લોકસભાની ચૂંટણીમાં અતિ કારમી હાર થયા બાદ દેશની સૌથી જુની અને પ્રતિષ્ઠિત પાર્ટી કોંગ્રેસને લઇને સામાન્ય લોકોમાં નવી ચર્ચા છેડાઇ ગઇ છે. કોંગ્રેસ પાર્ટી પતન તરફ વધી રહી છે કે કેમ તેની પણ ચર્ચા છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં જે રીતે મોદી સુનામી વચ્ચે કોંગ્રેસની કફોડી હાલત થઇ છે તેને જોતા એવી ચર્ચા છે કે કોંગ્રેસ પાર્ટી હવે મર્યાદિત બની ગઇ છે અને એક પ્રાદેશિક સ્તર સુધી તેની તાકાત હવે જાવા મળી રહી છે. લોકસભા ચૂંટણીમાં હાર બાદ ૧૩૪ વર્ષ જુની કોંગ્રેસ પાર્ટી ફરી એકવાર બે રસ્તા પર છે. હવે કોંગ્રેસને સમજી લેવાની જરૂર છે કે માત્ર નહેરુ-ગાંધી પરિવારનુ નામ જ તેમની નૌકાને પાર કરી શકશે નહીં. આત્મચિંતનની સાથે સાથે મોટા અને કઠોર નિર્ણય પણ લેવા પડશે.
પાર્ટીમાં બોજ બની ગયેલા નેતાઓને બહાર કરવુ પડે તો પણ કરવાથી ખચકાટ હવે અનુભવ કરવાની સ્થિતીમાં વધારે સ્થિતી ખરાબ થઇ શકે છે. વર્ષ ૨૦૧૪માં કોંગ્રેસ પાર્ટીને મોદી લહેર વચ્ચે ૪૪ સીટો મળી હતી. જ્યારે પાંચ વર્ષ બાદ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ૫૨ સીટો મળી છે. જે સાબિત કરે છે કે કોંગ્રેસ પાર્ટીની લોકપ્રિયતા લોકોમાં કેટલી હદ સુધી ખરાબ થઇ ચુકી છે. પાર્ટીની હાલત મૃતપાય જેવી થઇ ગઇ છે.કોંગ્રેસ પાર્ટીની મત હિસ્સેદારી પણ ખુબ નીચેની સપાટી પર પહોંચી ગઇ છે. વર્ષ ૨૦૧૪માં સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી મેદાનમાં ઉતરી હતી. એ વખતે કોંગ્રેસને ૪૪ સીટો મળી હતી. તેની મતહિસ્સેદારી ૧૯.૩૦ ટકા રહી હતી. આવી જ રીતે વર્ષ ૨૦૧૯માં કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીના નેતૃત્વમાં મેદાનમાં ઉતરી હતી અને તેની મતહિસ્સેદારી ૨૩.૩૦ ટકાની આસપાસ રહી છે.
નરેન્દ્ર મોદીના કરિશ્માને પણ એક બાજુ મુકી દેવામાં આવે તો આજે કોંગ્રેસ પાર્ટી ભારતીય જનતા પાર્ટીની સામે કોઇ જગ્યાએ દેખાતી નથી. છેલ્લા ૨૧ વર્ષથી પાર્ટી અધ્યક્ષ પદ પર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો કબજા રહ્યો છે. વર્ષ ૧૯૯૮માં સોનિયા ગાંધી પાર્ટી પ્રમુખ બન્યા હતા. એ વખતે તેમની પાસે રાજનીતિનો કોઇ અનુભવ ન હતો સાથે સાથે સંગઠન કઇ રીતે ચાલે છે તે અંગે પણ કોઇ અનુભવ ન હતો. સીતારામ કેસરીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી જ્યારે વધુને વધુ કમજોર પડી રહી હતી ત્યારે સોનિયા ગાંધીને પાર્ટી પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી વર્ષ ૧૯૯૯માં ચૂંટણી હારી ગઇ હતી. પરંતુ વર્ષ ૨૦૦૪માં કોંગ્રેસ પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીને પરાજિત કરીને આઠ વર્ષ બાદ કોંગ્રેસની સત્તામાં વાપસી થઇ હતી. પાંચ વર્ષ બાદ વર્ષ ૨૦૦૯માં કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં યુપીએ સરકારની ફરી વાપસી થઇ ગઇ હતી. પરંતુ વર્ષ ૨૦૧૪માં ભારતીય જનતા પાર્ટીની જવાબદારી મોદીના હાથમાં આવી ગયા બાદ કોંગ્રેસનો ગ્રાફ સતત નીચે પહોંચી રહ્યો છે. લોકસભાની ચૂંટણીની સાથે પાર્ટીએ આંધ્રપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં પણ હારી ગઇ છે. ત્યારબાદ મહારાષ્ટ્ર અને હરિયાણા તેની હાથમાંથી નિકળી ગયા હતા. ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ, ગુજરાત, તમિળનાડુ અને ઓરિસ્સા જેવા રાજ્યો તો પહેલાથી જ તેની હાથમાંથી નિકળી ગયા છે. કોંગ્રેસ પાર્ટી આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તિસગઢ અને કર્ણાટક સુધી મર્યાદિત રહી છે.
પંજાબમાં પણ તેનુ શાસન છે. કેન્દ્રમાં મોદી સરકારને ઉખાડી ફેંકવામાં આવશે તેવો દાવો કરનાર કોંગ્રેસ પાર્ટીની હાલત સૌથી વધારે ખરાબ થઇ ગઇ છે. કોંગ્રેસ પાર્ટી હવે પાટા પર ફરી આવી શકશે કે કેમ તે પ્રશ્ન હવે થાય તે સ્વાભાવિક છે. રાહુલના કારણે પાર્ટી મતદારોમાં ગુમાવેલા વિશ્વાસને હાંસલ કરી શકશે કે કેમ તે પણ પ્રશ્ન છે. સવાલમાંથી એક સવાલ અન્ય નિકળે છે. આ પ્રશ્ન એ છે કે શુ રાહુલ ગાંધી એકલા પડી ગયા બાદ પાર્ટીને આગળ વધારી શકશે.પ્રિયંકા ગાંધીમાં એવી કેવી વિશેષતા હતી કે તેમને રાતોપાત પાર્ટીના મહાસચિવ બનાવી દેવામાં આવ્યા હતા. પ્રિયંકા ગાંધીએ ક્યારેય સંગઠન માટે કોઇ કામ કર્યુ નથી. કોંગ્રેસ પાર્ટીની કારોબારીની બેઠક ત્રણ કલાક ચાલી ચુકી છે. જેના પર કોઇને હેરાની નથી. આવુ જ થવાની શક્યતા હતી. પહેલા રાજીનામાની ઓફર અને ત્યારબાદ ફગાવી દેવાની બાબત. આટલી મોટી હાર બાદ કોંગ્રેસ ચિંતન કરે તેમાં કોઇ ખોટુ નથી પરંતુ દુનિયાને દેખાડવા માટે નહીં બલ્કે કમજારીને દુર કરવા માટે મંથન કરે તે જરૂરી છે. પાર્ટી પર બોજ બની ચુકેલા નેતાઓે ઘરના રસ્તા બતાવી દેવા પડશે. બિમારીથી મુક્તિ મેળવવા માટે કડવી દવા લેવાની જરૂર હોય છે. હવે ગાંધી-નહેરુની બ્રાન્ડ પાર્ટીની નૌકાને પાર કરી શકે તેમ નથી.