આધુનિક સમયમાં ઓનલાઇન વિડિયો ગેમની ટેવના કારણે કિશોરોમાં માનસિક વિકારની સ્થિતી ઉભી થઇ ગઇ છે. રાતભર ઓનલાઇન વિડિયો ગેમ રમવાની બાબત પણ ખતરનાક સંકેત આપે છે. ગેમમાં હારવાનો ભય અને સાથે રમી રહેલા લકોને હરાવવા માટેના ઝનુનના કારણે સમસ્યા દિન પ્રતિદિન ગંભીર બની રહી છે. આ ટેવ અને ઝનુન ક્યારેય બિમારીમાં ફેરવાઇ જાય છે તેની કોઇને ખબર પડતી નથી. હાલમાં જ કરવામાં આવેલા કેટલાક અભ્યાસમાં આ મુજબની ચોંકાવનારી વિગત સપાટી પર આવી છે.
દરરોજ ૧૨ કલાકથી વધારે સમય સુધી ઇન્ટરનેટ પર રોજ વિડિયો ગેમ રમનાર મિશિગન નિવાસી ડેબી ટિનીના ૧૭ વર્ષના પુત્રને હવે સારવાર આપવાની ફરજ પડી રહી છે. તે દિન રાત વિડિયો ગેમ રમતો હતો. તેની હમેંશા જીત થાય તે માટે તે સતત રમતો રહેતો હતો. તેની સ્કુલમાંથી પણ વ્યાપક ફરિયાદ આવવા લાગી ગઇ હતી. કારણ કે તે સ્કુલમાં સુઇ જતો હતો. તેના ગ્રેડ્સ પણ દિન પ્રતિદિન ગબડી રહ્યા હતા. ડેબીના કહેવા મુજબ તેના લાખ પ્રયાસ છતાં પુત્રમાં કોઇ સુધારા થઇ રહ્યા ન હતા. ડેબીના પુત્ર કારસનની વિડિયો ગેમ રમવાની તક છુટી રહી ન હતી. તે હેરાન હતી કે કઇ રીતે કોઇ વિડિયો ગેમ બાળકને આ હદ સુધી તેના સકંજામાં લઇ શકે છે. આખરે તેને સારવાર માટે પુનવસવાટ કેન્દ્રમાં લઇ જવામાં આવી હતી.
ફોર્ટનાઇટના નિર્માતાએ ગેમની લોકપ્રિયતાને ટાંકીને રોકાણકારો પાસેથી ૧૨૦ કરોડથી વધારેની કમાણી કરી લીધી છે. નિર્માતા અને રોકાણકારોનુ કુલ રોકાણનો આંકડો આશરે ૧૫૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. જુનમાં વિશ્વ આરોગ્ય સંગઠને આની ગંભીર નોંધ લીધી હતી અને આને ગેમિંગ ડિસ્ઓર્ડર બિમારી તરીકે જાહેર કરીને વિશ્વમાં નવી ચર્ચા જગાવી હતી. આના કારણે મોટી સંખ્યામાં વાલીઓ અને માતા પિતા સાવધાન પણ થયા હતા.બાળકોના નિષ્ણાંત તબીબો કહે છે કે આ બિમાર ગંભીર સંકેત આપે છે. બાળકોને ઓનલાઇન ગેમથી દુર રાખવામાં આવે તે જરૂરી છે. બાળકોના નિષ્ણાંત મનૌચિકિત્સક રેડી કુલમેને કહ્યુ છે કે બાળકો પર તેની ગંભીર અસર થઇ રહી છે. બાળકો પર એસર એટલી હદ સુધી થઇ રહી છે કે તેમના માતાપિતાને બાળકોને પુનવસવાટ કેન્દ્રમાં લઇ જવાની ફરજ પડી રહી છે.
કાઉન્સિંગમાં બાળકોને લઇ જવાની ફરજ પડી રહી છે. સમર કેમ્પ ચલાવનાર માઇકલ જેક્બ્સે કહ્યુ છે કે કેમ્પમાં આવેલા બાળકો પૈકી ૬૦ ટકા બાળક વધારે પડતી ઓનલાઇન ગેમ રમનાર હતા. ઓનલાઇન ગેમ્સ તરફ બાળકોની સાથે સાથે તમામ લોકો આકર્ષિત થઇ રહ્યા છે. પ્રોફેશનલ એથલીટ અને અન્ય ખેલના ખેલાડી પણ આની તરફ આકર્ષિત થયા છે. કેનેડાના વૈક્યુવર હોકી લીગના કેટલાક ખેલાડી હાલમાં પ્રેકટીસ પર ધ્યાન આપી રહ્યા ન હતા. બજી બાજુ બેઝબોલના ખેલાડી વધારે સમય સુધી ઓનલાઇન વિડિયો ગેમ રમવાના કારણે હાથમાં દુખાવો ધરાવે છે. હાલમાં જ પ્રકાશિત કરવામાં આવેલા બ્લુમબર્ગના એક અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ.