લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર થયા બાદ હવે રાજકીય પંડિતોમાં આ પાર્ટીનુ ભવિષ્ય શુ રહેશે તેને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે. જે આક્રમક ઇરાદા સાથે દેશની રાજનીતિમાં મોદી અને અમિત શાહ આગળ વધ્યા છે તેના કારણે કોંગ્રેસનો ગ્રાફ સતત ઘટી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટીને નવેસરથી કામ કરવાની જરૂર દેખાઇ રહી છે.હવે નહેરુ-ગાંધી બ્રાન્ડની બોલબાલા નથી. જેથી આના આધાર પર આગળ વધી શકાશે નહીં. ઇતિહાસ અને ભારતીય રાજનીતિમાં કોંગ્રેસની સ્થિતી પર નજર કરવામાં આવે તો જાણી શકાય છે કે ૧૦૦ વર્ષ પહેલા વર્ષ ૧૯૧૯માં મોતીલાલ નહેરુ પાર્ટીના અધ્યક્ષ બન્યા હતા.
તેઓ નહેરુ ગાંધી પરિવારના પ્રથમ નેતા હતા. ત્યારબાદ આ પરિવારમાંથી જવાહર લાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને હવે રાહુલ ગાંધી પાર્ટી પ્રમુખ બન્યાછે. સ્વતંત્રતા બાદ ૭૨ વર્ષના ઇતિહાસ પર નજર કરવામાં આવે તો આશરે ૪૪ વર્ષ સુધી કોંગ્રેસમાં અધ્યક્ષ પદ નહેરુ ગાંધી પરિવારની પાસે રહ્યુ છે. આ ૭૨ વર્ષમાં ૩૮ વર્ષ સુધી વડાપ્રધાન પદ પણ આ જ પરિવારના સભ્યો પાસે રહ્યુ છે. આટલા વર્ષો સુધી પરિવારની પાસે પીએમ પદ અને પાર્ટી અધ્યક્ષ તરીકેની સત્તા રહી હોવા છતાં પાર્ટીની હાલત આજે ખરાબ કેમ છે તેની ચર્ચા જાવા મળી રહી છે.કોંગ્રેસ પાર્ટીના ઇતિહાસ પર નજર કરવામાં આવે તો મોતીલાલ નહેરુ પ્રથમ વખત ૧૯૧૯માં કોંગ્રેસના અધ્યક્ષ તરીકે બન્યા હતા. બે વર્ષ સુધી તેઓ પાર્ટી અધ્યક્ષ તરીકે રહ્યા હતા. ત્યારબાદ જવાહર લાલ નહેરુ વર્ષ ૧૯૨૯માં પ્રથમ વખત પાર્ટી અધ્યક્ષ બન્યા હતા.
નહેરુ આઠ વર્ષ સુધી પાર્ટી અધ્યક્ષ તરીકે રહ્યા હતા. જવાહર લાલ નહેરુ એકમાત્ર એવા કોંગ્રેસી પ્રમુખ હતા તે સ્વતંત્રા પહેલા અને સ્વતંત્રતા બાદ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ તરીકે રહ્યા હતા. નહેરુએ ગણિતના હિસાબથી કોંગ્રેસને પહેલી લોકસભા ચૂંટણીમાં જીત અપાવી હતી. નહેરુ બાદ વર્ષ ૧૯૫૯માં ઇન્દિરા ગાંધી પ્રથમ વખત કોંગ્રેસ પ્રમુખ બન્યા હતા. તેઓ સાત વર્ષ સુધી પાર્ટી અધ્યક્ષ તરીકે રહ્યા હતા. સ્વતંત્રતા બાદ કોંગ્રેસના ઇતિહાસમાં સૌથી વધારે કરિશ્માવાળા નેતા તરીકે ઇન્દિરા ગાંધીને ગણવામાં આવે છે. ઇન્દિરા ગાંધીએ ૧૯૮૦માં ચૂંટણીમાં કોંગ્રેસને જીત અપાવવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. ઇન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવ્યા બાદ એકાએક પાર્ટીની જવાબદારી તેમના પુત્ર રાજીવ ગાંધી પર આવી ગઇ હતી.
રાજીવ ગાંધી વર્ષ ૧૯૮૫માં પ્રથમ વખત પાર્ટીના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ છ વર્ષ સુધી રાજીવ ગાંધી પાર્ટી અધ્યક્ષ તરીકે રહ્યા હતા. રાજીવ ગાંધી ૧૯૮૫થી વર્ષ ૧૯૯૧ સુધી પાર્ટી અધ્યક્ષ તરીકે રહ્યા હતા. વર્ષ ૧૯૮૪થી ૧૯૮૯ સુધી તેઓ દેશના વડાપ્રધાન તરીકે પણ રહ્યા હતા. રાજીવ ગાંધીના નેતૃત્વમાં ૧૯૮૯માં કોગ્રેસ પાર્ટી ચૂંટણી હારી ગઇ હતી. ત્યારબાદ કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજીવ ગાંધીના પÂત્ન સોનિયા ગાંધીને વર્ષ ૧૯૯૮માં પાર્ટી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. સોનિયા ગાંધી સૌથી લાંબા સમય સુધી પાર્ટી પ્રમુખ તરીકે રહ્યા હતા. સોનિયા ગાંધી ૧૯ વર્ષ સુધી પાર્ટી અધ્યક્ષ તરીકે રહ્યા બાદ થોડાક સમય પહેલા તેમના પુત્ર રાહુલ ગાંધીને પાર્ટી પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી. સોનિયા ગાંધીના નેતૃત્વમાં ૨૦૦૪ અને ૨૦૦૯માં કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ સરકાર બની હતી. જ્યારે ૧૯૯૯ અને ૨૦૧૪ની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી હારી ગઇ હતી.
વર્ષ ૨૦૧૭માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધીને પાર્ટી પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવ્યા બાદ રાહુલે પણ તમામ તાકાત પાર્ટીને મજબુત કરવામાં લગાવી છે. જા કે તેમને સફળતા મળી રહી નથી. રાહુલ ગાંધી બે વર્ષથી પાર્ટી પ્રમુખ તરીકે છે. તેમના નેતૃત્વમાં ત્રણ હિન્દી પટ્ટાના રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટીએ સત્તા હાંસલ કરી હતી. પંજાબમાં પણ પાર્ટીએ સારો દેખાવ કર્યો છે. કર્ણાટક અને ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી દરમિયાન પાર્ટીએ શાનદાર વાપસી કરી હતી. જા કે લોકસભાની ચૂંટણીમાં સતત બીજી વખત કોંગ્રેસની કારમી હાર થઇ છે.