પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારમાં લોકોના લગ્ન પ્રસંગ માં વરસાદ અને વાવાઝોડું વિઘ્ન ન બન્યો હતો. લગ્ન પ્રસંગે બાંધેલા મંડપ ધરાશાયી થયા હતા તો બીજી તરફ વિજ થાંભલા અને જાહેર રસ્તા પર વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. લગ્નની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. લોકો ખૂબ જ ઉત્સાહ સાથે તેમના લાડકવાયા અને લાડકવાયી દીકરીના લગ્ન પ્રસંગ આવી રહ્યા છે. ત્યારે આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વીજળીના કડાકા સાથે ભારે પવન અને વરસાદ તૂટી પડયો હતો. ભારે પવનને લઇ ધાનેરા વિસ્તારના કેટલાક ઘરે લગ્ન પ્રસંગે બાંધેલા મંડપ ઉડી જવા પામ્યા હતા.
ગ્રુપમાં સદનસીબે કોઈ જાનહાનિ તો થઇ નથી પરંતુ મોટું નુકસાન થયું છે. તો બીજી તરફ જાહેર રસ્તા પર વૃક્ષો પણ ધરાશાયી થતા કેટલીક જગ્યા પર થોડા સમય માટે વાહન વ્યવહાર પણ અટવાયો હતો અને વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયું હતું. ત્યારે વીજળી પડવાના અને વીજ કરંટ લાગવાના બનાવો પણ સામે આવ્યા છે.
ભારે પવન અને વરસાદ આવતાં સમગ્ર ધાનેરા શહેરમાં વીજળી પણ ગૂલ થઈ હતી અને સમગ્ર શહેરમાં અંધારપટ છવાઈ જવા પામ્યો હતો અને લોકોએ ભારે મુશ્કેલી સાથે વાર રાત વિતાવી હતી. ધાનેરા સિવાય અન્ય અન્ય વિસ્તારોમાં પણ વરસાદ અને ભારે પવન અને કહેર મચાવ્યો હતો. જો વાત કરવામાં આવે લાખણી તાલુકાની લાખણી તાલુકામાં પણ ભારે ભારે પવન અને વરસાદને લઇ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ભારે પવનથી કોઈના ઘરના પતરા ઉડ્યા તો કોઈ પશુ બાંધવાના શેડ ના પતરા ઉડ્યા આ પત્ર પશુઓ પર પડતા પશુઓને પણ ગંભીર ઇજા થવા પામી છે અને ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે ખેડૂતો હવે આશા રાખી રહ્યા છે કે સરકાર આ બાબતે તેમને સહાય આપી મદદરૂપ બને.