કોટા : સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં ઉત્કૃષ્ટતા પ્રત્યે પ્રતિબદ્ધ અગ્રણી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ એલન કરિયર ઇન્સ્ટિટ્યુટે વિદ્યાર્થીઓ અને માતા-પિતાની અપેક્ષાઓને ફરી એકવાર પરિપૂર્ણ કરી છે. અંકિત કુમાર મિશ્રાએ ઇન્સ્ટિટ્યુટને ગર્વ અપાવતા નવી સિદ્ધિ હાંસલ કરી છે. અંકિતે કુલ ૪૭૦માંથી ૪૫૦ માર્ક્સ મેળવીને પ્રતિષ્ઠિત બિરલા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સ (બિટ્સ), પીલાનીમાં પ્રવેશ માટે એક વિદ્યાર્થી દ્વારા સૌથી વધુ માર્ક્સ મેળવ્યાં છે. ઉલ્લેખનીય છે કે બિટ્સ પીલાની માટે ઓનલાઇન પ્રવેશ પરિક્ષા હોય છે. બિટ્સ પીલાનીના પીલાની, ગોવા અને હૈદરાબાદ કેમ્પસના ઇન્ટિગ્રેટેડ ફર્સ્ટ ડિગ્રી પ્રોગ્રામમાં પ્રવેશ માટે બીઆઇટીએસએટી કોમ્યુટર-આધારિત ઓનલાઇન ટેસ્ટ છે. ૨૬ મે, ૨૦૧૯ સુધી વિવિધ તારીખે ઓનલાઇન ટેસ્ટ યોજવામાં આવે છે.
બીઆઇટીએસએટી ઓનલાઇન ટેસ્ટમાં વિદ્યાર્થીઓએ ત્રણ કલાકમાં કુલ ૧૫૦ પ્રશ્નોના જવાબ આપવાના રહે છે. જો વિદ્યાર્થી ત્રણ કલાકના સમયગાળામાં તમામ ૧૫૦ પ્રશ્નોના ઉકેલ લાવે તો તેમને વધારાના ૧૨ પ્રશ્નોનો ઉકેલ લાવી શકે છે. અંકિતે સમય મર્યાદા પહેલાં ૪૫૦ માર્ક્સનું પેપર સોલ્વ કર્યું અને ત્યારબાદ વધારાના ૧૨ પ્રશ્નોના જવાબ આપ્યાં. બીઆઇટીએસએટીના ઇતિહાસમાં ખુબજ ઓછા ઉદાહરણ છે કે જેમાં વિદ્યાર્થીએ ૧૫૦ પ્રશ્નોના જવાબ આપીને વધુ સ્કોર હાંસલ કર્યો હોય. અંકિત મુંબઇનો રહેવાસી છે અને કોટા સેન્ટર ખાતે એલન કરિયર ઇન્સ્ટિટ્યુટનો વિદ્યાર્થી છે. બિટ્સ પીલાની પહેલાં અંકિતે ૧૦૦ એનટીએ સ્કોર પર્સન્ટાઇલ મેળવીને જેઇઇ મેઇન્સ એક્ઝામમાં ઓલ ઇન્ડિયા ૧૩મો ક્રમ મેળવ્યો હતો.