નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીના સાતમાં અને અંતિમ તબક્કા માટે પ્રચાર આજે ચરમસીમા પર છે. આજે સાંજે ચૂંટણી પ્રચારનો અંત આવ્યા બાદ ૧૯મી મેના દિવસે મતદાન થનાર છે. બંગાળમાં વ્યાપક હિંસા થયા બાદ ચૂંટણી પ્રચારનો એક દિવસ પહેલા જ અંત આવી ગયો હતો. ચૂંટણીના છ તબક્કા માટે હજુ સુધી મતદાન થઇ ચુક્યુ છે. ક્યા તબક્કામાં કેટલા ટકા મતદાન થયુ તે નીચે મુજબ છે.
તબક્કા મતદાન ટકાવારી
છઠ્ઠા તબક્કા – ૬૩.૩
પાંચમા તબક્કા – ૬૩.૫
ચોથા તબક્કા – ૬૪
ત્રીજા તબક્કા- ૬૬.૮
બીજા તબક્કા – ૬૮.૧
પ્રથમ તબક્કા – ૬૯.૫