આધાર કાર્ડ અથવા તો આધાર નંબરની પ્રાઇવેસી અને સુરક્ષાને લઇને છેલ્લા કેટલાક સમયથી સતત પ્રશ્નો થતા રહ્યા છે. આવી સ્થિતીમાં આધારને વધારે ફુલપ્રુફ બનાવવા માટેની પહેલ પણ સતત કરવામાં આવે છે. તમામ પ્રકારની રજૂઆત અને ફરિયાદ મોટા પ્રમાણમાં મળ્યા બાદ હવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઇડીએઆઇ) દ્વારા તેમાં નવા ફિચર ઉમેરી દેવામાં આવ્યા છે. જેના કારણે આધાર વધારે સુરક્ષિત થઇ શકશે. નવા ફિચર જે સામેલ કરવામાં આવ્યા છે તે મુજબ હવે વ્યક્તિગતોની આધાર નંબરની સુરક્ષા પ્રાઇવેસીને મજબુત કરવામાં આવી રહી છે. જે નવા ફિચર ઉમેરી દેવામા આવ્યા છે જેના ભાગરૂપે આધારને તમે લોક કરી શકશો અને સાથે સાથે અનલોક પણ કરી શકાશે.
નવા ફિચરના સંબંધમાં માહિતી આપતા કહેવામાં આવ્યુ છે કે એક વખત તમારા આધાર નંબરને લોક કરી દેવામાં આવ્યા બાદ ઓથેન્ટિકેશન સર્વિસ નંબરનો ઉપયોગ કરીને હાથ ધરી શકાશે નહીં. ડેમોગ્રાફિક, બાયોમેટ્રિક અને ઓટીપી સહિત કોઇ પણ પદ્ધિતીનો ઉપયોગ નંબર સાથે કરી શકાશે નહીં. કેવાયસી હેતુ માટે ત્યારબાદ આધાર માટે ૧૬ નંબરના આઇડીનો ઉપયોગ કરી શકશા. એક વખત આધાર નંબરને લોક કરી દેવામાં આવ્યા બાદ તમારા આધાર નંબરને અનલોક કરવામા ંઆવ્યા બાદ જ ઓથેન્ટિકેશન સર્વિસ માટે આનો ઉપયોગ કરી શકાશે.
જાણકાર નિષ્ણાંતો કહે છેકે એક વખતે આધાર નંબર લોક કરતી પહેલા કેટલીક ચીજો ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર હોય છે. જેમાં સૌથી પહેલા તો તમારા વરચ્યુઅલ આઇડી જનરેટ કરવાની ફરજ પડશે. જો વર્ચુય્યુઅલ આઇડી જનરેટ થશે નહી તો તમે તમારા આધાર નંબરને લોક કરી શકશો નહીં. જાણકાર નિષ્ણાંતો કહે છે કે તમારા વર્ચુયુઅલ આઇડી જનરેટ કરવા માટે યુઆઇઇડીએઆઇની વેબસાઇટનો ઉપયોગ કરી શકાય છે.અથવા તો એસએમએસ મોકલી શકાય છે. તમામ લોકોને આ માહિતીચોક્કસપણે હોવી જાઇએ કે વાયા એસએમએસથી વર્ચ્યુઅલ આઇડી જનરેટ કરવા માટે ડેટાબેસમાં ફોન નંબર નોંધાયેલા રહે તે જરૂરી છે.