લોકસભાની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુનામી વચ્ચે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએ દ્વારા તમામ વિરોધ પક્ષોના સુપડા સાફ કરી દેવામાં આવ્યા છે. મોદી ધડાકા સાથે અને વર્ષ ૨૦૧૪ કરતા પણ વધારે પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં આવી ગયા છે. આવી સ્થિતીમાં તેમની પાસેથી ત્રાસવાદના મોરચા પર વધારે કઠોર અને નિર્ણાયક કાર્યવાહીની અપેક્ષા લોકો રાખી રહ્યા છે.
કાશ્મીરની સાથે સાથે અન્યક્ષ હિંસા પર બ્રેક મુકવા મોદી ખુબ આક્રમક વલણ અપનાવી શકે છે. મોદી સરકારની પ્રથમ અવધિ દરમિયાન બે વખત પાકિસ્તાનમાં ઘુસીને ત્રાસવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો હતો. મોદી સરકારની આ કાર્યવાહીના કારણે જ ત્રાસવાદના મોરચા પર મોદી સૌથી શક્તિશાળી નેતા તરીકે ઉભરી આવ્યા છે. તેમને લોકો પસંદ કરી રહ્યા છે. બીજી અવધિમાં એવી અપે૭ા પણ રાખી રહ્યા છે કે વધારે નિર્ણાયક કાર્યવાહી ત્રાસવાદીઓની સામે કરવામાં આવશે અને શાંતિ સ્થાપિત થઇ શકશે. તેમના શાસનકાળમાં પ્રથમ અવધિમાં દેશમાં કોઇ જગ્યાએ હુમલા કે બ્લાસ્ટ કરવામાં આવ્યા ન હતા.
જેથી લોકો અપેક્ષા રાખી રહ્યા છે કે તેમની બીજી અવધિમાં ત્રાસવાદને કચડી નાંખવા વધારે પગલા લેવાશે. જા કે ત્રાસવાદી હિંસાનો અંત લાવવા માટેની બાબત આજે પણ પડકારરૂપ છે. હાલના સમયમાં સેનાને ત્રાસવાદીઓનો ખાતમો કરવા માટે હવે છુટોદોર મળેલો છે. જા કે ત્રાસવાદનો ખાતમો કરવાની બાબત પડકારરૂપ છે. કારણ કે સ્થાનિક લોકોમાં ત્રાસવાદીઓ છુપાયેલા છે અને સ્થાનિક લોકો તેમજ કટ્ટરપંથીઓ ટેકો આપી રહ્યા છે. રાજ્યમાં શાંતિ સ્થાપિત કરવા માટે ત્રાસવાદીઓ સામે નિર્ણાયક કાર્યવાહી કરવા માટેનો સમય હવે આવી ગયો છે. કારણ કે વારંવારના હુમલા અને સતત ઉશ્કેરણીજનક કૃત્યો પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાન સમર્થિત ત્રાસવાદીઓ દ્વારા જારી રાખવામાં આવ્યા છે. આટલામાં ઓછુ હોય તેમ હવે પાકિસ્તાને ભારતમાં અનેક હુમલા માટે જવાબદાર રહેલા કુખ્યાત હાફિઝ સઇદ અને મસુદ અઝહરની સામે દાખલારૂપ કાર્યવાહી કરી નથી.સંયુક્ત રાષ્ટ્રે મસુદને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કર્યો હોવા છતાં પાકિસ્તાન ઉદાસીનતા સાથે પગલા લઇ રહ્યુ છે. પાકિસ્તાન દશકોથી આ પ્રકારના વલણના કારણે આજે વૈશ્વિક ત્રાસવાદીઓ માટે મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી ચુક્યુ છે અને દુનિયાભરના મોટા ત્રાસવાદીઓ અને આતંકવાદીઓ પાકિસ્તાનમાં છુપાયેલા છે. જંગી ઇનામ ધરાવનાર ત્રાસવાદીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. ભારત અને અમેરિકા દ્વારા આપવામાં આવેલા પુરાવા તરફ પણ ધ્યાન આપવામાં આવી રહ્યુ નથી. પાકિસ્તાનના નિવેદન અને હાલના વર્ષોમાં ચીનના વલણને જાતા એક બાબત સ્પષ્ટ છે કે ભારતને હવે વધારે એલર્ટ રહેવાની તાકીદની જરૂર છે. કારણ કે ચીન જેવા દેશો પણ ત્રાસવાદના મામલે નિષ્પક્ષ રહ્યા નથી. જેનો દાખલો મસુદ મુદ્દે જાવા મળી ચુક્યો છે.
ભારત સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર એકલુ પાડી દેવામાં સફળ રહી છે. ખાસ કરીને સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન દુનિયામાં ખુલ્લુ પડી ગયુ છે. તેની તાકાત પણ વિશ્વમાં ખુલી પડી કઇ છે. પરંતુ હજુ કેટલાક પગલા લેવાની જરૂર દેખાઇ રહી છે. પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓના કેમ્પ ચાલી રહ્યા છે. ભારતમાં વારંવાર થતા હુમલાને રોકવા માટે વધારે એલર્ટ થવાની જરૂર દેખાઇ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી હુમલા થતા રહ્યા છે. મોદી સરકારની પ્રથમ અવધિ દરમિયાન ભારતે સર્જિકલ હુમલા અને એર સ્ટ્રાઇક કરીને ખળભળાટ મચાવી દીધો હતો. વૈશ્વિક સ્તર પર ભારતે તેની તાકાતનો પરિચય આપ્યો હતો. આવી કાર્યવાહી કરવામાં ખચકાટ અનુભવ કરવાની કોઇ જરૂર નથી. પોતાના દેશમાં હુમલાને રોકવા અને લોકોને સુરક્ષિત રાખવાની તમામ દેશને સત્તા છે. ત્રાસવાદીઓ સામે ચોક્કસપણે નિર્ણાયક કાર્યવાહી થઇ શકે છે. જ્યાં સુધી ત્રાસવાદીઓ અને તેમના આકાઓને યોગ્ય બોધપાઠ ભણાવવામાં આવશે નહી ત્યાં સુધી ભારતમાં હુમલા જારી રહેશે. આ ઉપરાંત સરહદી વિસ્તારમાં સર્વોચ્ચ તકેદારી વધારી દેવાની જરૂર છે.
આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવા માટે એલઓસી ઉપર વધારે વ્યૂહાત્મક તૈયારી રાખવાની સાથે સાથે કવર્ટ ઓપરેશનની જરૂરિયાત પણ દેખાઈ રહી છે. પાકિસ્તાન સામે હવે વધુ કઠોરતાપૂર્વકની કાર્યવાહીની જરૂર દેખાઈ રહી છે. ગંભીરતાપૂર્વક આગળ વધીને ત્રાસવાદીઓને ખતમ કરવાની માંગ ઉઠી રહી છે. ત્રાસવાદીઓ હુમલો કરે ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવે તેવી વ્યૂહરચનાના બદલ આતંકવાદીઓ હુમલો કરે તે પહેલા જ તેમને ખતમ કરવાની જરૂરિયાત દેખાઈ રહી છે. અંકુશરેખા ઉપર પ્રભુત્વ મેળવવા માટે હુમલાની પણ જરૂરિયાત દેખાતી નથી. અંકુશરેખા નજીક સેનાના કેમ્પો અને એરબેઝ નજીક વ્યવસ્થા મજબૂત કરવી જોઇએ.