અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સીરિયા અને અફઘાનિસ્તાનમાંથી પોતાના જવાનોને પર બોલાવી લેવાના નિર્ણય બાદ આને લઇને દુનિયાના દેશોમાં ચર્ચા થઇ રહી છે. પહેલા ટ્રમ્પે સીરિયામાં જીતની જાહેરાત કરી હતી અને કહ્યુ હતુ કે તેમના જવાનો ત્યાંથી પરત ફરશે. તેના આગલા દિવસે જ ટ્રમ્પે અફઘાનિસ્તાનમાંથી પોતાના જવાનોને બોલાવી લેવાનો નિર્ણય કર્યો છે. આ ચોક્કસપણે ચોંકાવનાર નિર્ણય સમાન છે. કારણ કે ટ્રમ્પે હાલમાં અફઘાનિસ્તાન અંગે અમેરિકાની નીતિમાં ફેરફાર કર્યા હતા. નીતિમાં ફેરફાર કરીને જવાનોને આ અંગે માહિતી આપી હતી. સામાન્ય રીતે જવાનોની વાપસીથી હકારાત્મક સંદેશા જશે. કારણ કે આના કારણે તેના જવાનો અમને તેમના પરિવારના સભ્યોને ચોક્કસપણે રાહત થનાર છે.
પરંતુ સાથે સો મુશ્કેલ એ બાબતની છે કે અમેરિકાએ જે હેતુ સાથે આ જવાનો મોકલ્યા હતા તે હેતુ પાર પાડી શકાયા નથી. ખાસ કરીને અફગાનિસ્તાનમાં તો ચીજા વધારે જટિલ બની ગઇ છે. જ્યાં સુધી સીરિયાની વાત છે તો કેટલાક નિષ્ણાંતો માને છે કે ઇસ્લામિક સ્ટેટ જેહાદીઓની સામે મોરચા સંભાળી રહેલા કુર્દીશ લડવૈયા અમેરિકી સૈનિકોની વાપસીથી પોતાના કમજાર અનુભવ કરી શકે છે. અલબત્ત એક મત એ પણ છે કે અમેરિકાની કોઇ ખાસ ભૂમિકા ત્યાં ન હતી. તેના પર આઇએસને મજબુત કરવાના આરોપો લાગ્યા હતા. અફઘાનિસ્તાનના મુદ્દા પર વાત કરવામાં આવે તો અમેરિકી જવાનોની વાપસીની બાબત ચર્ચા જગાવે છે. આના કારણે દક્ષિણ એશિયા પર માઠી અસર થઇ શકે છે. છેલ્લા ૧૭ વર્ષના ગાળામાં અમેરિકી સેના ત્યાં રોકાયેલી છે. નવા નિર્ણય મુજબ આગામી થોડાક મહિનામાં તમામ ૧૪૦૦૦ અમેરિકી સૈનિકો ધીમે ધીમે પરત ફરશે. તેમને પાછા બોલાવી લેવામાં આવનાર છે. જમીની વાસ્તવિકતા એ છે કે અફઘાનિસ્તાનને ત્રાસવાદમાંથી મુÂક્ત મળી શકી નથી. સાથે સાથે રાજકીય પ્રવૃતિ પણ અફઘાનિસ્તાનમાં મજબુત બની શકી નથી. અમેરિકાના પ્રયાસ હવે ત્યાંથી કોઇ રીતે નિકળી જવાના છે.
કારણ કે ટ્રમ્પની આક્રમક નીતિનો કોઇ ફાયદો થયો નથી. એટલામાં ઓછુ હોય તેમ તાલિબાનની તાકાતમાં જારદાર વધારો થયો છે. એમ કહેવામાં આવે છે કે દેશની ૪૦થી ૫૦ ટકા જમીન પર તેમનુ પ્રભુત્વ થઇ ગયુ છે. દેશના પૂર્વીય હિસ્સા પર આઇએસનો કબજા છે. અમેરિકાએ તાલિબાન સાથે કેટલીક વખત વાતચીત કરીને પ્રયાસો કર્યા છે. જો કે કોઇ સફળતા હાંસલ થઇ નથી. અફઘાનિસ્તાનમાંથી નિકળી જવા માટેનુ એક કારણ રશિયા પણ છે. જે આઇએસ સામે લડવામાં તાલિબાનની મદદ કરે છે. સાથે સાથે શાંતિ સ્થાપિત કરવાના પોતાની રીતે પ્રયાસો પણ જારી રાખ્યા છે. ગયા મહિનામાં જ રશિયાની સુચના બાદ અફઘાનિસ્તાનની સરકાર અને તાલિબાન વચ્ચે બેઠક યોજાઇ હતી. જો કે અમેરિકાના પોતાના જવાનોને અફઘાનિસ્તાનમાંથી બોલાવી લેવાના નિર્ણયથી ભારતને ફટકો પડ્યો છે. તેની ચિંતા પણ વધે તે સ્વાભાવિક છે. આવનાર દિવસોમાં ત્યાં અરાજકતા વધી શકે છે. જેના કારણે ભારતની યોજનાને અસર થઇ શકે છે.