નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીના પરિણામ હવે ૨૩મી મેના દિવસે જાહેર કરવામાં આવનાર છે. પરંતુ સાતમા અને અંતિમ તબક્કાના મતદાન બાદ એક્ઝિટ પોલના તારણો જારી કરવામાં આવ્યા હતા. એમ માનવામાં આવે છે કે પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી એકલા હાથે ૩૦૦ સીટ પાર કરી લેશે. ભારતીય જનતા પાર્ટી તેના રાજકીય ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ દેખાવ કરવાની દિશા છે. એક્ઝિટ પોલના તારણ પર વિશ્વાસ કરવામા આવે તો ભારતીય જનતા પાર્ટી પોતાના હજુ સુધીના સર્વશ્રેષ્ઠ રેકોર્ડ ૨૮૨ સીટના આંકડાને પાર કરી શકે છે. એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટી માટે એકલા હાથે બહુમતિ માટેનો દાવો કરવામાં આવ્યો છે. ભાજપને એકલા હાથે ૩૦૦ સીટો મળી શકે છે. એક્ઝિટ પોલ દર્શાવે છે કે ૨૦૧૯માં ફરી મોદી મેજિકની સ્થિતી છે.
સાફ સંદેશો મળી રહ્યો છે કે દેશમાં નરેન્દ્ર મોદી કોઇ પણ વિવાદ વગર સૌથી લોકપ્રિય નેતા છે. રાષ્ટ્રવાદની સાથે જોડાઇને મોદી લહેર વધારે મજબુત થઇ રહી છે. મહાગઠબંધન અને અન્ય ક્ષેત્રીય દળોની એકતા છતાં મોદીનો જાદુ અકબંધ દેખાઇ રહ્યો છે. તેમની સામે વિપક્ષના કોઇ નેતા ટક્કર આપતા દેખાઇ રહ્યા નથી. મોટા ભાગના એÂક્ટટ પોલમાં એનડીએને ૩૦૦ સીટ આપવામાં આવી રહી છે. એકલા હાથે ભારતીય જનતા પાર્ટી આ વખતે ૩૦૦ સીટો જીતી શકે છે કે કેમ તેને લઇને ભારે ચર્ચા છે.
જો કે એક્ઝિટ પોલના તારણ કેટલીક વખત ખોટા પણ સાબિત થયા છે. એકલા ભાજપને ૩૦૦ અથવા તો તેના કરતા વધારે સીટો આપવાનો દાવો કરનાર ટુડે ચાણક્ય અને એક્સિસ માય ઇન્ડિયાની કહેવા મુજબ યુપીમાં સમાજવાદી પાર્ટી-બહુજન સમાજવાદી પાર્ટી પણ ભાજપને રોકી શકશે નહીં. એનડીએને ઉત્તરપ્રદેશમા ૬૨-૬૮ સીટો મળી શકે છે. ચાણક્ય એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યુ છે કે યુપીમાં એનડીએને ૫૭થી લઇને ૭૩ સીટો મળી શકે છે.