ભારતમાં 510 લાખથી વધુ એમએસએમઈ (માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટર પ્રાઈઝીસ) કામ કરે છે, જે ભારતના જીડીપીમાં 30% વધુનું યોગદાન આપે છે તેમ થોટ આર્બિટ્રેજ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના એક અભ્યાસમાં જણાયું છે. ગુજરાતમાં 400થી વધુ ઔદ્યોગિક ક્લસ્ટર્સમાં 32 લાખથી વધુ એમએસએમઈ ફેલાયેલા છે. પર્સનલ કમ્પ્યુટર્સ (પીસી) અને ઈન્ટરનેટ એસએમઈ માટે ઉત્પાદક્તાના ચાલકબળ તરીકે કામ કરે છે. એસએમઈ એકાઉન્ટિંગ અને ઈમેલ કરવાથી લઈને ડિજિટલ સોદાઓ સુધીના દૈનિક કામ પૂરા કરવા માટે પીસી પર નિર્ભર રહે છે. જોકે, માઈક્રોસોફ્ટ અને ઈન્ટેલ દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના એક સરવેમાં જણાયું હતું કે ભારતમાં 30% એસએમઈ ચાર વર્ષથી જૂના પીસીનો ઉપયોગ કરી રહ્યા છે. પીસી એક વખત ચાર વર્ષ જૂના થાય એટલે રિપેરિંગ, મેઈન્ટેનન્સ અને ઉત્પાદક્તામાં નુકસાનના સંદર્ભમાં તેનો વપરાશખર્ચ નોંધપાત્ર રીતે વધે છે, જે પ્રતિવર્ષ અંદાજે રૂ. 93,500 જેટલો થાય છે, જે નીચે દર્શાવવમાં આવ્યો છે.
જૂના પીસીના વપરાશનો ખર્ચ અનેક નવા પીસીના ખર્ચ જેટલો આવે છે, કારણ કે ટેક્નોલોજીની આગેકૂચ સાથે નવા પીસી ઝડપી બને છે, તેની કમ્પ્યુટિંગ ક્ષમતા વધે છે અને તે ઓછા ખર્ચાળ બને છે. સરવેમાં એમ પણ જણાયું કે એસએમઈ નવા પીસી ખરીદતા ખચકાય છે, કારણ કે તેમનું માનવું છે કે તેઓ હાલ જે એપ્લિકેશન્સનો ઉપયોગ કરે છે તે કદાચ અપગ્રેડ કરાયેલા પીસી પર કામ નહીં કરે અને તેમની પાસે નવા પીસીની ખરીદી માટેનું ભંડોળ પણ નથી હોતું. એસએમઈ માલિકો મોટાભાગે ટૂંકાગાળાના ખર્ચ પર ધ્યાન કેન્દ્રીત કરે છે, મોટાભાગના કિસ્સામાં તેમનું આ વલણ સાચું હોય છે, પરંતુ કેટલીક વખત તે એવી પરિસ્થિતિ પેદા કરી શકે છે, જે વધુ ખર્ચાળ બની શકે છે. પીસીનો વપરાશ એક એવી બાબત છે, જેમાં જૂના પીસીના વપરાશ માટેનો ખર્ચ નવા પીસી ખરીદવાના ખર્ચ કરતાં વધુ થાય છે.
માઈક્રોસોફ્ટ ઈન્ડિયાના ડિવાઈસીસના ગ્રૂપ ડિરેક્ટર ફરહાના હકે જણાવ્યું હતું કે, ‘તમામ વ્યવસાયોની જેમ એસએમઈ વ્યાવસાયિક વૃદ્ધિ, કાર્યબળની ઉત્પાદક્તા અને નફાકારક્તામાં વૃદ્ધિને સૌથી વધુ પ્રાથમિક્તા આપે છે. એસએમઈમાં વેચાણ, માર્કેટિંગ, કામગીરી, નાણાકીય બાબતો અને કસ્ટમર સપોર્ટની બાબતમાં ટેકનોલોજી મહત્વની ભૂમિકા ભજવે છે અને તે એસએમઈને તેમની વ્યાવસાયિક અગ્રતાઓનો ઉકેલ લાવવામાં પણ મદદરૂપ થાય છે. વિન્ડોઝ 10 સાથે નવા પીસી વ્યાવસાયિક ઉત્પાદક્તા વધારે છે, કર્મચારીઓને લેટેસ્ટ ટેક્નોલોજીના ઉપયોગની ખાતરી આપે છે, અને તેમના દ્વારા ઉપયોગમાં લેવાતી એપ્લિકેશન્સને અવિરત ચલાવવામાં સહાય પણ કરે છે.’
વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ સાથે નવા પીસી એસએમઈ માટે મહત્વની વ્યાવસાયિક અને આઈટી કામગીરી કરે છે, જે નીચે મુજબ છે. :
- ઉત્પાદક્તામાં વૃદ્ધિ : વિન્ડોઝ 10 બિલ્ટ-ઈનટૂલ્સ અને ફિચર્સ સાથે વપરાશકર્તાઓને સાહજિક અનુભવ પૂરો પાડે છે. આ ફિચર્સ લોકોને સહયોગ અને કાર્યક્ષમ રીતે કામ કરવામાં મદદરૂપ થાય છે. નવાપીસી અનેક કામ કરવામાં 4 વર્ષ જૂના પીસી કરતાં1x ઝડપી હોય છે, જે કર્મચારીઓની ઉત્પાદક્તામાં સુધારો કરે છે.
- ઈન્ટેલિજન્ટ સિક્યોરિટી : જૂના પીસીનો ઉપયોગ ડેટા ચોરીની સંભાવનાઓ વધારે છે. વિન્ડોઝ 10 અત્યાધુનિક સુવિધા પૂરી પાડે છે, જે હેકિંગ અને સાયબર હુમલા સામે એસએમઈને સક્રિયપણે રક્ષણ પૂરું પાડે છે.
- સરળ ડિપ્લોયમેન્ટ : વિન્ડોઝ 10 સરળ આઈટી ડિપ્લોયમેન્ટ અને અપડેટ્સ તેમજ અપડેટ કરાયેલા ડિપ્લોયમેન્ટ્સ પર નિયંત્રણ પૂરું પાડે છે. વધુમાં વિન્ડોઝ 7ની એપ્લિકેશન્સ વિન્ડોઝ 10 પર સરળતાથી કામ કરી શકે છે.
- ફ્લેક્સિબલ મેનેજમેન્ટ : વિન્ડોઝ 10 સ્માર્ટ ફોન્સ અને ટેબ્લેટ્સ જેવી મોબાઈલ ડિવાઈસ સાથે સરળ અને વધુ સારું એકીકરણ પૂરું પાડે છે.
કમ્પ્યુટર્સ અને કનેક્ટિવિટી એસએમઈના ડિજિટાઈઝેશન અને ઓટોમેશન માટે ગેટવે ખુલ્લો કરે છે, જે રીટર્ન્સ, સ્કેલ અને આઉટપુટમાં વધારો કરે છે. જૂનાપીસીની જાળવણી ખર્ચાળ હોઈ શકે છે, કાર્યકારી ખર્ચ, ઉત્પાદક્તા પર અસર કરી શકે છે અને સલામતી જોખમ વધારી શકે છે.