નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પર હાઇપ્રોફાઇલ જંગ ખેલાનાર છે. આ વખતે ચૂંટણીના કારણે વર્ષ ૨૦૧૪ જેટલી આવક થાય તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. વર્ષ ૨૦૧૪ની ચૂંટણીની વાત કરવામાં આવે તો એ વખતે ઓફ સિઝન હતી. આ ઓફ સિઝનના બે મહિનાના ગાળા દરમિયાન કારોબારનો આંકડો ઉલ્લેખનીય ઉંચી સપાટી પર પહોંચી ગયો હતો. આ આંકડો એ વખતે રેકોર્ડ ઉંચી સપાટી પર પહોંચી ગયા બાદ નાના મોટા કારોબારી પણ ખુશ અને સંતુષ્ટ દેખાયા હતા.
ઓફ સિઝનના આ બે મહિનના ગાળા દરમિયાન હોટેલો, લોજ, ગેસ્ટ હાઉસની કમાણી ૧૫થી ૧૭ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ હતી. આવી જ રીતે ટ્રાવેલ્સ એજન્સીઓનો કારોબાર પાંચથી છ કરોડ રહ્યો હતો. ઓટો રિક્શા અને અન્ય રીતે કમાણી કરનાર લોકોની કમાણીનો આંકડો આશરે બે કરોડ સુધી પહોંચી ગયો હતો.
જ્યારે અન્ય આંકડા દર્શાવે છે કે રેસ્ટોરન્ટ અને ભોજનાલય તેમજ લારી ગલ્લાવાળાની કમાણી છથી સાત કરોડ સુધી પહોંચી ગઇ હત. સાડીનુ વેચાણ આશરે ૫૦ લાખ રૂપિયા સુધી પહોંચી ગયુ હતુ. આ વખતે કમાણી નબળી રહી શકે છે. ટ્યુરિસ્ટ વેલફેર એસોસિએશનના અધ્યક્ષ રાહુલ કુમારે કહ્યુ છે કે છેલ્લી ચૂંટણીના સમય ઓફ સિઝનમાં પણ પ્રવાસ ઉદ્યોગને મોટી કમાણી થઇ હતી. આ વખતે જોરદાર સન્નાટો જોવા મળે છે.