લંડન : જેની ઉત્સુકતાપૂર્વક કરોડો ક્રિકેટ ચાહકો રાહ જાઇ રહ્યા છે તે વર્લ્ડ કપ ૨૦૧૯ મહાસંગ્રામની આવતીકાલથી રોમાંચક શરૂઆત થઇ રહી છે. વર્લ્ડ કપ ૨૦૧૯ના પ્રથમ દિવસે યજમાન ઇંગ્લેન્ડની દક્ષિણ આફ્રિકા સામે ટક્કર થનાર છે. ક્રિકેટ વર્લ્ડ કપનુ ઇંગ્લેન્ડમાં પાંચમી વખત આયોજન કરવામાં આવ્યુ છે. વર્લ્ડ કપ ક્રિકેટની પ્રથમ મેચ આવતીકાલે ઓવલ મેદાન ખાતે રમાશે. જ્યારે ફાઇનલ મેચ લોર્ડસના ઐતિહાસિક મેદાન ખાતે ૧૪મી જુલાઇના દિવસે રમાશે.વર્લ્ડ કપ હાઇલાઇટ્સ નીચે મુજબ છે
સૌથી વધારે રન : સચિન તેન્ડુલકર ( ૨૨૭૮)
હાઇએસ્ટ એવરેજ : એબી ડિવિલિયર્સ ( ૬૩.૫૨)
હાઇએસ્ટ સ્કોર : માર્ટિન ગુપ્ટિલ (૨૩૭)
હાઇએસ્ટ પાર્ટનરશીપ : ગેઇલ-સેમ્યુઅલ (૩૭૨)
ટુર્નામેન્ટમાં સૌથી વધારે રન : સચિન તેન્ડુલકર ( ૬૭૩, ૨૦૦૩)
સૌથી વધારે સદી : સચિન તેન્ડુલકર ( છ)
સૌથી વધારે વિકેટ : ગ્લેન મેકગ્રાથ ( ૭૧ વિકેટ)
લોએસ્ટ એવરેજ: ગ્લેન મેકગ્રાથ (૧૮.૧૯)
બેસ્ટ સ્ટ્રાઇક રેટ : લાસિત માલિન્ગા ( ૨૩.૮)
બેસ્ટ ઇકોનોમિ: એન્ડી રોબર્ટસ ( ૩.૨૪)
સર્વશ્રેષ્ઠ બોલિંગ : ગ્લેન મેકગ્રાથ ( ૧૫ રનમાં સાત વિકેટ)
એક ટુર્નામેન્ટમાં વધારે વિકેટ: ગ્લેન મેકગ્રાથ ( ૨૬ વિકેટે ૨૦૦૭માં)
સૌથી વધારે વિકેટ (વિકેટ કિપર) : કુમાર સંગાકારા ( ૫૪ શિકાર)
સૌથી વધારે કેચ (ફિલ્ડર) : રિકી પોન્ટિંગ ( ૨૮ કેચ)
હાઇએસ્ટ સ્કોર : ઓસ્ટ્રેલિયા ( ૪૧૭, અફઘાનિસ્તાન સામે)
ઓએસ્ટ સ્કોર : કેનેડા (શ્રીલંકા સામે ૩૬)
હાઇએસ્ટ જીત ટકાવારી : ઓસ્ટ્રેલિયા ( ૭૪ ટકા) ૮૪ મેચમાં ૬૨માં જીત
સૌથી વધારે સતત જીત : ઓસ્ટ્રેલિયા ( ૨૭ મેચો)
સતત ટુર્નામેન્ટ જીત : ઓસ્ટ્રેલિયા