નરેન્દ્ર મોદી ગુરૂવારના દિવસે જ્યારે દેશના વડાપ્રધાન તરીકે ફરીવાર શપથ લેશે ત્યારે પાકિસ્તાનને બાદ કરતા તમામ પડોશી દેશોના વડા હાજર રહેનાર છે. પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનને શપથવિધીમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યુ નથી. ઇમરાનને આમંત્રણ ન આપીને નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે. જે રાજદ્ધારી રીતે ખુબ યોગ્ય અને કઠોર નિર્ણય હોવાનુ જાણકાર લોકો કહી રહ્યા છે. પુલવામા ખાતે ફેબ્રુઆરી મહિનામાં પાકિસ્તાની ત્રાસવાદીઓએ સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવીને આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો.જેમાં ૪૦ જવાન શહીદ થયા હતા.
આ હુમલા બાદ દેશમાં નારાજગીના જોરદાર દોર વચ્ચે ભારતે પાકિસ્તાનમાં ઘુસીને ત્રાસવાદીઓના અડ્ડા પર હવાઇ હુમલા કર્યા હતા. ત્રાસવાદીઓના અડ્ડા પર ખતરનાક બોંબ ઝીંકીને સેંકડો ત્રાસવાદીઓનો ખાતમો કરવામા ંઆવ્યો હતો. ત્યારબાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો વિસ્ફોટક બનેલા છે. સંબંધો વિસ્ફોટક રહ્યા છે ત્યારે ભારતમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી દરમિયાન મોદીએ પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં વાપસી કરી લીધી છે. હવે પડોશી દેશો સાથે ભારતના સંબંધો અને વિદેશ નિતી પર ચર્ચાછે. વિદેશ નીતિ મોરચે એવા સંકેત મળી રહ્યા છે કે પાકિસ્તાન પ્રત્યે મોદી બીજી ઇનિગ્સમાં વધારે કઠોર વલણ અપનાવનાર છે. જેના સંકેત મળવા લાગી ગયા છે. કારણ કે ગુરૂવારના દિવસે જ્યારે મોદી દેશના વડાપ્રધાન તરીકે શપથ લેશે ત્યારે તમામ પડોશી દેશોના વડા હાજર રહેશે પરંતુ પાકિસ્તાની વડા ગેરહાજર રહેશે. પાકિસ્તાનને આ નિર્ણય મારફતે મોદીએ કઠોર સંદેશો આપી દીધો છે.
મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને આમંત્રણ ન આપીને સાબિતી આપી દીધી છે કે ભારત આ પડોશી દેશને અલગ કરી દેવા માટે ઇચ્છુક છે. મોદીએ પાકિસ્તાનને શપથવિધીથી દુર રાખીને વિશ્વ અને પાકિસ્તાનને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. મોદીએ ખુબ વિચાર કરીને આવખતે બિમ્સટેક દેશોને આમંત્રણ આપ્યુ છે. આ બિમ્સટેક દેશોમાં ભારત ઉપરાંત, મ્યાનમાર, બાંગ્લાદેશ, શ્રીલંકા, થાઇલેન્ડ, નેપાળ, ભુટાણનો સમાવેશ થાય છે. તમામ જાણકાર લોકો કહી રહ્યા છે કે ભારતે બિલકુલ યોગ્ય રાજદ્ધારી પગલુ લીધુ છે. પાકિસ્તાનને બાદ કરતા સાર્ક દેશોને બોલાવવા કરતા બિમ્સટેક દેશોને આમંત્રણ વધારે સારા વિકલ્પ તરીકે છે. પાકિસ્તાન ઉપરાંત માલદીવ અને અફઘાનિસ્તાનને પણ આમંત્રણ આપવામાં આવ્યુ નથી. જે સાર્ક દેશોના સભ્ય છે. જા કે આશ્ચર્યજનક બાબત એ છે કે બીજા અવધિમાં દેશના વડાપ્રધાન તરીકે તેમની પ્રથમ વિદેશ યાત્રા માલદીવની રહેનાર છે. જા કે અફઘાનિસ્તાનની સાથે તો ભારતના સંબંધ પહેલા કરતા ખુબ સારા છે. કેટલાક લોકો પ્રશ્ન કરે છે કે બિમ્સટેક દેશો કેમ મહત્વપૂર્ણ છે. જા કે આના જવાબમાં લોકો કહી શકે છે કે આ દેશોનુ ખુબ મહત્વ છે. બિમ્સટેકની મુખ્ય ઓફિસ ઢાકામાં છે. એમ માનવામા આવે છે કે ભારત બિમ્સટેક દેશોને સાર્ક દેશો કરતા વધારે મહત્વ આપવા માટે ઇચ્છુક છે.
કારણ કે તેમાં પાકિસ્તાન સામેલ નથી. વર્ષ ૨૦૧૬માં ઉરીમાં હુમલો કરવામાં આવ્યો ત્યારે ભારતે સાર્કમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો હતો. આ બેઠક આખરે રદ કરી દેવામાં આવી હતી. ભારત બિમ્સટેકને સાર્ક કરતા વધારે વિકસિત કરવાની યોજના ધરાવે છે. મોદીની શપથવિધી માટે બિમ્સટેક દેશોના વડાઓને બોલાવવામા આવ્યા છે ત્યારે આને મજબુત કરવામાં આવશે તેને વેગ મળે છે. હાલની સ્થિતીમાં બન્ને દેશો વચ્ચે જયારે આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા પર વિસ્ફોટક સ્થિતી છે ત્યારે માહોલ સુધરવાની તક તો નહીંવત દેખાઇ રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ કોઇ પણ સમય સુધરી શકશે કે કેમ તે બાબત પર જવાબ આપવાની સ્થિતીમાં કોઇ નથી.વિતેલા વર્ષોમાં પણ આ પ્રકારની વાતચીત થઇ છે જે તમામ ફ્લોપ સાબિત થઇ છે. આવી ગુપ્ત વાતચીતના અગાઉના કોઇ પરિણામ સારા રહ્યા ન હતા. જેથી આ વખતે કોઇ વધારે આશા રાખવાની બાબત યોગ્ય રહેશે નહી.
વાસ્તવિકતા એ છે કે દુનિયાના કોઇ પણ દેશ પારસ્પરિક સંઘર્ષના મુદ્દા પર નરમ વલણ અપનાવવા માટે તૈયાર થતા નથી. સત્તામાં જે પણ હોય છે તે બીજા દેશ સાથે નરમ વલણ અપનાવતા નથી. આ બાબ એટલા માટે હોય છે કે તેમને દેશદ્રોહી હોવાની છાપ ઉભી થશે તેવી દહેશત હોય છે. જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશરેખા પર પાકિસ્તાન તરફથી અવિરત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે.