દેશમાં બેકિંગ ક્ષેત્ર તરફ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. લોકોને વધુને વધુ સુવિધા મળે તે દિશામાં સતત પહેલ કરવામાં આવી રહી છે. જો કે એટીએમને લઇને હજુ પણ ગ્રાહકો સતત પરેશાન રહ્યા છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં આજે પણ એટીએમની તકલીફને જોઇ શકાય છે. હાલમાં કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામા આવ્યો છે કે એટીએમની સંખ્યા દેશભરમાં હવે ઘટી રહી છે. આના માટે જે કારણ સપાટી પર આવી રહ્યા છે તેમાં મુખ્ય કારણ તરીકે ઓપરેટિંગ ખર્ચમાં વધારેને ગણી શકાય છે. એટીએમની સંખ્યા ઘટી જવા માટે અન્ય જે કારણો છે તેમાં એટીએમને ચલાવવા માટે વધારે ખર્ચ કરવો પડે તેવી સ્થિતી સર્જાઇ ગઇ છે. આરબીઆઇ દ્વારા ધારા ધોરણને વધારે કઠોર બનાવી દીધા છે.
ટ્રાન્સેજેક્શનમાં વધારે થઇ રહ્યો હોવા છતાં છેલ્લા બે વર્ષમાં દેશમાં ઓટોમેટેડ ટેલર મશીનની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આરબીઆઇના આંકડામાં આ મુજબની વાત કરવામાં આવી છે. આઇએમએફ દ્વારા કરવામાં આવેલા સર્વે અને અભ્યાસમાં કહેવામાં આવ્યુ છે કે બ્રિક્સ દેશોમાં ભારત એટીએમના મામલે પ્રતિ વ્યક્તિના મામલે પાછળ છે. બ્રિક્સ દેશોમાં પ્રતિ ૧૦૦૦૦૦ લોકોની સાથે ભારત એટીએમ મામલે પાછળ છે. એટીએમની સંખ્યામાં ઘટાડાનો દોર જારી રહી શકે છે. કારણ કે બેંકો અને એટીએમ ઓપરેટરો અને સોફ્ટવેર ખર્ચને પહોંચી વળવામાં તકલીફ અનુભવ કરી રહ્યા છે. સુરક્ષાને વધારી દેવા માટે ગયા વર્ષે રિઝર્વ બેંક દ્વારા સાધનોને અપગ્રેડ કરવાની બાબત ફરજિયાત બનાવી હતી. જાણકાર લોકોનુ કહેવુ છે કે એટીએમની ઘટતી જતી સંખ્યા માટે અન્ય કેટલાક કારણો છે. સાથે સાથે એટીએમની સંખ્યા ઘટી જવાના કારણે મોટી વસ્તી પર તેની માઠી અસર થઇ રહી છે.
ખાસ કરીને સામાજિક આર્થિક રીતે મધ્યમ ગણાતા લોકો પર તેની પ્રતિકુળ અસર થઇ રહી છે. સિક્યુરિટી કોસ્ટની સાથે સાથે એટીએમ ઓપરેશનને ચલાવવા માટેની બાબત વધારે મુશ્કેલરૂપ બની છે. કારણ કે રેવેન્યુ માટે ફિને લઇને પણ તકલીફ રહે છે. એટીએમ ઓપરેટરોમાં બેંકોની સાથે સાથે થર્ડ પાર્ટીનો પણ સમાવેશ થાય છે. થર્ડ પાર્ટી ચાર્જમાં ઇન્ટરચેંજ ફીનો સમાવેશ થાય છે. કેશ વિડ્રોવલ માટે માટે જ્યારે ડેબિટ અથવા તો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેની ફી પણ લાગુ થાય છે. આરબીઆઇના પૂર્વ ડેપ્યુટી ગવર્નર આર. ગાંધીએ માહિતી આપતા કહ્યુ છે કે ઇન્ટરચેંજ ફી એટીએમની ઘટતી જતી સંખ્યા માટે ખુબ કારણ તરીકે છે. એટીએમની સંખ્યા ઘટી જવા માટે શ્રેણીબદ્ધ પરિબળો અને કારણો છે તે પૈકી સૌથી મોટા કારણ તરીકે ઓપરેટિંગ ખર્ચ તરીકે છે. એટીએમની સંખ્યા આવનાર સમયમાં ઘટી જવા માટે જે કારણો આપવામા આવી રહ્યા છે તેમાં ધ્યાન પણ આપવામાં આવી રહ્યુ છે. ઓપરેટિગ ખર્ચને લઇને બેંકો વચ્ચે પણ વાતચીત સતત થતી રહે છે.
જો કે ઓપરેટિંગ ખર્ચને લઇને હવે નિષ્ણાંતો દ્વારા જુદી જુદી બાબતોને લઇને રજૂઆત કરવામાં આવી રહી છે. આવનાર સમયમાં એટીએમને લઇને કેટલાક નવા નિર્ણય કરવામાં આવી શકે છે. એકબાજુ બેકિંગ ક્ષેત્રને વધારે મહત્વ આપવામા ંઆવી રહ્યુછે. વધુને વધુ લોકોના બેંક ખાતા ખોલવામાં આવી રહ્યા છે. આવી સ્થિતીમાં એટીએમની સંખ્યા જા ઘટશે તો સમસ્યા વધારે થશે. આજની તારીખમાં પણ એટીએમ ભારતમાં ઓછા જાવા મળે છે. વસ્તીની તુલનામાં ઓછા એટીએમ છે. બ્રિક્સ દેશોમાં ભારત કરતા વધારે સારી સ્થિતી રહેલી છે. આવનાર સમયમાં આ પાસા પર ધ્યાન આપવાની જરૂર દેખાઇ રહી છે. બેંકો અને એટીએમ ઓપરેટરો સોફ્ટવેર ખર્ચને ચલાવવા માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે. સિક્યુરિટી ખર્ચના કારણે પણ તકલીફ છે. જેનુ ધ્યાન પહેલાથી જ દોરવામાં આવ્યુ છે. એટીએમ મશીન ઉપલબ્ધ કરાવનાર કંપની હિટાચી પેમેન્ટ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડે કહ્યુ છે કે કેટલીક સમસ્યા રહેલીછે. જેને દુર કરવાની જરૂર છે. સૌથી નીચલા સ્તર પર રહેલા લોકોને પણ આ એટીએમના લાભ મળે તે દિશામાં પહેલ કરવાની જરૂર દેખાઇ રહી છે.