મુંબઇ : મીસ વર્લ્ડનો તાજ જીતીને ભારતનુ નામ રોશન કરનાર માનુષી છિલ્લરની બોલિવુડ ફિલ્મને લઇને ઉત્સુકતા વધી રહી છે. હવે બોલિવુડમાં લોંચ કરવા માટેની તૈયારી કેટલાક નિર્માતા નિર્દેશકો દ્વારા હાથ ધરવામાં આવી છે. જો કે તે કઇ ફિલ્મમાં કામ કરી રહી છે તે સંબંધમાં હજુ સુધી કોઇ માહિતી જાહેર કરવામાં આવી નથી. માનુષી પોતાની ફિલ્મોને લઇને હાલમાં કોઇ વાત કરવાની સ્થિતીમાં નથી. જો કે તે ફિલ્મમાં કામ કરવા માટે આશાવાદી છે.
જો કે તેની પ્રથમ ફિલ્મ કઇ હશે તે અંગે હાલમાં વાત કરવામાં આવી નથી. પ્રાપ્ત હેવાલ મુજબ માનુષીને પોતાની ફિલ્મમાં લેવા માટે કેટલાક નિર્માતા દ્વારા ઓફર પણ કરવામાં આવી ચુકી છે. હવે એવા સમાચાર મળ્યા છે કે સલમાન ખાન પણ માનુષીને પોતાના હોમ પ્રોડક્શનની ફિલ્મમાં તક આપવા માટે ઇચ્છુક છે. તે પોતાની સાથે જ તેને અભિનેત્રી તરીકે લેવા માટે ઇચ્છુક છે. માનુષી બોલિવુડમાં હવે પોતાની ઇનિગ્સ ક્યારે શરૂ કરશે તેને લઇને ચર્ચા ચાલી રહી છે. હવે એવી અફવા છે કે સલમાન ખાન તેને સૌથી પહેલા તક આપી શકે છે. સ્પર્ધામાં તેના હજુ સુધીના સફર અને તેના ફોટાને જોયા બાદ તેની પાસે ફિલ્મોની ઓફર આવી રહી છે. સલમાન પોતે માનુષીને જોરદાર ડેબ્યુ આપવા માટે ઇચ્છુક છે.
સલમાને અનેક અભિનેત્રીઓનવે તક આપી છે. જેમાં સોનાક્ષી સિંહા, અથિયા શેટ્ટી, ડેઝી શાહ, જરીન ખાન, સ્લેહા ઉલાલનો સમાવેશ થાય છે. કેટલાક કલાકારોને શાનદાર તક આપવામાં આવી છે. બોલિવુડમાં સ્ટાર બાળકો જ એન્ટ્રી કરી રહ્યા છે. બહારના કલાકારો પહોંચી રહ્યા નથી. આવી સ્થિતીમાં સલમાન માનુષીને તક આપી શકે છે. તેની ડેબ્યુ ફિલ્મને લઇને ઉત્સુકતા છે.