લંડન : વર્લ્ડ કપ ૨૦૧૯ની આવતીકાલથી શરૂઆત થઇ રહી છે. વર્લ્ડકપ ક્રિકેટમાં સૌથી ઓછા જુમલાનો રેકોર્ડ કેનેડાના નામ ઉપર છે. કેનેડાની ટીમ ૨૦૦૩ના વર્લ્ડકપમાં શ્રીલંકા સામે માત્ર ૩૬ રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. જ્યારે ૨૦૦૩માં જ નામ્બિયાની ટીમ ઓસ્ટ્રેલિયા સામે માત્ર ૪૫ રન કરી શકી હતી. મોટી ટીમો સામે ઓછી મેચો રમી રહેલી ટીમો સસ્તામાં આઉટ થવાના ઘણા દાખલા છે. બીજી બાજુ જંગી જુમલાની વાત કરવામાં આવે તો મજબૂત ટીમો જ આ રેકોર્ડ ધરાવે છે.
ભારતે વર્લ્ડકપમાં હજુ સુધી સૌથી જંગી જુમલાનો રેકોર્ડ કર્યો છે. ૨૦૦૭ના વર્લ્ડકપમાં ભારતે પોર્ટ ઓફ સ્પેન ખાતે બર્મુન્ડા સામે પાંચ વિકેટે ૪૧૩ રન કર્યા હતા જ્યારે ૧૯૯૬ના વર્લ્ડકપમાં કેન્યા સામે શ્રીલંકાએ કેન્ડીમાં પાંચ વિકેટે ૩૯૮ રન બનાવ્યા હતા. ભારતે વર્લ્ડકપ ક્રિકેટમાં ત્રણ વખત ૩૫૦થી વધુનો જુમલો ખડક્યો છે. વર્લ્ડકપ ક્રિકેટમાં સૌથી ઓછા જુમલા અને સૌથી જંગી જુમલાના રેકોર્ડ નીચે મુજબ છે.
વર્લ્ડકપમાં સૌથી ઓછો જુમલો
સ્કોર | ટીમ | હરીફ | સ્થળ | વર્ષ |
૩૬ | કેનેડા | શ્રીલંકા | પાર્લ | ૨૦૦૩ |
૪૫ | નામ્બિયા | ઓસ્ટ્રેલિયા | પોચેસ્ટુમ | ૨૦૦૩ |
૪૫ | કેનેડા | ઇંગ્લેન્ડ | માન્ચેસ્ટર | ૧૯૭૯ |
૫૮ | બાંગ્લાદેશ | વિન્ડિઝ | ઢાકા | ૨૦૧૧ |
૬૮ | સ્કોટલેન્ડ | વિન્ડિઝ | લિસેસ્ટર | ૧૯૯૯ |
વર્લ્ડકપમાં સૌથી વધુ જુમલો
૪૧૩-૫ | ભારત | બર્મુન્ડા | પોર્ટ ઓફ સ્પેન | ૨૦૦૭ |
૩૯૮-૫ | શ્રીલંકા | કેન્યા | કેન્ડી | ૧૯૯૬ |
૩૭૭-૬ | ઓસ્ટ્રેલિયા | દક્ષિણ આફ્રિકા | બાસેતેરે | ૨૦૦૭ |
૩૭૩-૬ | ભારત | શ્રીલંકા | ટોન્ટન | ૧૯૯૯ |
૩૭૦-૪ | ભારત | બાંગ્લાદેશ | ઢાકા | ૨૦૧૧ |