નવી દિલ્હી : લોકસભાની ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતના ડિવાઇડર ઇન ચીફ તરીકે ગણાવીને ભારે ખળભળાટ મચાવનાર ટાઈમ મેગેઝિને પણ હવે જારદાર ગુલાંટ મારી દીધી છે. ચૂંટણી પરિણામ આવ્યા બાદ પોતાનું નિવેદન બદલી કાઢ્યું છે. ચૂંટણી પહેલા મોદીને મુખ્ય વિભાજનકારી તરીકે ગણાવનાર ટાઈમ મેગેઝિને હવે તેમના પર એક લેખ પ્રકાશિત કર્યું છે. ૨૮મી મેના દિવસે ટાઈમની વેબસાઇટ ઉપર લેખમાં બિલકુલ અલગ જણાવવામાં આવ્યું છે જેમાં ટાઇટલ મોદી હેઝ યુનાઇટેડ ઇન્ડિયા લાઇક નો પ્રાઈમ મિનિસ્ટર ઇન ડેકેડનો સમાવેશ થાય છે.
એટલે કે આમા કહેવામાં આવ્યું છે કે, મોદીએ ભારતને એક સુત્રમાં બાંધવામાં ચાવીરુપ ભૂમિકા અદા કરી છે. દશકો સુધી અન્ય કોઇ વડાપ્રધાને આવી ભૂમિકા અદા કરી નથી. મનોજ લડવા દ્વારા આ લેખ લખવામાં આવ્યો છે. મનોજે ૨૦૧૪ની લોકસભા ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદી ફોર પીએમ અભિયાન ચલાવ્યું હતું. લેખમાં લખવામાં આવ્યું છે કે, મોદી સામાજિકરુપથી પ્રગતિશીલ નીતિઓના તમામ ભારતીયોને જેમાં હિન્દુ અને ધાર્મિક લઘુમતિ સામેલ છે તેમને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે.