નવીદિલ્હી : મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારની સત્તામાં ફરી વાપસી થયા બાદ હવે આરબીઆઈ વ્યાજદરમાં વધુ ઘટાડો કરે તેવા સંકેત મળી રહ્યા છે. ત્રીજી જુનના દિવસે આરબીઆઈની ત્રણ દિવસની બેઠક શરૂ થઈ રહી છે. આ બેઠક છઠ્ઠી જુન સુધી ચાલનાર છે. જેમાં જુદા જુદા પાસા ઉપર ચર્ચા કરવામાં આવનાર છે.
આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં મોટો ઘટાડો કરવામાં આવી શકે છે. મોટા ભાગના અર્થ શા†ીઓ માની રહ્યા છે કે, વ્યાજદરમાં ઘટાડો ચોક્કસ પણ કરવામાં આવશે. આરબીઆઈએ વિકાસ દરને વધારવા ફેબ્રુઆરી ૨૦૧૯ અને એપ્રિલ ૨૦૧૯માં વ્યાજદરમાં બે વખત ઘટાડો કર્યો હતો. બંન્ને વખત ૨૫ બેઝિક પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. સાથે સાથે સાવચેતી રાખવા માટે પગલા પણ લીધા હતા. રીટેલ ફુગ્ગાઓ હાલમાં ૨.૮ ટકા રહ્યો છે.