાનો હતો. આ વર્ષે પ્રથમ ત્રણ મહિનામાં આ દળ ઘટીને ૧૩.૬ ટકા થયો છે.
પબ્લિક અસેટથી રોકડ
નવા નાણાંમંત્રીને રેલવે ટ્રેક, માર્ગો, બંદર અને પાવર યુનિટથી ફંડ એકત્રિત કરવાના સંદર્ભમાં વિચારણ કરવી પડશે. નવી સરકારના ખજાનામાં વધારો કરવા માટે નવા સ્પેક્ટ્રમની હરાજી પણ થઈ શકે છે.
જીએસટી સ્લેબ
૧૮ અને ૨૮ ટકાના જીએસટી સ્લેબમાં હજુ પણ પરેશાની રહેલી છે. જેથી બે મુખ્ય સ્લેબમાં મર્ચ કરવાની જરૂરીયાત દેખાઈ રહી છે. સરકાર આ સંદર્ભમાં કોઈ મોટા નિર્ણય લઈ શકે છે.