શ્રીહરીકોટા : ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થા ( ઇસરો)એ આજે સવારે વધુ એક ઐતિહાસિક સિદ્ધી હાંસલ કરી હતી. ઇસરોએ તેની યશકલગીમાં વધુ એક મોર પીછુ ઉમેરીને સવારમાં દરેક મોસમમાં કામ કરનાર રડાર ઇમેજિંગ ઉપગ્રહ આરઆઇસેટ-૨બીને સફળ રીતે લોંચ કરવામાં સફળતા હાંસલ કરી હતી. આશરે સાત વર્ષના લાંબા ગાળા બાદ ભારતે આ પ્રકારના બાજ નજર રાખી શકે તેવા સેટેલાઇટને સફળ રીતે લોંચ કરવામાં સફળતા મેળવી લીધી છે. ઇસરોએ છેલ્લા બે વર્ષમાં પીએસએલવી મારફતે મોટી સંખ્યામાં સેટેલાઇટ લોંચ કર્યા છે અને વિશ્વમાં પોતાની સર્વોપરિતા પૂરવાર કરી છે. પીએસએલવી લોંચની યાદી નીચે મુજબ
- ૨૨મી મેના દિવસે દરેક મોસમમાં કામ કરનાર રડાર ઇમેજિંગ ઉગર્હ આરઆઇસેટ-૨બીને સફળ રીતે લોંચ કરવામાં સફળતા હાંસલ કરી હતી
- પહેલી એપ્રિલ ૨૦૧૯ના દિવસે સતીશ ધવનથી ઉપગ્રહ લોંચ કરવામાં આવ્યા હતા
- પાંચમી જુન ૨૦૧૭ના દિવસે જીસેટ લોંચ કરવામાં આવ્યા બાદ ઇસરોએ વધુ એક સિદ્ધી મેળવી હતી.કોમ્યુનિકેશન સેટેલાઇટ લોંચ કરવામાં આવ્યો હતો
- ૨૦૧૭ : ઇસરોએ એક સાથે ૧૦૪ ઉપગ્રહો લોંચ કર્યા હતા જે કોઇપણ સ્પેશ એજન્સી દ્વારા મોકલવામાં આવેલા સૌથી વધારે સેટેલાઇટ છે
- ૨૦૧૭ : ઇસરોએ સફળતાપૂર્વક જીએસએલવી એમકે-૩નું પરીક્ષણ કર્યું હતું જેથી ભારત ૨૦૨૦ સુધી અંતરિક્ષમાં માનવીને મોકલી શકશે
- ૨૦૧૬ : ઇસરોએ પોતે સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ આઈઆરએનએસએસ બનાવવામાં સફળતા મેળવી હતી
- ૨૦૧૬ : ઇસરોએ અમેરિકા, કેનેડા, જર્મની અને ઇન્ડોનેશિયામાં ૨૦ સેટેલાઇટ લોંચ કર્યા હતા
- ૨૦૧૬ : ૯૫ કરોડ રૂપિયાની કિંમતવાળા સ્પેશ શટલ રિસાબલ લોંચની સફળતા મેળવી હતી
- ૨૦૧૪ : ઇસરો માર્સ મિશન મંગળયાન સફળ રહેતા દેશે મોટી સિદ્ધિ હાસલ કરી હતી. નાસા કરતા ૧૦ ગણી ઓછી કિંમતે આ સફળતા મળી હતી
- ૨૦૦૮ ઇસરોના પહેલા લુનર મિશનને ભારતને છ દેશોના ક્લબમાં સામેલ કરવામાં સફળતા મળી હતી
- ૧૯૯૩ : ૧૯૯૩થી પીએસએલવીએ ૧૯ દેશોના ૪૦ ઉપગ્રહ લોંચ કર્યા છે
- ૧૯૮૩ : ૧૯૮૩થી ઇસરોએ દૂરસંચાર અને પ્રસારણ માટે નવ ઉપગ્રહ લોંચ કર્યા છે જેને ઇન્સેટના નામથી ઓળખવામાં આવે છે
- ૧૯૭૫ : ઇસરોએ ભારતના પ્રથમ સેટેલાઇટ આર્યભટ્ટને લોંચ કરીને સફળતા મેળવી હતી.