નવી દિલ્હી : લોકસભાની ચૂંટણી માટેના પરિણામ આવ્યા બાદ અને સતત બીજી વખત પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં વાપસી કર્યાના એક દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ આજે સવારે પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને મળવા માટે પહોંચ્યા હતા. તેમની સાથે લાંબી વાતચીત કરી હતી. તેમના આર્શિવાદ લીધા હતા. આ વખતની ચૂંટણીમાં મોદી મેજિક અને અમિત શાહની જારદાર મહેનતના કારણે વિરોધ પક્ષોના સુપડા સાફ થઇ ગયા છે. કોંગ્રેસ જેવી ભારતની સૌથી જુની પાર્ટી ૧૯ રાજ્યોમાં તો ખાતુ પણ ખોલી શકી નથી. ઉત્તરપ્રદેશમાં માયાવતી અને અખિલેશ યાદવ દ્વારા કરવામાં આવેલા ગઠબંધનની પણ કારમી હાર થઇ ગઇ છે. મોદીએ બંને નેતાઓ સાથે વાતચીત કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે ભાજપની આજની સફળતા માટેની ક્રેડિટ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા નેતાઓને જાય છે. આ નેતાઓએ દશકો સુધી પાર્ટી માટે જોરદાર મહેનત કરી હતી.
લોકસભાની ચૂંટણી માટે ગઇકાલે પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ મોદીની સુનામી વચ્ચે રાજકીય પક્ષોનો સંપૂર્ણ સફાયો થયો હતો. હિન્દી પટ્ટાના રાજ્યો ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં પણ શાનદાર દેખાવ સાથે ભારતીય જનતા પાર્ટીએ સત્તામાં રેકોર્ડ જીત સાથે ફરીવાર વાપસી કરી છે. મોદી લહેર આ વખતે સુનામીમાં ફેરવાઈને વિરોધીઓના સપનાને ચકનાચૂર કરી દીધા છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પોતાની તાકાત ઉપર ૩૦૦થી વધુ સીટો જીતી લીધી છે જ્યારે એનડીએની બેઠકોની સંખ્યા ૩૪૯ સુધી પહોંચી છે. એÂક્ઝટ પોલના તારણ કરતા પણ વધુ શાનદાર ભારતીય જનતા પાર્ટી કરી શકી છે.
ઉત્તરપ્રદેશમાં માયાવતી અને અખિલેશ યાદવના મહાગઠબંધનની યોજના પણ ફ્લોપ સાબિત થઇ છે. બીજી બીજુ બિહારમાં કોંગ્રેસ અને આરજેડીના ગઠબંધનને પણ કોઇ સફળતા હાથ લાગી નથી. લાલૂની ગેરહાજરીમાં આરજેડીનો સંપૂર્ણ સફાયો થયો છે. લોકસભાની કુલ ૫૪૨ સીટો પૈકી ભારતીય જનતા પાર્ટીએ ૩૪૯ સીટ જીતી લીધી છે. જ્યારે યુપીએ ગઠબંધનને ૮૩ સીટ મળી છે. મોદી અને અમિત શાહ ભારતીય જનતા પાર્ટી માટે સુવર્ણ યુગ લાવવામાં સફળ સાબિત થયા છે. સમાજવાદી પાર્ટી અને બસપાના વોટના ટ્રાન્સફર નહીં થવાના કારણે પણ મહાગઠબંધનને જીત મળી નથી. આ વખતે કોંગ્રેસ પાર્ટી ઉત્તરપ્રદેશમાં સંપૂર્ણપણે સાફ થઇ છે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસને માત્ર એક સીટ મળી શકી છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ચૂંટણી હારી ગયા છે.
અમેઠી બેઠક ઉપર તેમની સ્મૃતિ ઇરાની સામે હાર થઇ છે.ઉત્તેજના અને ઉત્સુકતાના માહોલમાં લોકસભાની ચૂંટણી માટે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતગણતરી શરૂ થયા બાદ તરત જ પ્રવાહ મળવાની શરૂઆત થઇ ગઇ હતી. મતગણતરી શરૂ થયા બાદ કલાકોના ગાળામાં જ એનડીએ દ્વારા જોરદાર લીડ મેળવી લીધી હતી. મોદી મેજિકની સ્થિતી ફરી એકવાર જાવા મળી હતી. એક્ઝિટ પોલના તારણ આવ્યા બાદથી જ હિન્દી પટ્ટાના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી જોરદાર સ્થિતીમાં દેખાઇ રહી હતી. લોકસભાની ચૂંટણી માટેના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ હવે નવી સરકાર બનાવવા માટેની કવાયત શરૂ કરવામાં આવી ચુકી છે. લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ હવે વહેલી તકે પાર્ટીની નવી સરકાર બની જશે. આ વખતે નવા વિઝન સાથે સરકાર આવનાર છે. જેમાં કેટલાક પ્રધાનોના ખાતા બદલી નાંખવામાં આવે તેવી શક્યતા છે. દેશના આ વખતે નાણાંપ્રધાન કોણ બનશે તેને લઇને ભારે ચર્ચા છે. કારણ કે અરૂણ જેટલીની તબિયાત વધારે સારી રહેતી નથી.