ખેડુતને લઇ ઉદાસીનતા

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

લોકસભાની ચૂંટણી માટે મતદાનના તબક્કાનો દોર ચાલી રહ્યો છે. હજુ સુધી પાંચ તબક્કામાં મતદાન થઇ ચુક્યુ છે. બે તબક્કામાં મતદાન જારી છે. આ વખતે દરેક તબક્કામાં ખેડુતોના મુદ્દા પર છવાયેલા રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસે આ સમુદાયને પ્રભાવિત કરવાના પ્રયાસ કર્યા છે. ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં  ખેડુતને દેવામાફીના નામ પર ભાજપને કોંગ્રેસે ત્રણ હિન્દી પટ્ટાના રાજ્યોમાં હાર આપી હતી. જેથી આ વખતે પણ તેનો મુદ્દો ખેડુતોની લોન માફી અને અલગ મંત્રાલય માટેનો છે. ગયા વર્ષે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તિસગઢ સહિત પાંચ રાજ્યોમાં હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જે પરિણામ આવ્યા તેમાં સાબિતી મળી હતી કે ખેડુતોની ભૂમિકા નિર્ણાયક હતી. મોદી સરકારના હાથમાંથી ત્રણ રાજ્યો નિકળી ગયા  હતા.

જાણકાર લોકો કહી રહ્યા છે કે ખેડુતો અસમાનતાના શિકાર તો થયેલા છે તેમાં કોઇ બે મત નથી. આવી સ્થિતીમાં લોન માફીને અયોગ્ય ગણાવનાર લોકો પણ ખોટા હોઇ શકે છે. લોનમાફીથી ખેડુતોને કેટલાક અંશે તો લાભ થઇ રહ્યા છે. છેલ્લા ૩૦ વર્ષના ગાળામાં ઉદારીકરણના કેટલાક સારા પક્ષોની સાથે અસમાનતાના ખરાબ પક્ષ પણ રહ્યા છે. ખરાબ પરિણામ પણ ઉદારીકરણના કારણે આવ્યા છે. અમીરોની સંખ્યામાં સતત વધારો થયો છે. જે અસમાનતાને સારી રીતે રજૂ કરે છે. ખેડુતોની લોન માફીતી સૌથી વધારે પરેશાની સરકારી અથવા તો આવા જ હોદ્દા પર બેઠેલા અથવા તો નિવૃત થઇ ચુકેલા કેટલાક લોકોને થઇ રહી છે. આ લોકોને એમ લાગી રહ્યુ છે કે સરકારોએ જાણે દેશ લુટાવી દીધુ છે. ભુલી જાય છે કે તેમના કારણે જ આજે સસ્તા પ્રમાણમાં અન્ન, કઠોળ, ફળ ફળાદી મળી રહી છે. આના બદલામાં ખેડુતોને દેશમાં શુ મળી રહ્યુછે.

૧૯૮૦ના આધાર પર વર્ષની સરખામણી કરવામાં આવે તો એકબાજુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કર્મચારીઓની આવકમાં ૨૫૦થી ૩૫૦  ગણો વધારો થયો છે. જ્યારે ખેડુતોની પેદાશની કિંમતમાં માત્ર ૨૦ ગણો વધારો દર્શાવે છે. જે સાબિત કરે છે કે કેટલી હદ સુધી અસમાનતાની સ્થિતી રહેલી છે. તેમના બાળકોની સરકારી સ્કુલોની જગ્યાએ ખાનગી સ્કુલ આવી ગયા છે. જેમની સ્કુલ ફી તો ખેડુતો જંમીન વેચીને જ આપી શકે છે. સરકારી હોસ્પિટલની જગ્યાએ હવે એવા ખાનગી હોસ્પિટલ આવી ગયાછે જેની ફી જીવતા જીવતા જ મારી નાંખે છે. પરિણામ એ આવે છે કે ગામના ગામ ખાલી થઇ રહ્યા છે. થોડાક વર્ષ પહેલાના એક સર્વેમાં આ બાબત સપાટી પર આવી હતી કે ઉત્તર પ્રદેશની નજીક જોડાયેલા ૧૦૦ કિલોમીટરના વિસ્તારમાં ૫૦ ટકા કરતા વસ્તી , ઘર અને ગામ છોડીને શહેરી વિસ્તારોમાં જતા રહ્યા છે. આ લોકો શહેરી વિસ્તારમાં પલાયન કરવા મજબુર બન્યા છે. દિલ્હી સહિત તમામ મહાનગરોમાં પલાયનના કારણે ખેતીને તો નુકસાન થઇ રહ્યુ છે. બિહારના દુરગામી વિસ્તારો દરભંગા, સીતામઢી જિલ્લાથી લઇને બુન્દેલખંડ, પૂર્વીય ઉત્તરપ્રદેશના અડધાથી વધારે ગામો ખંડેરમાં ફેરવાઇ ગયા છે. કારણ કે ખેતી પર આધારિત રહેવાની બાબત મુશ્કેલરૂપ બની ગઇ છે. પહેલા તો વધતા જતા પરિવારના કારણે સતત ખેતી નાની થઇ રહી છે.

Share This Article