હૈદરાબાદ : જેની ઉત્સુકતાપૂર્વક કરોડો ક્રિકેટ ચાહકો રાહ જાઇ રહ્યા હતા તે હાઇ પ્રોફાઇલ ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨ની ફાઇનલ મેચ આવતીકાલે ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાનાર છે. ફાઇનલ જંગને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ચેન્નાઇની ટીમ આઠમી વખત ફાઇનલમાં પહોચી છે. આવતીકાલે રવિવારના દિવસે હૈદરાબાદમાં ભારે રોમાંચ વચ્ચે આ મેચ રમાશે. બંને ટીમો ચાર વખત સામ સામે આવી ચુકી છે.
ફાઇનલ મેચ માટે તખ્તો ગોઠવાઇ ગયો છે. આઇપીએલ-૨ ક્વાલિફાયર મેચમાં ચેન્ના સુપરે દિલ્હીને હાર આપીને ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. બંને ટીમો હજુ સુધી ત્રણ ત્રણ વખત આઇપીએલ ટ્રોફી પોતાના નામ પર કરી ચુકી છે. બંને ટીમો ટ્રોફીનો ચોગ્ગો લગાવી દેવા માટે તૈયાર છે. છેલ્લી ૧૧ સીઝનમાં બંને ટીમો ૩-૩ ટ્રોફી જીતી ચુકી છે. ફાઇનલ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાનાર છે. રવિવારે સાંજે ૭.૩૦ વાગ્યાથી મેચનુ પ્રસારણ કરવામાં આવનાર છે. આંકડાની વાત કરવામાં આવે તો ચેન્નાઇની ટીમ આઠ વખત ફાઇનલમાં પહોંચી છે અને ત્રણ વખત જીતી ગઇ છે. તે જાતા તેની પાસે તક વધારે રહેલી છે. મુંબઇ ઇન્ડિયન્સ પાંચ વખત આ કારનામો કરી શકી છે. આ બંને ટીમો વચ્ચે હજુ સુધી ત્રણ ફાઇનલ મેચ રમાઇ છે. જે પૈકી બે વખત મુંબઇની ટીમ જીતી છે. રોમાંચક બાબત એ છે કે મુંબઇ ઇન્ડિયન્સે જે ત્રણ વખત આઇપીએલ ટ્રોફી જીતી છે તે પૈકી બે વખત ચેન્નાઇને હાર આપીને ટ્રોફી જીતી છે.
જ્યારે એક વખત તેને ધોનીની ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો છે. જો કે કેપ્ટન તરીકે રોહિત શર્માની જીતની ટકાવારી ૧૦૦ ટકા છે. કારણ કે મુંબઇની ટીમે ૨૦૧૦માં જે ફાઇનલમાં હારનો સામનો કર્યો હતો તેમાં કેપ્ટન તરીકે સચિન તેન્ડુલકર હતો. આ સિઝનમાં ત્રણ વખત ટક્કર થઇ હતી. જે પૈકી ત્રણેયમાં રોહિત શર્માની ટીમ જીતી ગઇ હતી. કેપ્ટન રોહિત શર્મા અને ધોનીની કેપ્ટનશીપ જોરદાર રહી છે. બંને ટીમોની તાકાતન વાત કરવામાં આવે તો મુબઇ ઇન્ડિયન્સની પાસે કેટલાક સ્ટાર ખેલાડી છે. જેમાં રોહિત શર્મા અને ડીકોકનો સમાવેશ થાય છે. જ્યારે મડલ ઓર્ડરમાં તેની પાસે સુર્યકુમાર, કાયરન પોલાર્ડ, હાર્દક પંડ્યા અને કૃણાળ પંડ્યા જેવા ખેલાડી છે. બોલિંગમાં તેની પાસે જશપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા છે. જે ક્રમશ ૧૭ અને ૧૪ વિકેટ લઇ ચુયા છે. બંને ટીમો નીચે મુજબ છે.
મુંબઈ ઇન્ડિયન્સ : રોહિત (કેપ્ટન), અનમોલપ્રિતસિંઘ, બેહરેનડ્રોફ, બુમરાહ, ચહર, કટિંગ, ડીકોક, ઇશાન કિશન, જયસ્વાલ, સિદ્ધેશ લાડ, લેવિસ, મેકલાખન, માલિંગા, માર્કન્ડે, મિલને, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, પોલાર્ડ, સાલમ, અનુકુલ રોય, બરિન્દર શર્ણ, તારે, જયંત, સૂર્યકુમાર, યુવરાજ
ચેન્નાઈ સુપર કિંગ્સ : એમએસ ધોની (કેપ્ટન), આશીફ, બિલિંગ્સ, બિશ્નોઈ, બ્રાવો, ચહર, પ્લેસિસ, ગાયકવાડ, હરભજનસિંહ, ઇમરાન તાહિર, રવિન્દ્ર જાડેજા, કેદાર જાધવ, જગદીશન, મોનુ કુમાર, લુંગીગીડી, સુરેશ રૈના, અંબાતી રાયડુ, સેન્ટનર, કર્ણ શર્મા, મોહિત શર્મા, શોરે, ઠાકુર, વિજય, વોટસન, વિલિ.