છ લાખ કારના પ્રદુષણ બરોબર ગરમી દર વર્ષે વાયુમંડળમાં ઉમેરાઇ રહી છે. અમેરિકામાં મિથેન ગેસ લિકેજને ગ્રીન હાઉસ ગેસ વધવા માટેમના મુખ્ય કારણ તરીકે જાવામાં આવે છે. જળવાયુ પરિવર્તનને રોકવા માટે વિશ્વના દેશો હાલના સમયમાં મથામણ કરી રહ્યા છે. બીજી બાજ જળવાયુ પરિવર્તનને રોકવા માટેની આડમાં ટ્રમ્પ વહીવટીતંત્ર ફરી એકવાર ઓબામા વહીવટી તંત્રના સમય પર બનેલા પર્યાવરણ સંબંધી નિયમોમાં ફેરફાર કરવા માટે વિચારણા કરે છે. હાલમાં જ ટ્રમ્પની સહયોગી વહીવટી પર્યાવરણ સંરક્ષણ સંસ્થા (ઇપીએ) દ્વારા મિથેન ગેસના ખોદકામ સમય થનાર લિકેજ અને રિપેર કામ સંબંધી નિયમોમા ફેરફાર કરવા માટે પ્રસ્તાવ મુક્યો હતો.
ઇપીએ દ્વારા કહેવાં આવ્યુ હતુ કે નિયમોમાં સુધારા કરીને ઉદ્યોગ૨૦૧૯થી ૨૦૨૫ વચ્ચેના ગાળામા ૩.૯ કોડ રૂપિયાની વાર્ષિક બચત કરી શકાય છે. સાથે સાથે આ સુધારા મારફતે મીથેન ગેસના ઉત્પાદનને પણ વધારી શકાય છે. આ સંબંધમાં ઇપીએ તરફથી એવી દલીલ આપવામાં આવી હતી કે તેલ અને ગેસના કુવાના ખોદકામ કરતી વેળા વધારે પ્રમાણમાં મિથેન ગેસ લિક થાય છે. જે કુદરતી ગેસના મુખ્ય ઘટક તરીકે છે. મીથેન લિકેજ અમેરિકાની કુલ ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જન પૈકી ૧૦ ટકાની આસપાસ છે. વાયુ મડળમાં ભળી જવાના શરૂઆતના ૨૦ વર્ષના ગાળામાં આના કારણે કાર્બન ડાયોક્સાઇડ જનિત પ્રવાહની શક્યતા આઠ ગણી વધારે રહે છે. આ ગરમી દર વર્ષે છ લાખ ૪૨ હજાર નવી કારના માર્ગો પર ઉતરવાના કારણે માર્ગ પર ઉતરવાના કારણે થતી ગરમીના બરોબર છે.
જે અમેરિકામાં ગ્રીન હાઉસ ગેસના મુખ્ય કારણ તરીકે છે. ટ્રમ્પ વહીવટીતંત્રે હાલમા વાહનો માટે કઠોર ફ્યુઅલ માપદંડની વાત કરી હતી. નવી વ્યવસ્થા રાજ્યોને સાધનો અને ઉપકરણના સંબંધમાં માપદંડ પોતે તૈયાર કરવા માટે કહ્યુ હતુ. ગયા વર્ષે આદિવાસી ક્ષેત્રોની જમીનો પર મિથેન ગેસના ઉત્સર્જન રોકવા માટે ઓબામા વહીવટી તંત્રની યોજનાને મોડેથી લાગુ કરવામાં આવી હતી. પર્યાવરણ અને લોક નિર્માણ સમિતીના થોમસ કાર્પેરે કહ્યુ હતુ કે ટ્ર્મ્પ વહીવટી તંત્ર કરોડો અમેરિકી લોકોના આરોગ્ય સાથે ચેડા કરીને આગળ વધવા માટે તૈયાર છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરીને દેશની નબળી અને નીચલા સ્તરની સંચાલનવાળી ગેસ કંપનીઓની વધારે ચિતા કરી રહ્યા છે. આ પ્રસ્તાવ પર જનસુનાવણી હાલમાં બાકી છે. જા કે ટ્રમ્પની જિદ્દના કારણે તેના રોકાવવાની શક્યતા ઓછી દેખાઇ રહી છે. જાણકાર નિષ્ણાંતો અને ઇપીએનુ કહેવુ છે કે વર્ષ ૨૦૧૮ની સરખામણીમાં વર્ષ ૨૦૧૯ અને વર્ષ ૨૦૨૫ વચ્ચે મિથેન ગેસ ઉત્સર્જનમાં કુલ ૩૪ લાખ ૪૭ હજાર મેટ્રીક ટનનો વધારો થશે.
આ ઓબામા વહીવટી તંત્રના નિયમોને બદલાના પ્રયાસ તરીકે છે. ઓબામાની પર્યાવરણની નીતિઓને બદલી નાંખવા માટેના પ્રયાસ ચાલી રહ્યા છે. ૬.૯ ટકા ગ્રીન હાઉસ ગેસનુ વાર્ષિક ઉત્સર્જન કરનાર ભારત વિશ્વના ચોથા દેશ તરીકે છે. તેમાં ઘટાડો કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વર્ષ ૨૦૩૦ ુધીમાં ગ્રીન હાઉસ ગેસના મામલે ભારત ૩૩.૩૫ ટકા સુધી ઘટાડો કરીને આગળ વધવા માટે ઇચ્છુક છે. આના માટે ટાર્ગેટ પહેલાથી જ નક્કી કરવામાં આવી રહ્યા છે. વર્ષ ૨૦૨૦ સુધી આને ૨૦.૨૫ ટકા સુધી ઘટાડી દેવાની યોજના ધરાવે છે. દર વર્ષે મોટા પ્રમાણમાં ગરમી વાયુમંડળમાં ભળી રહી છે. જેને રોકવા માટે તરત પગલા લેવાની જરૂર દેખાઇ રહી છે. ભારત સહિતના દુનિયાના દેશો પહેલ કરી રહ્યા છે પરંતુ આ ગતિ હાલમા ખુબ ધીમી છે.
જળવાયુ પરિવર્તનને લઇને દુનિયાના દેશો હેરાન છે. તેની પ્રતિકુળ અસર હાલના વર્ષોમાં જોવા મળી રહી છે. જેના કારણે પુર, વધારે વરસાદ, ઓછા વરસાદ, કમૌસમી વરસાદ જોવા મળે છે. કોઇ પણ સમય એકાએક વરસાદ અને કુદરતી હોનારત આના કારણે વધી રહી છે. ભારત અને અમેરિકા સહિતના દેશો આ દિશામાં સતત અભ્યાસ કરી રહ્યા છે. ભારત સહિતના દેશો જળવાયુ પરિવર્તનની આડ અસરને રોકવા માટે બનતા તમામ પ્રયાસો કરી રહ્યા છે. આમાં સફળતા મળે તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. જો કે આના માટે ગંભીર બનેલા દુનિયાના દેશો હાલના સમયમાં બેઠકોનો દોર યોજી રહ્યા છે અને શક્યત તમામ પગલા લઇ રહ્યા છે.