નવી દિલ્હી : પુલવામા ત્રાસવાદી હુમલા બાદ પાકિસ્તાન પર ભારત અને વૈશ્વિક દેશોનુ દબાણ સતત વધી રહ્યુ છે ત્યારે તેના પર હવે કાર્યવાહી કરવા માટે ફરજ પડી રહી છે. જેશના લીડર મસુદ અઝહરને વૈશ્વિક ત્રાસવાદી તરીકે સંયુક્ત રાષ્ટ્રે જાહેર કર્યા બાદ પાકિસ્તાન હવે ત્રાસવાદીઓ અને તેમના આકાઓ પર પગલા લેવા માટે મજબુર છે. પાકિસ્તાનની સરકારે કાર્યવાહી શરૂ કરી હોવાના હેવાલ મળ્યા છે.
જેના ભાગરૂપે પાકિસ્તાને લાહોર, કરાચી અને બહાવલપુર ખાતેના અડ્ડાઓ સામે કાર્યવાહી કરી છે. ત્રાસવાદી આકાઓ હાફિજ સઇદ અને મસુદ અઝહર સાથે જાડાયેલા ૧૧ સંગઠન પર પ્રતિબંધ મુકી દીધો છે. પાકિસ્તાન હાલમાં તો ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરવાને લઇને મક્કમ દેખાઇ રહી છે.
પાકિસ્તાન સરકારે ત્રાસવાદી સંગઠન જમાત ઉદ દાવા અને જેશે મોહમ્મદ સાથે જાડાયેલા ૧૧ સંગઠનો પર પ્રતિબંધ મુકી દીધો છે. પાકિસ્તાન સરકારે આ દિશામાં કાર્યવાહી કરવામાં આવ્યા બાદ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવી રહ્યુ છે. જમાત ઉદ દાવાના લીડર હાફિઝ સઇદ વર્ષ ૨૦૦૮ના મુંબઇ ત્રાસવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તરીકે છે. જ્યારે ફેબ્રુઆરીમાં જમ્મુ કાશ્મીરમાં પુલવામા ખાતે કરવામાં આવેલા હુમલામાં માસ્ટરમાઇન્ડ મસુદ અઝહરની સામે પગલા લેવાની શરૂઆત કરવામાં આવી ચુકી છે.
આ હુમલાની જવાબદારી જેશ દ્વારા લેવામાં આવી હતી. આ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા. મસુદ સાથે જાડાયેલા ટ્રસ્ટ પર પણ હુમલા કરવામાં આવી રહ્યા છે. ઇમરાન ખાન પર દબાણ સતત વધી રહ્યુ છે. આવી Âસ્થતીમાં પાકિસ્તાન હવે ત્રાસવાદીઓ સામે પગલા લેવા માટે મજબુર છે. પાકિસ્તાન હાલમાં લડાયક મુડમાં દેખાઇ રહ્યુ છે. જા કે તેની ગતિવિધી પર પણ સતત નજર રાખવી પડશે.