અમદાવાદ : માઈક્રોસોફ્ટે વિશેષરૂપે તૈયાર કરાયેલ ઓનલાઈન આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ (એઆઈ) કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી છે, જેનો આશય લોકોનું જીવન સમૃદ્ધ બનાવવા તથાવધુ કાર્યક્ષમતા માટે સમગ્ર ભારતમાં ડેવલપર કોમ્યુનિટી અને સંસ્થાઓમાં કર્મચારીઓને ક્લાઉડ આધારિત એઆઈની તાકતનો ઉપયોગ કરવા અને સ્માર્ટ એપ્સ તૈયાર કરવા સક્ષમ બનાવવાનો છે.મે ૨૭- મે ૩૧ ૨૦૧૯થી યોજાનારા કાર્યક્રમમાં શ્રેણીબદ્ધ કાર્યશાળા યોજાશે, જે તેમાં ભાગ લેનારાઓને ક્લાઉડ કમ્પ્યુટિંગ, ડેટા સાયન્સીસ, એઆઈ અને આઈઓટીમાં તેમની કુશળતા અને નિપુણતા વધારવામાં મદદ કરશે. વધારામાં, તે વિશ્વમાં એઆઈમાં લેટેસ્ટ ટ્રેન્ડ્સમાં વ્યાપક માહિતી પણ પૂરી પાડશે.
ફ્લિપકાર્ટ, રિલાયન્સ જિયો અને ઈનમોબી જેવી કંપનીઓના ડેટા વિજ્ઞાનીઓ અને ટેક્નોલોજી લીડર્સ આ વર્કશોપ્સના સેશન્સને સંબોધન કરશે, જે તેમનાકારોબાર અને ઉદ્યોગને ટેક્નોલોજી સાથે રૂપાંતરિત કરવા તરફ આગળ લઈ જશે.
માઈક્રોસોફ્ટ ઈન્ડિયાના નેશનલ ટેક્નોલોજી ઓફિસર ડા. રોહિણિ શ્રીવત્સે જણાવ્યું હતું કે, ‘આજે, પ્રત્યેક કંપની એક સોફ્ટવેર કંપની છે. તેમની પાસે કાર્યક્ષમ ડેટા હોય છે, પરંતુ તેનો ઉપયોગ કરવા માટેની નિપુણતા અથવા સોલ્યુશન્સનો તેમનામાં અભવા હોય છે અને સતત વિકસતી ઈકોસિસ્ટમ સાથે સંસ્થાઓ માટે અંતિમ ગ્રાહકોને વ્યાપારિક મૂલ્યનો લાભ પૂરો પાડવા માટે અને એઆઈ એકીકૃત વર્ક કલ્ચર અપનાવવા માટે એઆઈનો લાભ મેળવવાનું ખૂબ જ મહત્વનું બની ગયું છે. આ વર્ચ્યુઅલ સત્રો સાથે અમારો આશય ભારતીય દ્યોગોમાં એઆઈની કુશળતા સંબંધિત વર્તમાન અંતર દૂર કરવાનો છે. માઈક્રોસોફ્ટના નિષ્ણાતો અને ઉદ્યોગના અન્ય લીડર્સને એક સાથે લાવીને અમે વિશાળ પ્રતિભા જૂથને એઆઈ અને એમએલ કુશળતા પૂરી પાડવાની આશા ધરાવીએ છીએ.’