નવી દિલ્હી : તેલંગણાના મુખ્યપ્રધાન અને ટીઆરએસના સુપ્રીમો કેસીઆરનુ કહેવુ છે કે ૨૩મી મેના દિવસે ચૂંટણીના પરિણામ આવી ગયા બાદ જો કો ગઠબંધનને બહુમતિ મળશે નહીં તો તેઓ બિન ભાજપ ગઠબંધનને ટેકો આપવા માટે તૈયાર રહેશે. તેમનુ કહેવુ છે કે તેમની કેટલીક શરતો આની સાથે રહેલી છે.
રાવે કહ્યુ છે કે તેઓ બિન ભાજપ ગઠબંધનનો માત્ર હિસ્સો જ બનવા માટે તૈયાર નથી બલ્કે તેના માટે પૂર્ણ સક્રિય ભૂમિકા અદા કરવા માટે પણ તૈયાર છે. આના માટે કેસીઆર દ્વારા કેટલીક શરતો મુકી દેવામાં આવી છે. તેમની શરત એ છે કે તેમને વિપક્ષી ગઠબંધનના નાયબ વડાપ્રધાન પદ તરીકે પ્રોજેક્ટ કરવામાં આવે તે જરૂરી છે. સુત્રોના કહેવા મુજબ તેમની એકાએક સક્રિયતાના કારમે નવી ચર્ચા છેડાઇ ગઇ છે. પ્રાપ્ત હેવાલ મુજબ તેઓ ૨૧મી મેના દિવસે યોજાનાર વિપક્ષી નેતાઓની બેઠકમાં પણ હાજરી આપશે. જ્યારે તેમને આ સંબંધમાં વિશ્વાસ રાખવામાં આવશે.
કેસઆરે આ સંબંધમાં ડાબેરી નેતાઓની સાથે વાતચીત શરૂ કરી દીધી છે. કોંગ્રેસના નેતાઓ સુધી પણ આ વાત પહોંચાડી દેવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસે હજુ સુધી કેસીઆરની ફોર્મ્યુલા પર કોઇ વાત કરવાનો ઇન્કાર કર્યો છે. કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે કે પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ જ તમામ ચિત્ર સ્પષ્ટ થશે. જો કે પાર્ટી નેતા કેસીઆરના સંપર્કમાં છે. જા કે કેસીઆરે સંકેત આપ્યો છે કે તેઓ ભાજપના નેતૃત્વમાં એનડીએની સાથે જશે નહીં. પ્રાપ્ત હેવાલ મુજબ કેસીઆર પુત્રને મુખ્યપ્રધાન બનાવવા માટે ઇચ્છુક છે. કેસીઆરની વાતથી નવી ચર્ચા છેડાઇ ગઇ છે.