પહેલાના સમયમાં ઇન્ટરનેટ યુઝર્સના સંબંધમાં વિચારણા કરતા હતા ત્યારે મેટ્રો, મિલેનિયલ અને મેલનુ જ ધ્યાન આવતુ હતુ. થોડાક સમય પહેલા સુધી અંગ્રેજી બોલનારવાળા લોકો અને ટેકનોલોજીની સારી માહિતી ધરાવનાર લોકો સુધી જ ઇન્ટરનેટની સુવિધા પહોંચી હતી. આવા લોકો જ ઇન્ટરનેટનો ઉપયોગ વધારે કરતા હતા. હવે ઇન્ટરનેટનો ઉપયોગ કરનાર લોકોની સંખ્યામાં ઉલ્લેખનીય વધારો થઇ રહ્યો છે. ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં રેકોર્ડ ગતિથી વધારો થઇ રહ્યો છે. ડેસ્ક ટોપ કોમ્પ્યુટર બાદ નોટબુક અને સ્માર્ટ ફોન યુઝર્સની વધતી સંખ્યાના કારણે ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
બેન ગુગલના નવા હેવાલ મુજબ આશરે ૫૦ કરોડ યુઝર્સની સાથે ઇન્ટરનેટ ઇકોનોમીનુ માર્કેટ કદ ૪૧૩૦૦ કરોડ ડોલર સુધી પહોંચી રહ્યુ છે. અથવા તો માર્કેટ કદ આશરે ત્રણ ખર્વ રૂપિયા સુધી છે. કંપનીઓ ભારતીય યુઝર્સની સાથે ઇન્ટરનેટના નવા દોરમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે. મેટ્રો, મિલેનિયલ અને મેલના ઇન્ટરનેટની દુનિયામાં રહેલા પ્રભત્વનુ હવે અંત આવી રહ્યુ છે. આ તમામનુ પ્રભુત્વ ખતમ થઇ રહ્યુછે ત્યારે હવે વોઇસ, વિડિયો અને વર્નાકુલરની માંગ પણ વધી રહી છે. સ્થાનિક ભાષાનો ઉપયોગ વધી રહ્યો છે. હાલમાં દેશમાં માત્ર પાંચ કરોડ યુઝર્સ જ ઇન્ટરનેટ સાથે ટ્રાન્ઝિક્શન કરે છે. કેટલીક મોટી કંપનીઓ તેમને પોતાની તરફ આકર્ષિત કરવા માટે પ્રયાસ કરે છે. જેમ જેમ ઇન્ટરનેટ યુઝર્સ ટ્રાન્ઝિક્શન કસ્ટમર્સમાં ફેરવાઇ જશે તેમ તેમ આગામી ૧૫ કરોડ યુઝર્સ ટ્રાન્ઝિક્શનમાટે તૈયાર થઇ જશે. હાલમાં જે ઇન્ટરનેટ છે તમામ માટે તૈયાર નથી. તેમાં અગ્રેજી ભાષાનો ઉપયોગ વધારે જાવા મળે છે. ભારતમાં કેટલાક લોકો એવા પણ છે જે હજુ સુધી કોઇ પણ સુપર માર્કેટમાં પહોંચ્યા નથી. તે કઇ રીતે માહિતી મેળવી લેશે કે શોપિંગ એપમાં કાર્ટ આઇકન પર ક્લીક કરવામાં આવ્યા બાદ બિલિંગ સુધી પહોંચી શકાય છે.
દેશમાં ૨૨ પ્રમુખ ભાષા મારફતે યુઝર્સ કઇ રીતે યોગ્ય સંવાદ કરી શકે તે રીતની તૈયારીમાં કંપનીઓ લાગેલી છે. દરેક મોટી કંપનીઓ આના માટે મોટા પાયે ભરતી કરી રહી છે. લોકલ સ્તર પર ભરતી કરવામાં આવી રહી છે. આંકડા દર્શાવે છે કે ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનાર દરેક વ્યક્તિ દર મહિને સરેરાશ આઠ જીબી ડાટાનો ઉપયોગ કરી રહ્યા છે. મોટી કંપનીઓને તો માહિતી છે કે તે આ યુઝર્સને ટ્રાન્ઝીક્શન કસ્ટર બનાવી શકે છે. આના માટે કંપનીઓ આવી પ્રોડક્ટસ રજૂ કરી રહી છે જે ભારતીયતા સાથે જાડાયેલી છે. આના માટે ખાસ રીતે ભારતીય સંસ્કૃતિ, રિતિ રિવાજ અને ભાષાનુ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. આના માટે યુઝર્સને પોતાની રીતે જાડવામાં આવે છે. કેટલીક કંપનીઓએ ઓનલાઇન એપ્સ માટે ખાસ સિરિજ અને મુવી બનાવવા માટેશરૂઆત કરી દીધી છે.
જે આપને ટીવી અથવા તો મોટા પરદા પર નજરે પડનાર નથી. આવનાર સમયમાં જેમ જેમ ઇન્ટરનેટની સ્પીડ વધશે તેમ તેમ ભારતમાં કનેક્ટેડ ડિવાઇસ, સ્માર્ટ ફોન હોમ અને ઇન્ટરનેટઓફ ધ થિગ્સના કોન્સેપ્ટને વેગ મળશે. ત્યારે તમામ ચીજા ઇન્ટરનેટથી સંભવ બની જશે. નેટથી ઇનોવેશન સુધી નવા કામ થઇ રહ્યા છે. નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ વધારી દેવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યુ છે. યુવા પેઢી હવે ઇન્ટરનેટથી ઇનોવેશનની દિશામાં આગળ વધી રહી છે. આવનાર સમયમાં એક જગ્યાએ બેસીને સમગ્ર દુનિયાને સમજી લેવા માટે મદદ મળશે. વિશ્વની દુનિયાને એક જગ્યાએથી જ જાણી શકાશે. ભારતીય ઇન્ટરનેટ પર કેટલાક ઇનોવેટિવ પ્રોડક્ટસ રજૂ કરવામાં આવી રહ્યા છે. હવે ભારતીય યુવાનો યુ ટ્યુબનો ઉપયોગ વધારે કરી રહ્યા છે.
દરેક સમસ્યાના ઉકેલ માટે યુટ્યુબનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. યુ ટ્યુબ પર ઉપલબ્ધ રહેલા વિડિયો મારફતે સમસ્યાને ઉકેલી લેવાના પ્રયાસ કરી રહ્યા છે. યુ ટ્યુબ ક્રિએટર્સની સંખ્યામાં પણ ઉલ્લેખનીય વધારો થઇ રહ્યો છે. હવે ઇન્ટરનેટ પર ત્રણ વીનુ પ્રભુત્વ જાઇ શકાય છે જેમાં વોઇસ, વિડિયો અને વર્નાકુલરનો સમાવેશ થાય છે. વર્નાકુલરમાં એવા એપ્સ આવે છે જે અલગ અલગ ભારતીય ભાષામાં સ્થાનિક કન્ટેન્ટને રજૂ કરી શકે છે. આના કારણે નેટવર્કના ફેલાવામાં મદદ મળી રહી છે. દરેક યુઝર સુધી પહોંચી જવાના પ્રયાસ થઇ રહ્યા છે.