વર્લ્ડ કપ આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે હાલમાં તમામ ટીમો તેની જોરદાર તૈયારીમાં લાગેલી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ પણ જોરદાર દેખાવ કરવા માટે કમર કસી ચુકી છે. ૨૦ વર્ષના લાંબા ગાળા બાદ ફરી એકવાર ક્રિકેટના જન્મસ્થળ એવા ઇંગ્લેન્ડમાં વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે.
જો કે આ વર્લ્ડ કપની એકમાત્ર વિશેષતા તરીકે નથી. આ વખતે સૌથી સારી બાબત એ છે કે કેટલાક હદ સુધી શ્રીલંકાને બાદ કરતા તમામ ટીમો સારા ફોર્મમાં નજરે પડી રહી છે. આ ટુર્નામેન્ટમાં ફોર્મેટ પણ અલગ પ્રકારની છે. હજુ સુધી ટીમોને જુદા જુદા ગ્રુપમાં વિભાજિત કરવામાં આવતી હતી. દરેક ગ્રુપની ટીમો પહેલા પારસ્પરિક રીતે ટકરાતી હતી. ત્યારબાદ તેમના વિનર્સ વચ્ચે ટક્કર થતી હતી. જા કે આ વખતે તમામ દસ ટીમો એકબીજાની સામે રમનાર છે. એટલે કે નોકઆઉટ મેચોની શરૂઆત પહેલા દરેક ટીમને નવ નવ મેચો રમવાની બાકી રહી છે. સ્વાભાવિક છે કે વર્લ્ડ કપની મેચો આ વખતે વધારાના અનેક આકર્ષણ ધરાવે છે. વાત ભારતની કરવામાં આવે તો વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ મેદાનમાં ઉતરી રહી છે.
આ ટીમને પૂર્ણ રીતે સેટલ ટીમ તરીકે જાવામાં આવે છે. તમામ ટીમો કરતા વધારે ફેવરીટ અને સંતુલિત ટીમ પણ ભારત છે. જા કે આ વખતે આઇપીએલમાં વિરાટ કોહલીની ટીમ નિરાશાજનક દેખાવ કરીને પ્રથમ રાઉન્ડ બાદ જ ફેંકાઇ ગઇ હતી. તેના નેતૃત્વમાં બેંગલોરની ટીમ સૌથી છેલ્લા સ્થાન પર રહી હતી. જા કે આઇપીએલના ફોર્મની કોઇ અસર થશે નહીં તેમ તમામ ચાહકો માની રહ્યા છે. આ ઉપરાંત ત્રણ અન્ય સ્ટાર ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની, રોહિત શર્મા અને શિખર ધવન આ ટીમમાં છે જે દુનિયાભરમાં પોતાની કુશળતા અને તાકાત માટે ઓળખાય છે. ધોની માત્ર વિકેટકિપર તરીકે જ નહીં બલ્કે એક બેટ્સમેન તરીકે પણ ધરખમ રહ્યો છે. તેની પાસે ત્રણ વર્લ્ડ કપમાં રમવાનો પણ અનુભવ રહેલો છે. મેદાન પર કોહલીની આક્રમકતાની સાથે ધોનીના કુલ અંદાજથી નવો કમાલ થઇ શકે છે. કમજાર કડીની વાત કરવામાં આવે તો ચોથા નંબર પર બેટિંગને લઇને રહેલી છે.
આના માટે વિજય શંકર રાખવામાં આવ્યો છે જે ાઇપીએલમાં ફ્લોપ રહ્યો હતો. જો તે શરૂઆતી મેચોમાં ફોર્મ નહીં મેળવે તો તેની જગ્યાએ રાહુલને રાખવામાં આવ્યો છે. જેની નબળાઇ પણ રહેલી છે. મેનેજમેન્ટને કેટલીક બાબતોને ધ્યાનમાં લેવી પડી શકે છે. ચોથા નંબર પર બેટિંગની સમસ્યા રહેલી છે. બાકી તમામ જગ્યાએ મજબુત દેખાઇ રહી છે. બોલિંગની વાત કરવામાં આવે તો આ વખતે ભારતીય ટીમ સૌથી કુશળ દેખાઇ રહી છે. જેમાં બુમરાહ અને શમીની જોડી રહેશે. જે દુનિયાના કોઇ પણ બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકી શકે છે. ભુવનેશ્વર પણ જોરદાર બોલિંગ કરવા માટે જાણીતો રહ્યો છે. યુજવેન્દ્ર ચહેલ અને કુલદીપ યાદવ પણ કમાલ કરી શકે છે. એકંદરે ઇંગ્લેન્ડમાં ભારતીય ટીમ વધારે ધરખમ દેખાવ સાથે મેદાનમાં ઉતરી રહી છે. ભારત પર જીતનુ દબાણ વધારે છે.