રાજકુમાર રાવની સાથે ફિલ્મ કરીને મૌની ભારે આશાવાદી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

મુંબઇ : નાના પરદાની નાગિન એટલે કે મૌની રોય બોલિવુડમાં દિન પ્રતિદિન લોકપ્રિયતા મેળવી રહી છે. તેની પાસે હવે મોટી મોટી ફિલ્મો આવી રહી છે. તેની કિસ્મત હાલમાં લોકપ્રિયતાની ચરમસીમા પર છે. એક અભિનેત્રી તરીકે તેની પ્રથમ ફિલ્મ જ હાલમાં રજૂ થઇ છે ત્યારે તે ભારે લોકપ્રિયતા મેળવી રહી છે. તેની પાસે હાલમાં જે ફિલ્મો છે તેમાં દબંગ સિરિઝની ફિલ્મ પણ સામેલ છે. ઉપરાંત તે રાજકુમાર રાવ સાથે એક ફિલ્મમાં કામ કરી રહી છે. સાથે સાથે રણબીરક કપુરની ફિલ્મમાં તે વિલનના રોલમાં નજરે પડનાર છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે આશરે દસ વર્ષ પહેલા એકતા કપુરની સિરિયલ ક્યુ કિ સાંસ ભૂ કભી બહુ થી મારફતે મૌની રોયે એક્ટિંગ કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે ક્યારેય પાછળ પડી નથી. મૌની કેટલીક ટીવિ સિરિયલમાં કામ કરી ચુકી છે.

જેમાં કસૌટી, દેવો કા દેવ મહાદેવ, અને નાગિનનો સમાવેશ થાય છે. મૌની હાલમાં બેંકોકમાં આઇફા એવોર્ડ કાર્યક્રમમાં પણ પરફોર્મ કરીને તમામને રોમાંચિત કરી ચુકી છે. મૌનીએ આઇફા એવોર્ડ કાર્યક્રમમાં તારીફા અને ટ્રિપ્પી ટ્રિપ્પી સહિત અનેક ગીતો પર જારદાર પરફોર્મ કરીને તમામને ચોંકાવી ચુકી છે. મૌની રોયના ચાહકોની પણ સંખ્યા હવે સતત વધી રહી છે. અક્ષય કુમાર સાથે કામ કરીને તે હાલમાં ભારે ખુશ છે.પ્રાપ્ત અહેવાલ મુજબ મૌની રોય હવે મેડ ઇન ચાઇનામાં રાજકુમાર રાવની સાથે નજરે પડનાર છે. મૌની નિર્દેશક દિનેશ વિજનની આગામી ફિલ્મ મેડ ઇન ચાઇનામાં મુખ્ય રોલ કરનાર છે.તે ફિલ્મમાં રાજકુમાર રાવની સાથે મુખ્ય અભિનેત્રી તરીકે રહેનાર છે. આ એક કોમેડી ફિલ્મ રહેશે. જેમાં રાજકુમાર રાવ એક ગુજરાતી બિઝનેસમેનની ભૂમિકા અદા કરનાર છે.

જે પોતાના બિઝનેસને શરૂ કરવા માટે ચીન જાય છે. ત્યારબાદ તેની સાથે અનેક ફની ઘટના બનતી રહે છે. મૌની રોય ફિલ્મની મુખ્ય અભિનેત્રી તરીકે છે પરંતુ તેની  ભૂમિકા કેવા પ્રકારની રહેશે તે બાબત હજુ સુધી જાણી શકાઇ નથી. મૌની રોય તરફથી હજુ સુધી ફિલ્મને લઇને કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મૌની રોય મુળભુતરીતે મોટા પરદા પર  ફિલ્મ રણ અને તુમ બિન-૨ના ગીતમાં ખાસ રીતે નજરે પડી ચુકી છે. મૌની રોય ગોલ્ડ બાદ બ્રહ્યાસ્ર નામની ફિલ્મમાં પણ કામ કરી રહી છે. જેમાં અમિતાબ બચ્ચન, રણબીર કપુર અને આલિયા ભટ્ટ કામ કરી રહી છે. થોડાક દિવસ પહેલા એવા અહેવાલ પણ આવ્યા હતા કે મૌની રોય સલમાન ખાનની ફિલ્મ દબંગ-૩ ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. જા કે આ અહેવાલને હજુ સુધી સમર્થન મળ્યુ નથી. બ્રહ્યા† ફિલ્મમાં તે આલિયા ભટ્ટ અને રણબીર કપુરની સાથે નજરે પડનાર છે.

Share This Article