લોસએન્જલસ : હોલિવુડની લોકપ્રિય સિંગર અને કેટલાક સ્ટેજ શો કરીને વિશ્વમાં ભારે ખળભળાટ મચાવી દેનાર બ્રિટની સ્પેયર્સના ચાહકો માટે નિરાશાજનક સમાચાર છે. કારણ કે એવુ જાણવા મળ્યુ છે કે બ્રિટની હવે ક્યારેય સ્ટેજ પર વાપસી કરનાર નથી. આ આશંકા બ્રિટની સ્પેયર્સના મેનેજર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા બાદ ચાહકો ભારે નિરાશ છે. બ્રિટનીના મેનેજર લેરી રૂડોલ્ફ દ્વારા આ શંકા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે બ્રિટની ભવિષ્યમાં થનાર કોન્સર્ટનો હિસ્સો બનવા જઇ રહી નથી. તેમણે કહ્યુ છે કે કદાચ હવે ક્યારેય બ્રિટની સ્ટેજ પર પરત ફરશે નહીં.
લેરીએ કહ્યુ છે કે તેઓ બ્રિટનીની શરૂઆતની લાઇફથી લઇને હજુ સુધી જાડાયેલા રહ્યા છે. બ્રિટની માટે પણ આ તબક્કામાંથી પસાર થવાની બાબત મુશ્કેલરૂપ બની ગઇ છે. તેમણે કહ્યુ છે કે હવે આ લડાઇ તેમના કેરિયરની નહીં બલ્કે તેમની લાઇફ સાથે જાડાયેલી છે. અત્રે નોંધનીય છે કે બ્રિટની હાલમાં માનસિક રીતે ભાંગી પડી છે. થોડાક સમય પહેલા તેને મેન્ટલ હેલ્થ ક્લિનીકમાં દાખલ કરવામાં આવી હતી. એમ માનવામાં આવી રહ્યુ હતુ કે તેના વધતા જતા ડિપ્રેશન માટે તેમના પિતા પણ જવાબદાર છે.
તેમના પિતાની હાલત પણ હવે ગંભીર બની રહી છે. સિંગર હાલમાં પોતે કોર્ટમાં પહોંચી હતી. તેના પિતાના કારણે તે પરેશાન થયેલી છે. પિતા પર આક્ષેપ કરતા બ્રિટનીએ કહ્યુહતુ કે તેમના પિતાએ બળજબરીપૂર્વક તેને મેન્ટલ હોÂસ્પટલમાં મોકલી દીધી હતી. કોર્ટમાં ઉપÂસ્થત રહેલી તેની માતાએ પણ બ્રિટનીનો સાથ આ મામલે આપ્યો હતો.