ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૧૯માં લેવામાં આવેલી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનુ પરિણામ આજે સવારે ભારે ઉત્સુકતા વચ્ચે ૭૩.૨૭ ટકા જાહેર કરવામાં આવ્યુ હતુ. ૪૭૨ કેન્દ્રો અને પેટાકેન્દ્રો પરથી લેવામાં આવેલી પરીક્ષામાં ૩૫૬૮૬૯ નિયમિત ઉમેદવારો નોંધાયા હતા. જે પૈકી ૩૫૫૫૬૨ વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી. જે પૈકી આ વખતે ૨૬૦૫૦૩ વિદ્યાર્થીઓ પાસ થયા છે.આ વખતે નિયમિત ઉમેદવારોનુ પરિણામ ૭૩.૨૭ ટકા રહ્યુ છે. જ્યારે અગાઉના વર્ષમાં પાસ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે આ વખતે ૯૪૫૧૨ ઉમેદવારો નોંધાયા હતા. જે પૈકી પરીક્ષામાં ૯૧૬૮૦ વિદ્યાર્થીઓ ઉપÂસ્થત રહ્યા હતા. જે પૈકી આ વખતે ૨૫૧૪૭ ઉમેદવારો સફળ રહ્યા છે.
આજે પરીક્ષાનુ પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ સૌથી ઉંચુ પરિણામ ધરાવતુ કેન્દ્ર નવરંગપુરા (અમદાવાદ) રહ્યુ છે. જેનુ પરિણામ ૯૫.૬૬ ટકા રહ્યુ છે. આ વખતે સામાન્ય પ્રવાહમાં ૨૨૨ સ્કુલોનુ પરિણામ ૧૦૦ ટકા રહ્યુ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવેલી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ સવારે જાહેર કરી દેવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સુકતા દેખાઇ હતી. સામાન્ય પ્રવાહનુ પરિણામ આ વખતે પણ વધારે ઉંચુ રહ્યુ નથી જેથી વાલીઓમાં આને લઇને ચર્ચા જાવા મળી હતી. જા કે ગયા વર્ષ કરતા પરિણામ વધારે રહ્યુ છે. સામાન્ય પ્રવાહની વાત કરવામાં આવે તો તેમાં એવન ગ્રેડ મેળવનારની સંખ્યા ૬૧૨ રહી છે. ધોરણ ૧૨ બોર્ડની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં આ વખતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપÂસ્થત રહ્યાહતા. બોર્ડની પરીક્ષામાં આશરે સવા પાંચ લાખ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના નાયબ નિર્દેશક અવનીબા મોરીએ માહિતી આપતા કહ્યું છે કે, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
સવારે ૮ વાગ્યા બાદ ઓનલાઈન પરિણામ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખીય છે કે, ૨૧મી મેના દિવસે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-૧૦ બોર્ડ પરીક્ષાનુ પરિણામ ભારે ઉત્સુકતા વચ્ચે જાહેર કરવામાં આવ્યુ હતુ. પરિણામ ૬૬.૯૭ ટકા રહ્યુ છે. જે ગયા વર્ષ કરતા પણ ઓછુ રહ્યુ હતુ. આવી જ રીતે ગુજરાત રાજયના ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૧૯માં લેવાયેલી ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ નવમી મેના દિવસે જાહેર કરવામાં આવ્યુ હતું. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૭૧.૯૦ ટકા જાહેર કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે જાહેર કરવામાં આવેલા પરિણામ પૈકી આ વખતે ઓછું પરિણામ રહ્યું હતુ. ગયા વખતે ૭૨.૯૯ ટકા પરિણામ રહ્યું હતું. આ વખતે નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ ૭૧.૮૩ ટકા રહ્યું હતુ. જ્યારે નિયમિત વિદ્યાર્થીનીઓનું પરિણામ ૭૨.૦૧ ટકા રહ્યું હતુ.
ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના પરિણામને લઇને પહેલાથી જ બારે ઉત્સુકતા પ્રવર્તી રહી હતી. આ વખતે સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછુ પરિણામ ધરાવતુ કેન્દ્ર મોરવા રેણા (પંચમહાલ) રહ્યુ છે. જેનુ પરિણામ ૧૫.૪૩ ટકા રહ્યુ હતુ. જ્યારે વધારે પરિણામ ધરાવતા જિલ્લામાં પાટણ સૌથી આગળ છે. જેનુ પરિણામ ૮૩.૦૩ ટકા રહ્યુ છે. ઓછા પરિણામ ધરાવતા જિલ્લાની વાત કરવામાં આવે તો પંચમહાલ છે. જેનુ પરિણામ ૪૫.૮૨ ટકા રહ્યુ છે. ૨૦ ટકા પાસિંગ સ્ટાન્ડર્ડથી પાસ થનાર દિવ્યાંગ ઉમેદવારોની સંખ્યા ૭૬૭ રહી છે. આ વખતે ગેરરિતીના કેસ ૨૭૩૦ નોંધાયા હતા. પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં પરિણામને લઇને અને હવે કોલેજમાં પ્રવેશને લઇને ચર્ચા રહી હતી.