વારાણસી પર તમામનું ધ્યાન કેન્દ્રિત થઇ ગયું…

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી ઉપર તમામ ધ્યાન કેન્દ્રિત કરી ચુક્યા છે. બીજી બાજુ તમામ મોટા રાજકીય પક્ષો પણ વારાણસી ઉપર હવે નજર કરી રહ્યા છે જ્યાં સાતમાં અને અંતિમ તબક્કામાં મતદાન યોજાનાર છે. નરેન્દ્ર મોદી ઉપર પણ અહીં પહોંચનાર છે. બીજી બાજુ પ્રિયંકા ગાંધી દ્વારા આવતીકાલે બુધવારના રોડ શો યોજવામાં આવનાર છે. માયા અને અખિલેશ દ્વારા પણ એક સંયુક્ત રેલી કરવામાં આવનાર છે.

વારાણસીમાં ૧૬મી સુધી વડાપ્રધાન કોઇ કાર્યક્રમ ધરાવતા નથી પરંતુ ૧૭મી મેના દિવસે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે મોદી ફરીવાર પહોંચશે. નોમિનેશનના દિવસે મોદી વારાણસી પહોંચ્યા હતા જ્યાં તેઓએ સંબોધનમાં કહ્યું હતું કે, ૧૯મી મેના દિવસે મતદાન પહેલા તેઓ પહોંચશે નહીં.

દેશભરના લોકો સમક્ષ તેઓએ આ ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે, તેઓ ૧૬મી મેના દિવસે નજીકના મતવિસ્તાર મિરઝાપુરમાં પ્રચાર કરશે ત્યાંથી પશ્ચિમ બંગાળમાં એજ દિવસે બે રેલી કરવા પહોંચશે. પ્રિયંકા ગાંધી અજય રાયના સમર્થનમાં રોડ શો કરનાર છે. વારાણસીની બેઠક ઉપર સીધી સ્પર્ધા દેખાઈ રહી નથી. મોદી દ્વારા નામાંકનના દિવસે રોડ શો કરાયા બાદ અહીં તેમની જીત એક તરફી બનેલી છે.

Share This Article