હાઇ પ્રોફાઇલ ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧ની હાલમાં જ પુર્ણાહુતિ થઇ છે. એક પછી એક રોમાંચક મેચોનો દોર રહ્યા બાદ ફાઇલ મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાઇ હતી. જેમાં મુંબઇએ છેલ્લી ઘડીએ બાજી મારી લીધી હતી. આની સાથે જ મુંબઇ ઇન્ડિયન્સે રેકોર્ડ ચોથી વખત ટ્રોફી જીતી લેવામાં સફળતા મેળવી હતી. ૨૦૧૯ની ફાઇનલમાં દિલધડક મેચમાં મુંબઇની ટીમે ચેન્નાઇને એક રને હાર આપી હતી. મુંબઇ ઇન્ડિયન્સનુ નેતૃત્વ હાલમાં રોહિત શર્મા કરી રહ્યો છે. જ્યારે તેના હેડ કોચ તરીકે શ્રીલંકાના વિતેલા વર્ષોના સ્ટાર ખેલાડી માહિલા જયવર્ધને છે.
રોહિત શર્મા ટીમ માટે સૌથી વધારે રન બનાવનાર ખેલાડી તરીકે રહ્યો છે. જ્યારે લાસિથ માલિન્ગા સૌથી વધારે વિકેટ લેનાર બોલર તરીકે રહ્યો છે. ટીમ અને આઇપીએલ માટે આ બંને ખેલાડી સૌથી સફળ તરીકે રહ્યા છે. વર્ષ ૨૦૦૮માં આ ટીમની રચના કરવામા આવ્યા બાદ મુંબઇ ઇન્ડિયન્સે આઇપીએલમાં રમવાની શરૂઆત કરી હતી. ભારતના સૌથી મોટા ઔદ્યોગિક ગૃહ રિલાયન્સ ઇન્ડ્સ્ટ્રીઝની માલિકીની આ ટીમ છે. તેની રચના કરવામાં આવ્યા બાદ મુંબઇ ટીમની બ્રાન્ડ વેલ્યુ સતત વધતી રહી છે. મુંબઇની ટીમ મુંબઇમાં ૩૩૧૦૮ લોકોની ક્ષમતા ધરાવતા વાનખેડે સ્ટેડિયમ ખાતે પોતાની હોમ મેચો રમે છે. આજે મુંબઇ ઇન્ડિયન્સની બ્રાન્ડ વેલ્યુ ૧૦૦ મિલિયન ડોલરના આંકડાને પાર કરી જતા સૌથી મોટી બ્રાન્ડ તરીકે છે. સતત બીજા વર્ષે તે સૌથી વધારે મોટી બ્રાન્ડ તરીકે છે. આઇપીએલની જેટલી ફ્રેન્ચાઇસીસ રહેલી છે તે તમામ ફ્રેન્ચાઇસીસ પૈકી તેની બ્રાન્ડ વેલ્યુ સૌથી વધારે છે. આ ફ્રેન્ચાઇસમાં ૧૦૦ મિલિયન ડોલરના આંકડાને પાર કરી જનાર તે એકમાત્ર ફ્રેન્ચાઇસીસ છે.
આઇપીએલના ઇતિહાસમાં આ ટીમ સૌથી સફળ ટીમ તરીકે રહી છે. ફાઇનલમાં ૩૧ રને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હાર આપ્યા બાદ ૨૦૧૧માં ચેમ્પિયન્સ લીગમાં વિજેતા બની ગઇ હતી. વર્ષ ૨૦૧૩માં પ્રથમ વખત આ ટીમ આઇપીએલમાં વિજેતા બની હતી. એ વખતે ફાઇનલમાં ચેન્નાઇ સુપર પર તેની ૨૩ રને જીત થઇ હતી. બીજી વખત આઇપીએલનો તાજ આ ટીમે ૨૪મી મે ૨૦૧૫ના દિવસે જીત્યો હતો. એ વખતે પણ તેની ચેન્નાઇ સુપર સામે ફાઇનલમાં ૪૧ રને જીત થઇ હતી. ૨૧મી મે ૨૦૧૭ના દિવસે મુંબઇની ટીમે ત્રીજી વખત આઇપીએલનો તાજ જીત્યો હતો એ વખતે આ ટીમે રોમાંચક ફાઇનલમાં રાઇઝિંગ પુણેની ટીમ પર એક રને જીત મેળવી હતી.
વર્ષ ૨૦૧૯માં મુંબઇની ટીમે ફાઇનલમાં ફરી ચેન્નાઇ પર જીત મેળવીને ચોથી વખત આ તાજ જીત્યો હતો. મુકેશ અંબાણી અને નિતા અંબાણીની માલિકીની આ ટીમ સતત સારો દેખાવ કરી રહી છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે ભારતીય ક્રિકેટ બોર્ડે સપ્ટેમ્બર ૨૦૦૭માં ઇન્ડિયન પ્રિમિયર લીગ ટ્વેન્ટી ક્રિકેટની શરૂઆત ૨૦૦૮થી કરવાની જાહેરાત કરી હતી. જેથી એક નવી ઉત્સુકતા જાગી હતી. કારણ કે આમાં દુનિયાના તમામ દિગ્ગજ ખેલાડી રમી રહ્યા છે. જાન્યુઆરી ૨૦૦૮માં આઠ ટીમોની પસંદગી કરવામાં આવી હતી. એ વખતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મુબઇની ફ્રેન્ચાઇસીસને ૧૧૧. ૯ મિલિયન ડોલરમાં વેચી મારી હતી. લીગમાં તે સૌથી મોંઘી ટીમ બની હતી. મુકેશ અંબાણીની માલિકીની ટીમ આરઆઇએલના અધિકાર ૧૦ વર્ષના ગાળા માટે ફ્રેન્ચાઇસીસ મેળવી લીધી હતી.આઇપીએલમાં અનેક દિગ્ગજા રમી ચુક્યા છે. જેમાં સચિન તેન્ડુલકરને આઇકોનિક ખેલાડી બનાવવામા આવ્યો છે.
આઇકોનિક ખેલાડી તેમની ટીમમાં રહેલા બીજા બેસ્ટ ખેલાડી કરતા ૧૫ ટકા વધારે રકમ મેળવે છે. મુંબઇ તરફથી જયસુર્યા, શોન પોલોક, લાસિથ માલિન્ગા, રમી ચુક્યા છે. હરભજન પણ રમી ચુક્યો છે. આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સની બોલબાલા હમેંશા રહે છે. આ વખતે પણ તેના ખેલાડીઓનો દેખાવ જોરદાર રહ્યો હતો. મુંબઇ ઇન્ડિયન્સ ટીમના દેખાવની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૦૮થી લઇને અંતિમ આઇપીએલ ૨૦૧૯ સુધી મુંબઇ ઇન્ડિયન્સે હજુ સુધી ૧૮૫ મેચો રમી છે. જે પૈકી ૧૦૫ મેચો જીતી છે. સાથે સાથે ૭૮ મેચો હારી છે. તેની એક મેચમાં પરિણામ આવી શક્યુ નથી. તેની સફળતાની ટકાવારી ૫૭.૨૯ ટકાની રહી છે. ચાર વખત આ ટીમ વિજેતા તરીકે રહી છે.