મુંબઇ : શેરબજારમાં આજે પણ સતત આઠમાં દિવસે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેન્સેક્સમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. સતત ત્રીજા સપ્તાહમાં શેરબજારમાં ઘટાડો નોંધાયો છે. મૂડી રોકાણકારો અમેરિકા અને ચીન વચ્ચે વેપાર મંત્રણાના પરિણામ પહેલા સાવધાન થઈ ગયા છે. બીએસઈ સેન્સેક્સ આજે વધુ ૯૬ પોઈન્ટ ઘટીને ૩૭૪૬૩ની નીચી સપાટીએ રહ્યો હતો. ટીસીએસ, એચસીએલ, ટાટા સ્ટીલ, ઈન્ફોસીસના શેરમાં મોટો કડાકો બોલી ગયો હતો. બીએસઈમાં ૩૦ શેર પૈકી ૨૨ શેરમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે નિફ્ટી ૨૩ પોઈન્ટ ઘટીને ૧૧૨૭૯ની નીચી સપાટીએ રહ્યો હતો.
આજે ૧૧૮૭ શેરમાં તેજી રહી હતી જ્યારે ૧૨૭૦ શેરમાં મંદી રહી હતી. ૧૬૨ શેરમાં યથાÂસ્થતિ રહી હતી. સેકટરલ ઈન્ડેક્ષની વાત કરવામાં આવે તો નિફ્ટી આઈટી અને નિફ્ટી મેટલના શેરમાં એક ટકાથી વધુનો ઘટાડો રહ્યો હતો. નિફ્ટી પીએસયુ બેંકમાં ૨.૫ ટકાનો સુધારો જાવા મળ્યો હતો. બ્રોડર ઈન્ડેક્ષમાં પણ ઉથલ પાથલ રહી હતી. મિડકેપ ઈન્ડેક્ષમાં ૩૪ પોઈન્ટનો ઉછાળો નોંધાતા તેની સપાટી ૧૪૩૯૦ નોંધાઈ હતી. જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્ષમાં ૨૯ પોઈન્ટનો ઉછાળો નોંધાતા તેની સપાટી ૧૪૧૦૬ નોંધાઈ હતી. કારોબાર દરમિયાન એચસીએલ ટેકનોલોજીના શેરમાં ચાર ટકાથી વધુનો ઘટાડો રહ્યો હતો.
એસબીઆઈના શેરમાં ત્રણ ટકાનો ઉછાળો નોંધાયો હતો. કારોબારીઓના કહેવા મુજબ અમેરિકા અને ચીન વચ્ચે વેપાર તંગદિલી વધવાના કારણે મૂડીરોકાણ ઘટી રહ્યું છે. ટ્રેડ વોરને લઈને અમેરિકા અને ચીન વચ્ચે ખેંચતાણ હજુ વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં આ આંકડો ૨૦ મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો. મેન્યુફેકચરીંગ સેકટરમાં સીધી અસર જાવા મળી રહી છે.વિદેશી ફંડ પ્રવાહની વાત કરવામાં આવે તો ૩ મહિનામાં ૭૨૩૯૪ કરોડ ઠાલવી દેવામાં આવ્યા છે. એપ્રિલ મહિનામાં મૂડી પ્રવાનો આંકડો ૨૧૧૯૩ કરોડ રૂપિયાનો રહ્યો છે.
નવા કારોબારી સેશનમાં રહેનાર છે તેમાં અમેરિકા અને ચીન વચ્ચેની વેપાર મંત્રણાનો સમાવેશ થાય છે. ચીની પ્રતિનિધિમંડળના સભ્યો બુધવારના દિવસે અમેરિકા પહોંચ્યા હતા અને સૂચિત વેપાર સમજૂતિ ઉપર ચર્ચા શરૂ થઈ છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કહી ચુક્યા છે કે ચીન સાથેની વેપાર મંત્રણા ખૂબ સારી રીતે આગળ વધી રહી છે. બેજિંગ સાથે વેપાર વિવાદને ટૂંકમાં જ ઉકેલી લેવામાં આવશે. છેલ્લા સાત દિવસથી શેરબજારમાં ઘટાડો રહેતા કારોબારીઓ ચિંતાતૂર બનેલા છે. શેરબજારમાં ગઈકાલે ગુરૂવારના દિવસે મંદીનો દોર અવિરતપણે જારી રહ્યો હતો.
ગુરૂવારના દિવસે સતત સાતમાં દિવસે શેરબજારમાં મોટો કડાકો બોલી ગયો હતો. અમેરિકા અને ચીન વચ્ચે વધતી જતી તંગદિલી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેરમાં ઘટાડાની સાથે સેન્સેક્સ ૨૩૦ પોઈન્ટ ઘટીને ગઈકાલે ૩૭૫૫૯ની સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્ષચેન્જમાં નિફ્ટી ૫૮ પોઈન્ટ ઘટીને ૧૧૩૦૨ની નીચી સપાટીએ બંધ રહ્યો હતો.