ક્રિકેટના મહાકુંભ એટલે કે વર્લ્ડ કપ ક્રિકેટની શરૂઆત આડે હવે વધારે દિવસો રહ્યા નથી ત્યારે સમગ્ર વિશ્વમાં ક્રિકેટ ક્રેઝ હવે જોવા મળનાર છે. ક્રિકેટ વર્લ્ડ કપ પહેલા જ પસંદ કરવામા ંઆવેલા ૧૫ ભારતીય ખેલાડીઓ પૈકી ૧૨ ખેલાડીઓનો દેખાવ આઇપીએલમાં જોરદાર રહ્યો છે. આઇપીએલના કારણે તમામ ખેલાડીઓને ફાયદો થશે. ખાસ કરીને વર્લ્ડ કપમાં ભારતને સીધો લાભ થશે.આઇપીએલની પુર્ણાહુતિના અંતે ખેલાડીઓ અને ટીમ પર રૂપિયાનો વરસાદ આયોજકો દ્વારા કરવામાં આવ્યો હતો.
આઇપીએલની પુર્ણાહુતિ થયા બાદ તમામ એવોર્ડ જાહેર કરાયા હતા જે મુજબ વિજેતા મુંબઈ ઇન્ડિયન્સને ૨૦ કરોડ રૂપિયા આવામાં આવ્યા હતા. જ્યારે રનર્સ અપ રહેલી ચેન્નાઈની ટીમને ૧૨.૫ કરોડ રૂપિયા મળ્યા હતા. ત્રીજા અને ચોથા સ્થાને રહેલી દિલ્હી કેપિટલ અને સનરાઈઝને ૮૭૫૦૦૦૦૦ રૂપિયા મળ્યા હતા. પ્લેયર ઓફ દ મેચ ફાઈનલ બનેલા બુમરાહને ૫૦૦૦૦૦ રૂપિયા મળ્યા હતા. કેકેઆરના આંદ્ર રસેલને સૌથી વેલ્યુએબલ પ્લેયર તરીકે ૧૦૦૦૦૦૦ રૂપિયા મળ્યા હતા.
ઓરેન્જ કેપ અથવાસૌથી વધુ રન કરનાર સનરાઈઝના ડેવિડ વોર્નરને ૧૦૦૦૦૦૦ મળ્યા હતા. વોર્નરે ૧૨ મેચમાં ૬૯૨ રન કર્યા હતા. પરપલ કેપ અથવા તો સૌથી વધુ વિકેટ લેનાર સીએસકેના ઇમરાન તાહિરને ૧૦૦૦૦૦૦ રૂપિયા મળ્યા હતા. ઇમરાન તાહિરે ૧૭ મેચમાં ૨૬ વિકેટ ઝડપી હતી. સુપર સ્ટ્રાઇકર ઓફ દ સિઝન તરીકે કેકેઆરના આંદ્ર રસેલ રહ્યો હતો. તેને કાર અને ૧૦૦૦૦૦૦ રૂપિયાનુ ઇનામ આવામાં આવ્યુ હતુ. પરફેક્ટ કેચ ઓફ દ સિઝન તરીકે મુંબઈ ઇન્ડિયન્સના પોલાર્ડને પસંદ કરાયો. પોલાર્ડને ૧૦૦૦૦૦૦ રૂપિયા મળ્યા હતા. ગેમ ચેન્જર્સ ઓફ દ સિઝન તરીકે મુંબઈ ઇન્ડિયન્સનો રાહુલ ચહર રહ્યો હતો. જેને ૧૦૦૦૦૦૦ રૂપિયા આપવામાં આવ્યા હતા. સૌથી ઝડપી ૫૦ રન બનાવનાર ખેલાડી તરીકે હાર્દિક પંડ્યા રહ્યો. પંડ્યાને ૧૦૦૦૦૦૦ રૂપિયાનુ ઇનામ આપવામા આવ્યુ હતુ.