વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયામાં છેલ્લી ઘડીએ પસંદ કરવામાં આવેલા ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલે તમામનુ ધ્યાન ખેંચ્યુ છે. રાહુલે પોતાની પસંદગીને યોગ્ય ઠેરવી છે. રાહુલે તમામન પ્રભાવિત કરીને સૌથી વધારે રન ખડકી દીધા છે.કિગ્સ ઇલેવન પંજાબ તરફથી રમતા રાહુલે ૫૯૩ રન બનાવ્યા છે. આઇપીએલમાં સૌથી વધારે રન કરવાના મામલે તે બીજા સ્થાને રહ્યો છે. રાહુલે આઇપીએલ મેચોમાં સૌથી વધારે રન બનાવીને તમામના વિશ્વાસ જીતી લીધા છે. રાહુલે એક સદી અને છ અડધી સદીકરી છે. તે વર્લ્ડ કપમાં ભારત માટે ખુબ ઉપયોગી બેટ્સમેન તરીકે સાબિત થઇ શકે છે. રાહુલની સાથે જ ૫૦૦ રનનો આંકડો પાર કરી જવાના મામલે ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન રહ્યો છે. ધવને ૧૬ મેચોમાં ૫૨૧ રન કર્યા છે.
જેમાં પાંચ અડધી સદીનો સમાવેશ થાય છે. આ બંનેની જાડી વર્લ્ડ કપમાં ભારતને ફાયદો કરાવી શકે છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના નેતૃત્વમાં રોયલ્સ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ આઇપીએલમાં ફ્લોપ રહી હતી પરંતુ તેનો અંગત દેખાવ જારદાર રહ્યોહતો. તેની ટીમ બેંગલોર પ્લેઓફમાં પણ પહોંચી શકી ન હતી. જા કે તે કેપ્ટન તરીકે જારદાર બેટ્સસમન રહ્યો હતો. કોહલીએ ૧૪ મેચોમાં ૪૬૪ રન બનાવ્યા હતા. જેમાં એક સદી અને ચાર અડધી સદીનો સમાવેશ થાય છે. ટમ ઇન્ડિયાના વાઇસ કેપ્ટન રોહિતશર્મા પણ જારદાર દેખાવ કરવામાં સફળ રહ્યો છે. તેની કેટનશીપ અને બેટિંગની પણ ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. રોહિત શર્માએ ૧૫ મેચોમાં ૪૦૫ રન કર્યાહતા.ઇન્ડિયન પ્રિમિયર લીગના ૧૨માં સિઝનની રોમાંચકરીતે પૂર્ણાહૂતિ થઇ ગઇ છે.
મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સ ઉપર એક રને રોમાંચક જીત મેળવી હતી. આની સાથે જ ચોથી વખત ટ્રોફી પોતાના નામ ઉપર કરવામાં સફળતા મેળવી હતી. આઈપીએલમાં વિજેતા બનેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમને જીત બદલ ૨૦ કરોડ રૂપિયા મળ્યા હતા જ્યારે રનર્સ અપ રહેવા બદલ ચેન્નાઈ ૧૨.૫ કરોડ રૂપિયા મળ્યા હતા. એવોર્ડ વિજેતા ટીમ ઉપર પણ રૂપિયાનો વરસાદ થયો હતો. વિજેતા, ઉપવિજેતા, અન્ય ટીમો, મેન ઓફ દ સિરીઝ, મેન ઓફ દ મેચ સહિતના તમામ એવોર્ડ જાહેર કરવામાં આવ્યા હતા. મુંબઇની સામે એક રનથી પરાજિત થયા બાદ ધોનીએ કહ્યું હતું કે, મેચ ખુબ જ રોમાંચક હતી જેમાં બંને ટીમો એકબીજાને ટ્રોફી આપવાની તક સર્જી રહી હતી. ફાઇનલ મેચમાં એકબાજુ મુંબઈ તરફથી મેચ દરમિયાન ત્રણ કેચ પડતા મુકવામાં આવ્યા હતા જ્યારે ચેન્નાઈ તરફથી બે વિકેટ રનઆઉટમાં ગુમાવી હતી. ધોની પણ રનઆઉટ થયો હતો. આઇપીએલની રંગારંગ કાર્યક્રમ વચ્ચે શરૂઆત થયા બાદ એક પછી એક રોમાંચક મેચોનો દોર શરૂ થયો હતો. જે ફાઇનલ મેચ સુધી જારી રહ્યો હતો.