મુંબઇ : શાહિદ કપુર પોતાની ટુંક સમયમાં જ રજૂ થનારી ફિલ્મ અર્જુન રેડ્ડીને લઇને આશા વ્યક્ત કરી છે. આ ફિલ્મ એક્શનથી ભરપુર ફિલ્મ છે. તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની હિન્દી રીમેક ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. જેમાં શાહિદ કપુર મુખ્ય રોલમાં છે. ફિલ્મ માટે ટ્રેલર લોંચ કરવામાં આવ્યા બાદ ભારે ચર્ચા છે. ફિલ્મમાં અશ્લીલ ભાષા, આલ્કોહલ અને ડ્રગની ટેવ જેવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દરમિયાન શાહિદ કપુરે કંગના રાણાવતને પણ પોતાની ફિલ્મ માટે શુભેચ્છા પાઠવી છે. શાહિદનુ હેવુ છે કે કંગના એક શાનદાર સ્ટાર છે. તેની સાથે કામ કરવાની બાબત તમામ માટે પ્રેરણા સમાન છે. શાહિદની ફિલ્મ કબીર પહેલા કંગના રાણાવતની સાથે રજૂ કરવામાં આવનાર હતી.
જો કે હવે આ ફિલ્મો સાથે ટકરાનાર નથી. પહેલા ફિલ્મ ૨૧મી જુનના દિવસે કંગના રાણાવતની ફિલ્મ મેન્ટલ હે ક્યાંન સાથે રજૂ કરવામાં આવનાર હતી. જો કે હવે મેન્ટલ હે ક્યાંની નિર્માત્રી એકતા કપુરે ફિલ્મની રજૂઆતની તારીખ બદલી નાંખી છે. આ લ્મિ હવે ૨૬મી જુલાઇના દિવસે રજૂ કરવામાં આવનાર છે. જેના કારણે હવે કબીર સિંહ એકમાત્ર એવી ફિલ્મ રહેશે જે એ સપ્તાહમાં રજૂ કરવામાં આવનાર છે. શાહિદ કપુરે કંગનાને તેની ફિલ્મ માટે ગુડલક કહ્યુ છે. શાહિદે કહ્યુ છે કે અમે એક વર્ષ પહેલા રજૂઆતની તારીખ જાહેર કરી હતી.
અમે પહેલાથી જ નક્કી કરીને બેઠા હતા કે ફિલ્મને આ જ તારીખે રજૂ કરવામાં આવે. હવે સોલો ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે. શાહિદે કહ્યુ છે કે એકતાએ પોતે તારીખ બદલી નાંખવાની જાહેરાત કરી દીધી છે. કબીર સિંહ લેખ અને નિર્દેશક સંદપ બાંગાની ફિલ્મ છે.ફિલ્મના ટ્રેલરને સારી પ્રતિક્રિયા મળી રહી છે. કંગના અને શાહિદ ફિલ્મ રંગુનમાં સાથે નજરે પડ્યા હતા. ફિલ્મના કિસિંગ સીન હતા.