કંગના અન્ય કોઇ નિર્દેશકો સાથે કામ નહી કરે : રિપોર્ટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ :  કંગના રાણાવત હવે અન્ય કોઇ ફિલ્મ નિર્માતા નિર્દેશક સાથે કામ કરશે નહી. થોડાક મહિના પહેલા કંગના રાણાવતે જાહેરાત કરી હતી કે તે ફિલ્મ  તેજુની સાથે ફિલ્મ નિર્દેશનની શરૂઆત કરશે. તેજુમાં કંગના ૮૦ વર્ષની મહિલાની ભૂમિકા અદા કરનાર છે. કંગનાએ એમ પણ કહ્યુ છે કે હવે તે  બીજા નિર્દેશકોની ફિલ્મોમાં એક્ટિંગ કરનાર નથી. તે માત્ર પોતાના નિર્દેશન હેઠળ બનેલી ફિલ્મમાં જ કામ કરનાર છે. તેનુ કહેવુ છે કે પોતાના નિર્દેશન હેઠળની ફિલ્મમાં તે કેટલીક યાદગાર રોલ કરવા માટં ઇચ્છુક છે. સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે કંગના પોતાના આ નિર્ણયને બદલી શકે છે. હાલમાં જ પૂર્ણ થયેલા ઇન્ટરનેસનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ ઇન્ડિયામાં પણ શેખર કપુરે કહ્યુ હતુ કે કંગના માટે તેઓ એક પટકથા લખી રહ્યા છે.

આ ફિલ્મમાં પણ કંગનાની ભૂમિકા ૮૫ વર્ષની મહિલા તરીકે રહેશે. આનો મતલબ એ છે કે જો તમામ બાબતો યોગ્ય રીતે આગળ વધશે તો કંગના રાણાવત ટુંક સમયમાં જ બે એવી ફિલ્મો કરનાર છે જેમાં વયોવૃદ્ધ મહિલાની ભૂમિકા તે અદા કરનાર છે. કંગના બોલિવુડમાં ક્વીન તરીકે ઉભરી ચુકી છે. તેની ગણતરી બોલિવુડમાં એક શાનદાર અભિનેત્રી તરીકે થઇ રહી છે. કંગના રાણાવત બોલિવુડમાં સૌથી શક્તિશાળી અભિનેત્રી તરીકે ઉભરી ચુકી છે.  કંગના રાણાવત બોલિવુડમાં બોલ્ડ એન્ડ બ્યુટિફુલ તરીકે ગણવામાં આવે છે. તે મોટા ભાગે તમામ જુદા જુદા વિષય પર પોતાની પ્રતિક્રિયા પણ આપતી રહી છે. હવે નિર્માતા નિર્દેશક મુદ્દે વાત કરી નવી ચર્ચા જગાવી છે.

કંગના રાણાવત અને રિતિક રોશન વચ્ચે હાલમાં ખેંચતાણ વધી રહી છે. તેમની વચ્ચે વિતેલા વર્ષોમાં જારદાર સ્પર્ધા રહી હતી. હવે ફરી એકવાર ખેંચતાણ વધવાના સંકેત દેખાઇ રહ્યા છે. કંગનાને પણ હાલમાં સારી ફિલ્મનો ઇન્તજાર રહેલો છે.

 

Share This Article