લોકસભાની ચૂંટણીના પાંચ તબક્કામાં મતદાન થઇ ગયુ છે અને હવે બે તબક્કામાં મતદાન જારી છે. આવી સ્થિતીમાં બાકીના તબક્કામાં તમામ ધ્યાન સ્થાનિક મુદા પર હોવાના બદલે અન્ય વિષયમાં થઇ ગયુ છે. રાજકીય પક્ષો એકબીજા સામે ખુબ નીચલા સ્તરના આરોપો મુકી રહ્યા છે. વિતેલા વર્ષોના મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા છે. રાજકીય ખેંચતાણ વચ્ચે સામાન્ય માનવીની સમસ્યા તરફ ધ્યાન આપવામા આવી રહ્યુ નથી. સામાન્ય માનવીની સમસ્યા બાજુમાં રહી ગઇ છે. ચૂંટણી પોતાની સિદ્ધાઓના બદલે ગંદી ગાળો પર લડવામાં આવી રહી છે. પાંચ તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ આક્ષેપબાજી તીવ્ર બની રહી છે. દુર્યોધન, પાપી, ઔરંગજેબ, ચોર, ચોકીદાર, અંત વ†માં ખાકી જેવા મુદ્દા પર ચૂંટણી લડવામાં આવી રહી છે. પૂર્વાંચલમાં પણ કેટલીક રેલી દરમિયાન જુદા જુદા મુદ્દા દેખાઇ રહ્યા છે. સ્થાનિક મુદ્દા પર હાલમાં વાત થઇ રહી નથી.
કોઇ પણ સંસદીય ક્ષેત્રમાં આ વખતની ચૂંટણીમાં તે સંસદીય ક્ષેત્રમાં રહેલી સમસ્યાનો મુદ્દો બની રહ્યો નથી. રાષ્ટ્રવાદ, જાતિવાદ, ધર્મવાદ, ગાળીવાદ પર જંગ જારી છે. મતદારોની ભાવનાને ભડકાવીને મતદારોને પ્રભાવિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રાજકીય પક્ષો એક મુળ એજન્ડા પર આગળ વધી રહ્યા છે. વડાપ્રધાન પોતાના ચૂંટણી પ્રચારમાં કહી રહ્યા છે કે તમે જા કમલના નિશાન પર બટન દબાવશો તો સીધી રીતે મત તેમના ખાતમાં આવી જશે. યુપીના ભદોહીમાં તેઓએ આ વાત કરી હતી. ભદોહીમાં તો મોદીએ અહીના ઉમેદવારના નામ પણ લીધા ન હતા. ચૂંટણી મેદાનમાં ઉતરેલા રાજકીય પક્ષો માટે સ્થાનિક વિકાસ કોઇ મુદ્દો નથી. વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી તો મોદી વિરુદ્ધ સમગ્ર વિપક્ષ સામે લડવામાં આવી રહી છે. ચૂંટણી મેદાનમાં ઉતરેલા તમામ નેતાઓ આ બાબતને પ્રજાને દર્શાવવા માટે નિષ્ફળ છે કે તેમની પાસે ક્ષેત્રીય વિકાસ માટે કઇ યોજના છે. જા તમે જીત ઇચ્છો છો તો કઇ કઇ સમસ્યાનો ઉકેલ ઇચ્છો છો તેની વાત કરવામાં આવી રહી નથી. દેશની લોકસભા ચૂંટણીમાં પૈસા પાણીની જેમ ખર્ચ કરવામાં આવે છે. હાઇટેક મંચ બનાવવામાં આવી રહ્યા છે.
પંડાળ બનાવવામા આવી રહ્યા છે. તેમાં કુલર અને પંખા ફિટ કરવામાં આવી રહ્યા છે. આધુનિક દોરના રાજનેતાઓ માટે તમામ સુવિધા ઉભી કરવામાં આવે છે. સામાન્ય માનવી તો કાળઝાળ ગરમીમાં ઉભા રહે છે જ્યારે નેતાઓ પંખા અને કુલર વચ્ચે રહે છે. પારો ૪૦થી ૩૨ સુધી પહોંચી ગયો છે ત્યારે ગરમીની અંદર પ્રચારમાં પણ તકલીફ થઇ રહી છે. કાળઝાળ ગરમી વચ્ચે પણ સામાન્ય લોકો જિન્દાબાદના નારા લગાવી રહ્યા છે. કલાકો સુધી પોતાના નેતાઓને સાંભળવ માટે લોકો રાહ જાઇ રહ્યા છે. પાર્ટીના ધ્વજ બેનરોની સાથે ગળા ફાડીને પાર્ટીના નારા લગાવી રહ્યા છે. ચૂંટણી પ્રચારમાં વિકાસન બાબતો તો દેખાઇ રહી નથી. સમગ્ર ચૂંટણી ચોર, ચોકીદાર, દુર્યોધન, ઔરંગજેબ વિષય પર ચૂંટણી લડવામાં આવી રહી છે. દેશની સૌથી મોટ પાર્ટી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન મોદીને ચોર સાથે સંબોધી રહ્યા છે. મોદીએ અંતિમ તબક્કામાં બોફોર્સ મામલે ચર્ચા જગાવી છે. બોફોર્સ મામલે મોદીએ આક્રમક વલણ અપનાવ્યુ છે.
જ્યારે કોંગ્રેસે આત્મસંરક્ષણની રીત અજમાવી છે. મોદીએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને પણ મુદો બનાવ્યો છે. જેને લઇને રાહુલ અને પ્રિયંકા દ્વારા વળતા પ્રહરો કરવામાં આવી રહ્યા છે. પૂર્વ વડાપ્રધાન વીપી સિંહ આ મુદ્દાને રજૂ કરીને વડાપ્રધાન બન્યાહતા. પરંતુ કોઇ પરિણામ નિકળ્યા ન હતા. જ્યારે સંરક્ષણ સોદામાં દલાલીના કારણે રાજીવ ગાંધીને સરકાર ગુમાવવી પડી હતી. આ ગાળા દરમિયાન બિન કોંગ્રેસની સરકારો આવી હતી. જા કે તે મામલામાં તપાસ થઇ શકી ન હતી. મોદીની સરકાર બની ત્યારે પણ પાંચ વર્ષનો ગાળો થઇ ગયો ત્યારે તપાસ થ ન હતી હવે આ મુદ્દા પર હોબાળો થઇ રહ્યો છે. છેલ્લા બે તબક્કામાં આ મુદ્ને ઉઠાવવાની મોદીને ફરજ પડી રહી છે. આને લઇને કેટલીક નવી બાબતો સપાટી પર આવી રહી છે.