નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીમાં કારમી હાર અને આ હાર માટેની નૈતિક જવાબદારી સ્વીકારી લઇને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આપેલા રાજીનામા પર સસ્પેન્સ વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ આજે મોટો નિર્ણય કર્યો હતો. કોંગ્રેસ પાર્ટીમાં કારમી હાર બાદ દેશના જુદા જુદા રાજ્યોમાં ભારે હતાશા દેખાઇ રહી છે. કોંગ્રેસ પાર્ટીમાં રાજીનામાનો દોર જારી છે. આવી વિકટ સ્થિતીમાં હવે કોંગ્રેસ પાર્ટીએ તમામ પ્રવકતાઓને ટીવી ડિબેટમાં ભાગ ન લેવાનો આદેશ કર્યો છે. એક મહિના સુધી ટીવી ડિબેટમાં કોંગ્રેસના પ્રવકતા હવે દેખાશે નહીં. કોંગ્રેસના પ્રવકતા અને મિડિયા ઇન્ચાર્જ રણદીપ સુરજેવાલા દ્વારા આ મુજબની વાત કરવામાં આવી છે. સુરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યુ છે કે કોંગ્રેસે એક મહિના સુધી ટીવી પર થનાર ડિબેટમાં પોતાના પ્રવકતાને ન મોકલવાનો નિર્ણય કર્યો છે.
તમામ મિડિયા ચેનલ અને એડિટરોને પણ અપીલ કરવામા આવી છે કે કોંગ્રેસના પ્રતિનિધીઓને હાલમાં સામેલ ન કરે. એમ માનવામાં આવે છે કે કોંગ્રેસને લાગે છે કે હાલમાં ચૂંટણી યોજાઇ છે. દેશના લોકોના મુડ મોદી સાથે છે. જેથી તરત જ મોદીનો વિરોધ કરવાની બાબત યોગ્ય રહેશે નહીં. આના કારણે પ્રજામાં સારા સંદેશ જશે નહીં. બીજી બાજુ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જે રીતે રાજીનામુ આપી દેવાની ઓફર કરી છે તેને જાતા તેમને મનાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. આવી સ્થિતીમાં પ્રવકતા માટે આવા પ્રશ્નોના જવાબ આપવા માટે મુશ્કેલ થાય છે. કોંગ્રેસની અંદર હાલમાં ભારે ઉથલપાથલનો માહોલ છે.લોકસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ કોંગ્રેસ પાર્ટી અભૂતપૂર્વ સંકટનો સામનો કરી રહી છે.
રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસ છાવણીમાં વ્યાપક અસંતોષની સ્થિતિ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટકમાં મોદીની સુનામીના લીધે કોંગ્રેસ પાર્ટીમાં હાહાકાર છે. કોંગ્રેસ પાર્ટીના સુપડા સાફ થઇ ગયા છે. કોંગ્રેસ પાર્ટીને ચૂંટણીમાં માત્ર ૫૫ સીટ મળી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીને ૩૦૩ સીટો મળી ગઇ છે. કોંગ્રેસ પાર્ટીમાં રાજીનામાનો દોર જારી છે.આસામથી લઇને પંજાબ અને મધ્યપ્રદેશથી લઇને રાજસ્થાન સુધીના દિગ્ગજ નેતા હોદ્દા ઉપરથી રાજીનામુ આપવાની ઇચ્છા વ્યક્ત કરી ચુક્યા છે. આ દિગ્ગજા કોંગ્રેસ પ્રમુખને રાજીનામા મોકલી ચુક્યા છે. રાહુલે કોંગ્રેસના બે વરિષ્ટ નેતાઓને મળીને પોતાના રિપ્લેશમેન્ટને શોધી કાઢવા માટે પણ કહી દેવામાં આવ્યું છે. હજુ સુધી ૧૩ મોટા નેતાઓના રાજીનામાની ઓફર થઇ ચુકી છે. કોંગ્રેસ અધ્યક્ષના રસ્તા ઉપર ચાલીને આ મોટા નેતાઓએ રાજીનામાની ઓફર કરી છે. મહારાષ્ટ્રમાં પાર્ટીના પ્રભારી અશોક ચવાણે પણ લોકસભાની ચૂંટણીના આગલા દિવસે જ રાજીનામુ આપવાની વાત કરી હતી. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ સુનિલ જાખર, ઝારખંડ કોંગ્રેસના વડા અજયકુમાર અને આસામ કોંગ્રેસના અધ્યક્ષ રિપુન બોરા રાજીનામાની ઓફર કરી ચુક્યા છે.
આ લોકોએ કોંગ્રેસ અધ્યક્ષને રાજીનામુ આપી ચુક્યા છે. જાખડને ગુરદાસપુર પેટાચૂંટણીમાં જીત મળી હતી પરંતુ આ વખતે તેઓ સની દેઓલ સામે હારી ગયા છે. આ પહેલા રાજ બબ્બર અને કલમનાથે પણ નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામાની ઓફરકરી દીધી છે. ઝારખંડ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજયકુમાર અને આસામ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રિપુન બોરાએ પણ નિરાશાજનક દેખાવ બાદ પોતાના રાજીનામા કોંગ્રેસ પ્રમુખને મોકલી દીધા છે. આ ઉપરાંત અન્ય ક્ષેત્રોમા પણ પાર્ટીના જુદા જુદા હોદ્દા ઉપરથી કોંગ્રેસ નેતાઓએ નિરાશાજનક દેખાવના કારણે તેમના રાજીનામા મોકલી દીધા છે. ઉત્તરપ્રદેશ કોંગ્રેસ વડા રાજ બબ્બર, ઓરિસ્સા કોંગ્રસના અધ્યક્ષ નિરંજન પટનાયક, મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા અશોક ચવાણ રાજીનામાની ઓફર કરી ચુક્યા છે.કારમી હાર થયા બાદ કોંગ્રેસ પાર્ટી માટે અસ્તિત્વની લડાઈ ઉભી થઇ ગઇ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે વાતચીત કરી છે.
પાર્ટીના નેતા કેસી વેણુગોપાલ અને અહેમદ પટેલ સાથે વાત કરી હતી. કોંગ્રેસની ખરાબ હાલતનો અંદાજ આ બાબતથી લગાવી શકાય છે કે કોંગ્રેસનુ ૧૯ જેટલા રાજ્યોમાં તો ખાતુ પણ ખોલાયુ નથી.