મુંબઇ : શેરબજારમાં આજે સવારમાં કારોબારની શરૂઆત થયા બાદ ફરી એકવાર લેવાલી જામી હતી. ચૂંટણી પરિણામ આવે તેના એક દિવસ પહેલા સેંસેક્સમાં ૧૯૦ પોઇન્ટનો સુધારો રહ્યો હતો. આવી જ રીતે તેની સપાટી ૩૯૧૬૦ રહી હતી. બ્રોડર નિફ્ટીમાં સપાટી વધી હતી. જુદા જુદા સેક્ટરમાં મિક્સ દેખાવના કારણે શેરબજારમાં તેજી જામી છે. બ્રોડર માર્કેટમાં મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં દબાણની સ્થિતી રહી હતી. દરમિયાન ડોલરની સામે રૂપિયામાં તેજી સાથે શરૂઆત થઇ હતી.
છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ડોલરની સામે રૂપિયો ૬૯.૬૭ની સપાટી પર રહ્યો હતો. ગઇકાલે મંગળવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૩૮૩ પોઇન્ટ ગગડીને ૩૮૯૭૦ની નીચી સપાટી પર રહ્યો હતો. બ્રોડર નિફ્ટીમાં ૧૧૯ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૧૭૦૯ રહી હતી.લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલના તારણ જારી કરવામા આવ્યા છે. જેમાં જેમાં મોટા ભાગે એનડીએની લીડ દર્શાવવામાં આવી રહી છે એક્ઝિટ પોલના તારણ જારી કરવામાં આવ્યા બાદ સેંસેક્સ ૧૪૨૨ પોઈન્ટ ઉછળીને રેકોર્ડ ૩૯૩૫૨ની ઉચી સપાટીએ રહ્યો હતો.
એક્ઝિટ પોલના તારણ આવ્યા બાદ તેની સીધી અસર શેરબજારમાં થઇ હતી. આ ઉપરાંત કંપનીઓના પરિણામ પણ જાહેર કરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતીમાં કારોબારીઓ ઉત્સુક બનેલા છે. જેટ એરવેઝના શેરમાં સતત ત્રણ દિવસથી ફરી એકવાર ઉછાળો આવ્યો છે.