મુંબઇ : શેરબજારમાં આજે છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી મંદી પર બ્રેક મુકાઇ હતી. અમેરિકા અને ચીન વચ્ચે વેપાર યુદ્ધની સ્થિતીના કારણે હાલત કફોડી બનવાના સંકેત દેખાઇ રહ્યા છે. બંને દેશો વચ્ચે સંબંધ ખરાબ થયા બાદ વૈશ્વિક બજારમાં મંદી ફેલાઇ ગઇ છે. ચીને ખેંચતાણ વચ્ચે જેવા સાથે તેવાના વર્તન સાથે હવે અમેરિકી ચીજવસ્તુઓ પર ૬૦ અબજ ડોલરના ઉંચા ટેરિફના આદેશ બાદ હાલત કફોડી બનવાના સંકેત દેખાઇ રહ્યા છે. આજે કારોબારન શરૂઆત થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૨૫ પોઇન્ટ સુધરીને ૩૭૧૧૦ની નીચી સપાટી પર હતો.
શેરબજારમાં ગઇકાલે છેલ્લા કલાક દરમિયાન જારદાર વેચવાલી જામી હતી જેના પરિણામ સ્વરુપે સેંસેક્સમાં ફરીવાર ઉલ્લેખનીય કડાકો બોલી ગયો હતો. બીએસઈ સેંસેક્સ ૩૭૨ પોઇન્ટ ઘટીને ૩૭૦૯૧ની નીચી સપાટીએ રહ્યો હતો. નિફ્ટી ૫૦ ઇન્ડેક્સમાં ભારે અફડાતફડી રહી હતી. આની સાથે જ નિફ્ટી ૧૩૧ પોઇન્ટ ઘટીને ૧૧૧૪૮ની નીચી સપાટીએ રહ્યો હતો.એપ્રિલ મહિનામાં વાર્ષિક રિટેલ ફુગાવો ૨.૯૨ ટકા થઇ ગયો છે જે અગાઉના મહિનામાં ૨.૮૬ ટકા હતો પરંતુ હજુ પણ આરબીઆઈ દ્વારા કરવામાં આવેલી આગાહી કરતા આ દર ઓછો છે.
નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આજે જારી કરવામાં આવેલા આંકડામાં આ મુજબની વાત કરવામાં આવી હતી. કઠોળમાં ફુગાવો માઇનસ ૦.૯ ટકા રહ્યો છે. એપ્રિલ મહિનામાં ફુડ બાસ્કેટમાં ફુગાવો ૧.૧ ટકા અને માર્ચ મહિનામાં ૦.૩ ટકા હતો. સતત નવમાં મહિનામાં મોંઘવારીનો દર રિઝર્વ બેંક દ્વારા નક્કી કરવામાં આવેલા ટાર્ગેટ કરતા ઓછો રહ્યો છે. રિઝર્વ બેંક દ્વારા રિટેલ ફુગાવો ચાર ટકા નક્કી કરવામાં આવ્યો છે.