બંગાળ : ભાજપ ૨૩થી વધુ સીટો જીતી સપાટો બોલાવશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મંગળવારના દિવસે તેમની કોલકત્તા રોડ શો દરમિયાન વ્યાપક હિંસા થયા બાદ આજે પત્રકાર  પરિષદ યોજી હતી. જેમાં અમિત શાહે પશ્ચિંમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર તેજાબી પ્રહારો કર્યા હતા. અમિત શાહે કહ્યુ હતુ કે  રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની કોઇ જરૂર નથી. કારણ કે ૨૩મી મેના દિવસે આ શાસનની પૂર્ણાહુતિ થઇ રહી છે. જનતા આ શાસનને ખતમ કરી  દેશે. અમારી બાઇકો અને જીપને સળગાવી દેવામાં આવી છે. અમે દેશભરમાં ચૂંટણી લડી રહ્યા છીએ. કોઇ જગ્યાએ કોઇ હિંસા થઇ રહી નથી. કારણ કે ત્યાં ટીએમસી નથી.

બંગાળમાં હિંસા કેમ થઇ રહી છે. કારણ કે અહીં ટીએમસી પાર્ટી છે. અમિત શાહે આજે સવારે આક્ષેપ કરતા કહ્યુ હતુ કે જો સીઆરપીઅફની ટુકડી રહી ન હોત તો તેમની સામે પણ તકલીફ થઇ હોત. તેમના મોટી સંખ્યામાં કાર્યકરોના મૃત્યુ થયા છે. તેઓ સોભાગ્યથી બચી ગયા હતા. અમિત શાહે એમ પણ કહ્યુ હતુ કે અમે ૩૦૦થી વધારે સીટો જીતી રહ્યા છીએ. વિક્ષના નેતાની પસંદગી વિરોધ પક્ષો ભેગા મળીને કરી શકે છે. બંગાળની પ્રજા હવે લડાયક મુડમાં છે.

બંગાળમાં અમારી પાર્ટી ૨૩ કરતા પણ વધારે સીટો જીતી રહ્યા છીએ. અમિત શાહે કહ્યુ હતુ કે તેમની સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.પરંતુ તેઓ આવી એફઆઇઆરથી ડરતા નથી. મમતા બેનર્જીએ બે દિવસ પહેલા જ બદલો લેવાની ધમકી હતી. ચૂંટણી પંચે મમતા બેનર્જી અને તેમની પાર્ટી સામે કાર્યવાહી કરવી જોઇએ. ચૂંટણી નિષ્પક્ષ થાય તે પ્રયાસ થવા જોઇએ.

Share This Article

Fatal error: Uncaught ErrorException: md5_file(/home/khabarp/public_html/wp-content/litespeed/css/c4fa9b078b6dbfa35e0c7359c722a71d.css.tmp): failed to open stream: No such file or directory in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php:151 Stack trace: #0 [internal function]: litespeed_exception_handler(2, 'md5_file(/home/...', '/home/khabarp/p...', 151, Array) #1 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php(151): md5_file('/home/khabarp/p...') #2 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(843): LiteSpeed\Optimizer->serve('https://khabarp...', 'css', true, Array) #3 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(334): LiteSpeed\Optimize->_build_hash_url(Array) #4 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(264): LiteSpeed\Optimize->_optimize() #5 /home/khabarp/public_html/wp-includes/class-wp-hook.php(324): LiteSpeed\Optimize->finalize in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php on line 151