જમ્મુ કાશ્મીરમાં સ્થિતીને સામાન્ય બનાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવા છતાં ઘણા વર્ષોથી સ્થિતી સામાન્ય બની રહી નથી. આના માટે કારણ તો અનેક છે પરંતુ હવે સ્થિતી દિન પ્રતિદિન સુધરી રહી છે. જા કે જ્યાં સુધી સ્થાનિક લોકોમાં વિશ્વાસ જાગશે નહીં ત્યાં સુધી અન્ય રાજ્યોની જેમ સ્થિતી સામાન્ય બનાવી શકાશે નહીં. દેશના સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં ત્રાસવાદના કારણે પ્રવાસ પર માઠી અસર થઇ છે. સાથે સાથે વિકાસની ગતિ બિલકુલ રોકાઇ ગઅ છે. કટ્ટરપંથીઓ અને અન્ય લોકોની સામે પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં હજુ સ્થિતી કેટલાક અંશે કેટલાક વિસ્તારમાં નોર્મલ દેખાતી નથી.
રાજકીય પક્ષો, સરકારો અને કેન્દ્ર સરકાર ખીણના નાગરિકોને અલગતાવાદીઓથી દુર રહેવા માટે જે પ્રયાસ કરી રહી છે તેમાં પુરતી સફળતા મળી રહી નથી. ગયા વર્ષે જ્યારે કાશ્મીરમાં સ્થિતી જ્યારે વધારે ખરાબ થઇ રહી હતી ત્યારે કેન્દ્ર સરકારે એક સારી પહેલ કરીને નવેમ્બર ૨૦૧૭માં પોતાના એક શાંતિ મંત્રણાકારને પણ ત્યાં મોકલ્યા હતા. તેમને કાશ્મીરમાં હવે છ મહિના થઇ ગયા છે. પરંતુ ઉલ્લેખ કરવા લાયક તેમની પાસે હજુ સુધી કોઇ વાત આવી નથી. કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા એમ પણ કહેવામાં આવ્યુ છે કે વર્ષ ૧૯૯૦થી લઇને વર્ષ ૨૦૦૭ સુધી ત્રાસવાદ અથવા તો તેનો સામનો કરવા માટે થયેલી હિંસામાં જોરદાર વધારો થયો હતો.
આ ઘટનામાં ૧૩,૯૭૬ સામાન્ય નાગરિકોના મોત થયા હતા. સાથે સાથે ૫૧૨૩ સુરક્ષા જવાનો પણ શહીદ થયા હતા. વર્ષ ૨૦૧૭ને નાગરિકોની મોતના કારણે ખુબ દુખદ વર્ષ તરીકે કહી શકાય છે. એ વર્ષે જમ્મુ કાશ્મીરામાં ૩૪૨ હિંસક બનાવો બન્યા હતા. જેમાં ૮૦ સુરક્ષા જવાનો, ૪૦ નાગર્કો અને ૨૧૩ ત્રાસવાદીઓના મોત થયા હતા. આ પહેલા વર્ષ ૨૦૧૬માં આવી ૩૨૨ ઘટના બની હતી. જેમાં ૮૨ સુરક્ષા જવાનો માર્યા ગયા હતા. ૧૫ સામાન્ય લોકોના મોત થયા હતા. અને ૧૫૦ ત્રાસવાદીઓને મોતને ઘાત ઉતારી દેવામાં આવ્યા હતા. ભવિષ્યમાં આ પ્રકારની બાબત ફરી ન બને તે માટે સુરક્ષા દળો પાસે તૈયાર જવાબ છે. સુરક્ષા દળો કહે છે કે નાગરિકોને ક્યારેય અથડામણ વચ્ચે આવીને પ્રાણોને જોખમમાં મુકવા જોઇએ નહી. તેમનુ એમ કહેવુ એક રીતે યોગ્ય પણ છે. કારણ કે હથિયારો સાથે માનવતાની આશા કરી શકાય નહી.
પરંતુ દેશની સુરક્ષા માટે તેનો ઉપયોગ કરનાર લોકો પાસેથી દેશના નાગરિકોનુ સુરક્ષા માટેની આશા તો ચોક્કસપણે રાખી શકાય છે. ખાસ રીતે અને ધ્યાનથી જોવામાં આવે તો આ જવાબદારી સુરક્ષા દળો કરતા ખુબ વધારે કેન્દ્ર સરકારની છે. જમ્મુ કાશ્મીરમાં કેટલાક સમયથી ઓપરેશન ઓલઆઉટ ચાલી રહ્યુ છે તેમાં સેંકડો ત્રાસવાદીઓના મોત થયા છે છતાં ત્રાસવાદી ઘટના સતત બની રહી છે. નિયમિત ગાળામાં સુર૭ા દળોને ટાર્ગેટ બનાવીને કેટલાક મોટા હુમલાને પણ અંજામ આપવામાં ત્રાસવાદીઓ સફળ થાય છે. આવી સ્થિતીમાં સુરક્ષા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરીને ગુપ્તચર સંસ્થાઓને વધારે મજબુત કરવાની જરૂર છે.Terro