જો વિભૂતિ મિશ્રા સુપરસ્ટાર સલમાન ખાનને મળશે તો શું થશે, વારુ, તમારી કલ્પનાઓના ઘોડા દોડાવશો નહીં, કારણ કે આ હવે વાસ્તવિકતા બની ચૂકી છે. શ્્ફ પર લોકપ્રિય શો ભાભીજી ઘર પર હૈના દર્શકોને જલસો થવાનો છે, કારણ કે બોલીવૂડનો ભાઈજાન સલમાન ખાન સુંદર કેટરિના કૈફ સાથે શોમાં દેખાવાનો ચે. બંને પોતાની આગામી ફિલ્મ ભારતનું પ્રમોશન કરતાં જોવા મળશે. આથી વધુ રોમાંચક વાત એ છે કે આસીફ શેખ ઉર્ફે વિભૂતિ સલમાન સાથે ફિલ્મ ભારતની ઉત્સુકતાથી વાટ જોતો જોવા મળશે. સલમાન અને આસીફ ૧૨ વર્ષ પછી આ ફિલ્મમાં ફરી એકત્ર આવી રહ્યા છે. બંનેએ ભૂતકાળમાં અનેક ફિલ્મો કરી હોવાથી તેમની વચ્ચે સારાસારી છે.
આ હાસ્યસભર એપિસોડમાં વિભૂતિને એકમાત્ર એ શરત પર પત્રકાર તરીકે નોકરી મળે છે કે ફિલ્મ ભારતને પ્રમોટ કરવા માટે કાનપુરમાં આવી રહેલા સલમાન અને કેટરીનાનો તે ઈન્ટરવ્યુ લઈને આવે. વધુ પડતો આત્મવિશ્વાસુ વિભૂતિ ટીકા, ટિલ્લુ અને મલખાનની તેની વિચિત્ર કેમેરા ટીમને લઈને સ્થળ પર પહોંચે છે અને સલમાનને ઈન્ટરવ્યુ માટે વિનંતી કરી છે, જે માટે સલમાન પણ સંમત થાય છે. બધું બરોબર ચાલતું હોય અને વિભૂતિ સાતમા આસમાનમાં વિહરે છે, કારણ કે તેને મોટો ઈન્ટરવ્યુ મળવાનો છે.
સલમાન સાથેના દશ્યો અને સુપરસ્ટાર સાથે જોડાણ વિશે બોલતાં આસીફ શેખ કરે છે, સલમાન અને મારા સંબંધે છેલ્લાં ૨૮ વર્ષ જૂનાં છે. અમે દિવસમાં કામ કરતા અને રાત્રે પાર્ટી કરતા, એવી અમારી વચ્ચે મૈત્રી હતી. ભાભીજી ઘર પર હૈના આ ચોક્કસ દશ્ય માટે પણ અમને સ્ક્રિપ્ટની જરૂર નહીં પડી. દર્શકોને અમારી વચ્ચે ઉત્સ્ફૂર્ત ચર્ચા જોવા મળશે, જે ઈન્ટરવ્યુના રૂપમાં છે. મને ખુશી છે કે ફિલ્મ ભારત માટે અમે એકત્ર આવ્યા અને મને આશા છે દર્શકો હંમેશની જેમ પ્રેમ વરસાવશે.
દર્શકોઆ રોમાંચક અને પેટ પકડાવીને હસાવનારા એપિસોડ માટે તૈયાર રહેજો, કારણ કે તે પૈસા વસૂલ એન્ટરટેઈનમેન્ટ બની રહેશે.