સમગ્ર દુનિયા આજે ગ્લોબલ વિલેજ બની રહી છે પરંતુ જુદા જુદા દેશોની ભાષા જુદી જુદી હોવાના કારણે કેટલીક પરેશાની પણ આવી રહી છે. આવી સ્થિતીમાં અનેક વખત પ્રવાસીઓને મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે. અલબત્ત આ વાસ્તવિકતા છે કે સમગ્ર દુનિયામાં અગ્રેજી ભાષા બોલનાર અને સમજનાર લોકોની સંખ્યા ખુબ વધારે છે. પરંતુ જા તમે ટોકિયો અને ફ્રાન્સમાં પ્રવાસ પર જઇ રહ્યા છો તો ત્યાં આપને કેટલાક પ્રકારની સમસ્યા નડી શકે છે. આવી સ્થિતીમાં આપને ભાષાની અડચણોને દુર કરી શકે તે પ્રકારના ખાસ એપ્સ મોબાઇલ ફોનમાં રાખવાથી ફાયદો થાય છે. આપને આપના સ્માર્ટ ફોનમાં ટ્રાન્સલેશન એપ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી લેવાની જરૂર હોય છે. આની મદદથી તમે કોઇ પણ વિદેશી ભાષાને સરળ રીતે સમજી શકો છો. કેટલીક એપ્સ ખાસ ભાષામાં સ્પેશિયાલિસ્ટ છે. કેટલાક એપ્સ તો અવાજને સમજીને કામ કરે છે.
સાથે સાથે ટેક્સ્ટ વાંચી શકે છે. ગુગલ ટ્રાન્સલેશન એપ ગ્લોબલ કવરેજ માટે બેસ્ટ વિકલ્પ તરીકે છે. આ એપ્સ ૧૦૦થી વધારે ભાષાની સાથે કામ કરે છે. આ ભાષાને પોતાની રીતે શોધી કાઢે છે અને સમજી લે છે. તેને ટેક્સ્ટ, વોઇસ અથવા તો કરેકટર રિકોÂગ્નનેશન મારફતે અનુવાદ કરે છે. આ અલગ અલગ શબ્દોના બદલે સમગ્ર વાક્યને સમજીને સહજમાં અનુવાદ કરે છે. બિઝનેસ ટ્રિપ્સ માટે આ એપ આદર્શ સાબિત થઇ શકે છે. આ એપ ટ્રાન્સલેટર કરતા વધારે સારી રીતે કામ કરે છે.
ટ્રિપલિંગો એક ફુલ સર્વિસ ટ્રાવેલ એપ છે. જે વિદેશની યાત્રા દરમિયાન સંવાદમાં થનાર ભુલને ઓછી કરીને આપને મદદ કરે છે. તે ૪૨ ભાષામાં વોઇસ અને ટેક્સ્ટ આધારિત અનુવાદ પેશ કરે છે. કેજુઅલ વાતચીત માટે પણ ખુબ ઉપયોગી છે. આ કઇ પણ ટાઇપ કરવાની સ્થિતીમાં ૧૦૦થી વધારે ભાષામાં અનુવાદ પેશ કરે છે. તે ૨૪ ભાષા માટે ટેક્સ્ટ મારફતે વોઇસમાં મહિલા અને પુરૂષ અવાજમાં અનુવાદ કરે છે. આ ૩૩ ભાષામા ઓફલાઇન અનુવાદ કરે છે. અનુવાદ માટે અપગ્રેડેસનની માંગ રજૂ કરે છે. માઇક્રોસોફ્ટ ટ્રાન્સલેટર પણ ઉપયોગી એપ્સ છે. માઇક્રોસોફ્ટ ૬૦થી વધારે ભાષા માટે અનુવાદ કરે છે.
તે સિંગલ વાતચીત માટે અલગઅલગ ભાષાને એક સાથે અનુવાદ કરી શકે છે. જા તમે કંપનીના છ કારોબારી સાથે રિઝનલ ઓફિસમાં બેઠા છો તો તે દરેકના વિચારને અનુવાદ કરે છે. એશિયાની ટ્રિપ્સ માટે શાનદાર એપ તરીકે છે. આનુ નામ વેગો રાખવામાં આવ્યુ છે. જે સ્તળો પર ચીન, જાપાન અને કોરિયાના લોકો વધારે કામ કરે છે ત્યાં વેગો એપ ઉપયોગી સાબિત થાય છે. તેના ડેવલેપર્સ વિજુઅલ કરેક્ટર ટ્રાન્સલેશનના ક્ષેત્રમાં આગળ છે ચાર વર્ષ જુના આ એપથી કેટલીક સમસ્યાનો નિરાકરણ થઇ શકે છે. તે પોતાના કેમેરા રોલથી કોઇ પણ ઇમેજનુ પણ અનુવાદ કરી શકે છે.