શ્રીનગર : વીવીપેટ મતગણતરીની પ્રક્રિયાને બદલી નાંખવાની માંગ કરીને દાખલ કરવામાં આવેલી વિરોદ પક્ષોની અરજીને ચૂંટણી પંચે આજે ફગાવી દીધી હતી. વીવીપેટને લઇને છેલ્લા કેટલાક દિવસથી જોરદાર રજૂઆત કરવામાં આવી રહી છે. ચૂંટણી પંચે સાફ શબ્દોમાં કહ્યુ છે કે મતગણતરીની પ્રક્રિયાને કોઇ કિંમતે બદલી નાંખવામાં આવશે નહીં. ચૂંટણી પંચે વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવેલી માંગને અસ્વીકાર કરી દીધી છે. ચૂંટણી પંચે મતગણતરીના અંતે પેપર ટ્રાયલ મશીન સ્લીપની ગણતરી છેલ્લે કરવામાં આવનાર છે. ચૂંટણી પંચે એવો નિર્ણય પણ કર્યો છે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ) ગણતરીની સાથે પોસ્ટલ બેલોટની ગણતરી પણ કરવામા આવનાર છે. હજુ સુધી પોસ્ટલ બેલોટની ગણતરી શરૂઆતમાં કરવામાં આવતી હતી.
ત્યારબાદ વોટિંગ મશીનમાં રહેલા મતની ગણતરી કરવામા આવે છે. ચૂંટણી પંચે આજે અગાઉ અપનાવવામાં આવેલી પદ્ધિત મુજબ જ મતગણતરી કરવાનો નિર્ણય કર્યો છે. સમગ્ર કાઉન્ટિંગ પ્રક્રિયાના અંતચે દરેક સંસદીય સીટના દરેક વિધાનસભા સેંગમેન્ટ પૈકી પાચ મતદાન મથકોમાં ફરજિયાત પણે વીવીપેટની ગણતરી કરવામાં આવનાર છે. અલબત્ત ચૂંટણી પંચે રાજકીય પક્ષો સમક્ષ સ્પષ્ટતા કરી દીધી છે કે, જુની પ્રોટોકોલ પદ્ધતિ જારી રહેશે. આજે અધિકારીઓની બેઠક મળી હતી અને મતગણતરીના અંતે સ્લીપની ગણતરી કરવાનો નિર્ણય કર્યો હતો. જુની પદ્ધતિ મુજબ મતગણતરી કરવા પાછળના કારણો જાણી શકાયા નથી.
કાર્યવાહી મુજબ બેલેટ પેપરો સૌથી પહેલા ગણવામાં આવે છે. સર્વિસ વોટરની સંખ્યા ૧૮ લાખની આસપાસ હોય છે જેમાં સશસ્ત્ર દળો, કેન્દ્રીય પોલીસ ફોર્સ, રાજ્ય પોલીસ ફોર્સ હોય છે જે તેમના મતવિસ્તારની બહાર તૈનાત હોય છે. રાજદ્વારીઓ અને સપોર્ટ સ્ટાફ દ્વારા જ્યારે સર્વિસ વોટર દ્વારા મતદાન કરવામાં આવે છે ત્યારે નજર રાખવામાં આવે છે. ૧૮ લાખ નોંધાયેલા મતદારો પૈકી ૧૬.૪૯ લાખ દ્વારા ૧૭મી મેના દિવસે તેમના સંબંધિત રિટ‹નગ ઓફિસરને પોસ્ટલ બેલેટ મોકલી દીધા હતા. પોસ્ટલ બેલેટની માનવીયરીતે મતગણતરી કરવામાં આવે છે જેમાં સમય લાગે છે. ચૂંટણી પંચે આજે વિરોધ પક્ષોની વીવીપેટ કાઉન્ટિગની પ્રક્રિયાને બદલવાની માંગને ફગાવી દીધી હતી. ચૂંટણીપંચે વિરોધ પક્ષોનો મોટો ફટકો આપી દીધો હતો. ઇવીએમ-વીવીપેટના મુદ્દા ઉપર આજે બેઠક યોજાઈ હતી જેમાં ચૂંટણી કમિશનર અશોક લવાસા પણ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઇ હતી કે,જો પંચ વિપક્ષી દળોની માંગ ઉપર સહમત થાય છે તો મતગણતરીમાં બે ત્રણ દિવસનો સમય લાગી શકે છે. ગઇકાલે ચૂંટણી પંચ સમક્ષ ૨૨ પક્ષો તરફથી રજૂઆત કરવામાં આવી હતી. ચૂંટણી પંચે નિવેદન જારી કરીને કહ્યું છે કે, સ્ટ્રોંગરુમમાં મુકવામાં આવેલા તમામ ઇવીએમ બિલકુલ સુરક્ષિત છે. વિપક્ષી દળોની માંગ છે કે, જો કોઇ એક બૂથ ઉપર પણ વીવીપેટ સ્લીપ મેચ થશે નહીં તો સંબંધિત વિધાનસભા ક્ષેત્રમાં તમામ મતદાન કેન્દ્રોની વીવીપેટ સ્લીપની ગણતરી થવી જોઇએ.