જે રોકેટ ગતિથી વસ્તી વધી રહી છે તે જોતા આગામી દિવસોમાં દેશમાં સમસ્યા દરેક સ્તર પર વધારે ગંભીર બનનાર છે. આંકડાથી સાબિત થાય છે કે ભારતની વસ્તી ૨૦૩૦ સુધી ૧૪૮ કરોડ સુધી પહોંચી જનાર છે. આવી સ્થિતીમાં આટલી વસ્તી માટે તમામ સંશાધનોની વ્યવસ્થા કરવાની બાબત મુશ્કેલરૂપ બની જશે જેથી યોગ્ય પગલા લેવાની તાકીદની જરૂર છે. દેશની વસ્તી રોકેટ ગતિથી વધી રહી છે. અતિ ઝડપથી વધી રહેલી વસ્તીના કારણે વિકાસ પર માઠી અસર થઇ રહી છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે રાષ્ટ્રીય સંશાધનો પૈકી એક મોટો હિસ્સો દેશની વિશાળ વસ્તીના ભરણપોષણ પર ખર્ચ થઇ જાય છે.
જે ગતિથી વસ્તી વધી રહી છે તે ગંભીર સમસ્યા તરીકે છે. વસ્તીની વધતી વર્તમાન ગતિને રોકીને અથવા તો તેને સ્થિર કર્યા વગર ભારત પોતાની અનેક જટિલ સમસ્યાઓમાંથી બહાર આવી શકે તેમ નથી. ભારતમાં વર્તંમાન સમયમાં અનેક સમસ્યા છે. જે પૈકી મોટી સમસ્યા ગરીબી, ભ્રષ્ટાચાર અને સુશાસનની સમસ્યા પણ છે. સાથે સાથે ધાર્મિક વિવાદો પણ એક મોટી સમસ્યા તરીકે રહી છે. આવી સ્થિતીમાં વધતી જતી વસ્તીને લઇને એટલી ચિંતા કરવાની જરૂર શુ છે તે અંગે કેટલાક લોકો પ્રશ્ન કરે છે. આ સવાલનો સીધો જવાબ એ છે કે તમામ સમસ્યા વસ્તી સાથે જાડાયેલી છે. ઝડપથી વધી રહેલી વસ્તીના કારણે તમામ પ્રકારની સુવિધા લોકો સુધી પહોંચાડી દેવાની બાબત સરળ નથી. રાષ્ટ્રીય સંશાધનો પૈકી એક મોટો હિસ્સો દેશની વસ્તીના ભરણપોષણમાં ખર્ચ થઇ જાય છે. જ્યારે આ સંશાધનોનો ઉપયોગ મુડીરોકાણ અને ઉત્પાદનને વધારી દેવામાં કરવામાં આવી શકે છે.
શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, સુરક્ષિત પાણી જેવી મુળભુત અને જરૂરી સેવા પાછળ આ સંશાધનોનો ઉપયોગ કરવામાં આવી શકે છે. અતિ ઝડપથી વધી રહેલી વસ્તી દેશના વિકાસ પર અવિરત અને સીધી રીતે માઠી અસર કરે છે. વસ્તીની વર્તમાન ગતિને સ્થિર કરીને કેટલીક સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. ભારતની વસ્તીને જાઇને દિમાગ ઘુમી જાય છે. વર્ષ ૧૯૪૭માં ભારતની વસ્તી ૩૩ કરોડ હતી. આ વસ્તી માર્ચ ૨૦૧૮માં ૧૩૫ કરોડ સુધી પહોંચી ગઇ હતી. છેલ્લા ૭૦ વર્ષના ગાળમાં ભારતની વસ્તીમાં ચાર ગણો વધારો થયો છે. દુનિયાની કુલ વસ્તીમાં હવે ભારતની હિસ્સેદાર ૧૭.૮ ટકાની આસપાસ છે. એટલે કે દુનિયામાં દરેક છઠ્ઠી વ્યક્તિ ભારતીય છે. ચીન જ એકમાત્ર એવુ દેશ છે જેમાં વસ્તી ભારત કરતા વધારે છે. ચીનની વસ્તી ભારત કરતા માત્ર સાત કરોડ જ વધારે છે. જ્યારે વર્ષ ૧૯૯૦માં ભારતની વસ્તી ૩૦.૨ કરોડ વધારે હતી. ભારતમાં વસ્તીનો વાર્ષિક વદ્ધિ દર ૨૦૧૦-૧૫માં ૧.૨૪ ટકા પ્રતિ વર્ષે રહ્યો હતો. જ્યારે આ જ અવધિમાં ચીનનો વસ્તીનો વદ્ધિ દર વાર્ષિક ૦.૬૧ ટકા રહ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર વસ્તી વિભાગના લોકો કહે છે કે ૨૦૩૦ સુધીમાં ભારતની વસ્તી ચીન કરતા વધારે થઇ જશે. ચીન વસ્તીના મામલે પણ બીજા સ્થાને ફેંકાઇ જશે. વસ્તીના વૃદ્ધિ દરના આધાર પર મુકવામાં આવેલા અંદાજ મુજબ ભારતની વસ્તી વર્ષ ૨૦૩૦માં ૧૪૭.૬ કરોડથી વધારે થઇ જશે. જ્યારે ચીનની વસ્તીના સંબંધમાં અંદાજમાં કહેવામાં આવ્યુ છે કે આ વસ્તી એ વખતે ૧૪૫.૩ કરોડ સુધી પહોંચી ગયા બાદ ઘટવાની શરૂઆત થઇ જશે. હાલના મુલ્યાંકનના આધાર પર કહી શકાય છે કે ભારતની વસ્તી વર્ષ ૨૦૩૦માં ચીન કરતા વધારે પહોંચી જશે. વસ્તી નિયંત્રણના પ્રયાસોને જાતા એવી આશા કરી શકાય છે કે ભારતની વસ્તી પર નજીકના ભવિષ્યમાં ઘટવાની શરૂઆત થઇ જશે.
જા તે વાસ્તવિકતા એ છે કે ભારતની વસ્તી તો વધુ વધશે. વર્ષ ૨૦૬૦માં અમારી વસ્તી તો ૧૭૦ કરોડના આંકડા સુધી પહોંચી જશે. આનુ મુખ્ય કારણ એ છે કે ભારતની વસ્તીમાં યુવાનોની સંખ્યા હાલમાં વધારે છે. વસ્તીના સતત વધી રહેલા આંકડા પરથી કહી શકાય છે કે દેશની વસ્તીમાંથી ૩૧ ટકા લોકોની વય ૦-૧૪ વર્ષની હતી. આવી સ્થિતીમાં વસ્તી ઘટીને એક અબજ પર આવે તેવી આશા રાખી શકાય નહી. ભારતની વસ્તીને જા કાબુમાં લેવામાં નહીં આવે તો તેની માઠી અસર દેશના વિકાસ પર થશે. વિકાસની અસર લોકોમાં દેખાશે નહી. શિક્ષણ અને આરોગ્ય પર તેની અસર થશે. ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકાશે નહી. જેથી ગંભીર વસ્તી વિસ્ફોટ પર અંકુશ મુકવા માટે ગંભીર પ્રયાસો જરૂરી છે. વસ્તી વિસ્ફોટની જટિલ બની રહેલી સમસ્યા માત્ર ભારતમાં જ નહી બલ્કે દુનિયાના અન્ય દેશોમાં પણ છે.